અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સંપાદિત જમીન ખાતેદારોની સર્વ સંમતિથી રૂ.620 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ભરૂચ અને વડોદરા જિલ્લામાં સંપાદિત જમીન માટે જંત્રીની કિંમત અથવા નજીકના વેચાણોની ચાર ગણી અને શહેરી વિસ્તારોમાં જંત્રીની કિંમત અથવા નજીકના વેચાણોની બજાર કિંમતના બે ગણા કિંમત ચૂકવવામાં આવી રહી છે. વિકસિત શહેરી વિસ્તારોમાં સંપાદિત જમીનના ખાતેદારોની રજૂઆતો
ધ્યાને લઇ શહેરી ઓથોરીટીના કાયદામાં ફેરફાર કરી ચાર ગણી કિંમત ચૂકવવાનો નિર્ણય કર્યો છે. તેમ મહેસુલ પ્રધાન નિતિન પટેલે જણાવ્યું હતું.
બુલેટ ટ્રેન માટે સંપાદિત જમીનના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, 508કિ.મી.ના આ પ્રોજેક્ટમાં 349 કિ.મી. ગુજરાતમાંથી પસાર થાય છે. જેમાં 32 તાલુકાની 197 ગામોમાં જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. જેમાં 1110 જેટલા ખેડૂતોએ સંમતિ આપી છે. 31 ડિસેમ્બર 2018 સુધીમાં છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લામાં 9,22,145 ચો.મી. અને ભરૂચ જિલ્લામાં 11,33,726 ચો.મી. જમીન સંપાદિત કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, અમદાવાદની મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ચોથી માર્ચે કરશે.