ગુજરાતનાં 195 ગામોના 185 ના નોટિસ આપી ચૂક્યો છે. ગુજરાતમાં આઠ જિલ્લાઓ- અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના આશરે 5000 પરિવારોમાંથી આશરે 850 હેકટર જમીન ખરીદવાની જરૂર છે. જેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. તો કલેક્ટર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પોલીસનો બળતબરી પૂર્વક ઉપયોગ કરીને અનેક સ્થળે જમીન સંપાદન કરવામા આવ્યું છે. પોલીસ દ્વારા બળ વાપરીને તથા ગુજરાતના જમીન સંપાદનના કાયદાનો વિરોધ કરે છે ત્યારે પોલીસ બોલાવીને પ્રોજેક્ટ પૂરો કરવા માટે સરકાર બળજબરી પૂર્વક કામ કરી રહી છે. ખેડૂતો સાથે કોઈ નીતિ જાહેર કરવામાં આવી નથી કે તેમની જમીન જશે તો સરકાર શું કરશે અને બજાર ભાવની જમીન કરતાં ચાર ગણુ વળતર આપશે કે કેમ. પણ પોલીસનો હવે બળપૂર્વક ઉપોયગ કરવામાં આવી રહ્યો છે. એવા લોકોની જમીન જઈ રહી છે કે તે ક્યારેય બુલેટ ટ્રેનમાં બેસવાના નથી. તેમને તો તેમની જમીન પરથી અવાજનું પ્રદૂષણ કરતી ફાસ્ટ ટ્રેન જોયા જ કરવાની છે.
ચીખલીમાં ગ્રામ સભાએ વિરોધમાં ઠરાવ કર્યો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેંકટી ગામની જમીન પરથી બુલેટટ્રેન પસાર થાય છે. જ્યાં બુલેટ ટ્રેનથી જમીન જઈ રહી છે એવા ખેડૂતો માટે સરકાર શું કરવા માંગે છે તેની માહિતી આપવા અને ગામ લોકોના પ્રશ્નોનના જવાબ માટે ગ્રામ સભા યોજવાની જાણ થોડા લોકોને જ કરીને સભા યોજી દેવામાં આવી હતી. જે અંગે ખેડૂતોને ખબર પડતાં ગ્રામ સભામાં ચોરીછુપીથી ઠરાવ પસાર કરી દેવાયો હતો કે ગામના લોકો ટ્રેન માટે સંમત છે. આ બાબત ગામાના લોકોના ધ્યાનમાં આવતાં તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સભા બોલાવવાનો સમય 3.30 જાહેર કરાયો હતો. પણ ચૂપચાપ 12.30 કલાકે ત્રણ કલા વહેલી સભા બોલાવી લઈને છેતરીને ઠરાવ પસાર કરાયો હતો. અને સભા પણ મીનીટોમાં જ થોડા લોકોની હાજરીમાં જ પૂરી કરી દેવામાં આવી હતી. સમય બદલવામાં આવ્યો છે એવું ગામ લોકોને કહેવામાં પણ આવ્યું ન હતું. તેથી સરપંચ સામે ગામ લોકોનો ભારે વિરોધ થયો હતો. પણ સરપંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમને પણ સમય ફેર અંગે જાણ કરવામાં આવી ન હતી.
ઘંકટી ગ્રામ પંચાયતના સભ્ય નયન પટેલે સંમતિ ઠરાવ સામે વિરોધ નોંધાવીને ગામના લોકો સંમત નથી એવું જણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને ફરી વખત જાહેરમાં ગ્રામ સભા બોલાવવાની ફરજ પડી હતા. આ સભામાં બુલેટ ટ્રેનને જમીન આપવા સામે ભારે વિરોધ થયો હતો. બુલેટ ટ્રેન માટે જમીન આપવા માટે ગામના લોકો રાજી નથી એવો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. અગાઉનો સંમતિ આપતો ઠરાવ રદ કરી દેવાયો હતો. જમીન માપણી નહીં કરવા દેવાનો પણ ઠરાવમાં ઉલ્લેખ કરાયો છે. આ સભામાં જિલ્લા કલેક્ટર કચેરીના આધિકારીઓ, બુલેટ ટ્રેન કંપનીની એજન્સીના પ્રતિનિધિઓ, સરપંચ મુકેશભાઈ, તલાટી, નાયબ મામલતદાર વિજય રબારી હાજર હતા. આ બધાની હાજરીમાં ગામના લોકોએ જમીન આપવા સામે વિરોધ કર્યો હતો અને જમીન માપણી કરવા માટે અધિકારીઓએ તેમની મિલકતોમાં પ્રવેશ કરવો નહીં એવું સ્પષ્ટ કહી દેવામાં આવ્યું હતું. ગામ લોકોએ સ્પષ્ટ કહી દીધું હતું કે તેઓને જમીન આપવા માંગતા નથી તેથી વળતર પણ જોઈતું નથી. આમ બુલેટ ટ્રેન સામે વિરોધ કરાયો હતો.
એક ગામમાં નહીં પણ અનેક ગામમાં વિરોધ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓવિયાણ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન માટે સર્વે માટે આવેલી ટૂકડીને ગ્રામજનોએ જમીન માપણી કરતા અટકાવી દીધા હતા. અને વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે અગાઉ અમો ખેડૂતોએ વાંધા અરજી રજૂ કરી હતી તેનો આજ દિન સુધી જવાબ મળ્યો નથી જેથી અમે જમીન માપણી નહીં કરવા દઈએ. ગામનો વિરોધ થતાં માપણી કરવા આવેલા અધિકારીઓને પરત ફરવું પડયું હતું.
સુરતના 22 ગામનો વિરોધ
સુરત જિલ્લામાં બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે જેનો ગ્રામજનો દ્વારા વિરોધ થઇ રહ્યો છે સુરત જિલ્લામાં 22 ગામોમાંથી બુલેટ ટ્રેન પસાર થનાર છે. જમીન સંપાદન અધિકારીઓ દ્વારા ગામમાં જઈ ને વોટર માર્કની કામગીરી કરવામાં આવે છે ત્યાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવે છે. ચોર્યાસી તાલુકાના ગામોમાં જમીન માપણી માટે આવતા અધિકારીઓને જમીન માપણી કરવા દેવામાં આવી નથી. કામરેજ તાલુકામાં આવો જ વિરોધ થયો છે.
કામરેજ તાલુકાના ઓવિયાણ ગામે જમીન માપણી માટે આવેલા અધિકારીઓનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. ગ્રામજનોએ અને ખેડૂતોએ જમીન સંપાદન કરવા આવેલા અધિકારીઓને જણાવ્યું હતું કે જ્યાં સુધી અમે રજૂ કરેલી વાંધા અરજીનો જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી જમીન સંપાદન કે બુલેટ ટ્રેન ને લગતી કોઈપણ પ્રકારની કામગીરી અમારા ગામમાં કરવા નહીં દઈએ. ખેડૂતના વિરોધ જોતા માપણી કરવા વગર જ અધિકારીઓએ પરત ફરવું પડ્યું હતું.
વલસાડમાં પણ ઉગ્ર વિરોધ
વલસાડ જીલ્લાના એંદરગાતા ગામના ખેડૂતોએ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન માપવાની કામગીરીનો વિરોધ કર્યો હતો. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) ના અધિકારીઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ લઈને આવેલી કંપની દ્વારા કામગીરી શરૂ કરી હતી. ભાટિયા ગામના ખેડૂતોના ખેડૂતોએ એનએચએસઆરસીએલના અધિકારીઓને જમીન માપવાનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ એંદરતા ગામમાં પોલીસ બોલાવવામાં આવી હતી. હવે પોલીસ કાફલા સાથે અધિકારઓ આવવા લાગ્યા છે. આમ પોલીસનો ગેરઉપયોગ શરૂ થયો છે. પણ ખેડૂતોએ પોલીસ ખસેડી લેવાની માંગણી સાથે વિરોધ ચાલુ રાખ્યો હતો. તેઓ જમીન સંપાદનની પરવાનગી નહીં આપે એવું સ્પષ્ટ જણાવી દીધું હતું. આ ગામના 25 ખેડૂતો તેમની જમીન ગુમાવવાના છે. પોલીસે બળ વાપરીને ખેડૂતોને તેમની જ જમીન પરથી બહાર કાઢ્યા હતા. મહિલાઓ વિરોધ કરી રહી હતી તો તેને પણ ખરાબ રીતે વાત કરવામાં આવી હતી. મહિલા ખેડૂતોને બળજબરી પૂર્વક બહાર કાઢ્યા હતા. ખેડૂતોએ પોતાની મિલકતોમાં કોઈએ પ્રવેશ કરવો નહીં આવું સ્પષ્ટ કહ્યું હોવા છતાં જાપાનના અધિકારીઓ અને કંપનીના અધિકારીઓ પોલીસના રક્ષણ હેઠળ બળતબરીપૂર્વક જમીનમાં આવ્યા હતા અને માપણી કરીને નિકળી ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ જમીન આપવા નથી માંગતા, સરકારે કેટલું વળતર આપવું તે પણ જાહેર કર્યું નથી. પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો આરોપ પણ છે. ધરપકડ કરવાની પણ પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
અધિકારીઓ ખેડૂતો પર દબાણ લાવવા માટે પોલીસનો ઉપયોગ કરી રહ્યાં છે. ખેડૂતોએ દરેક જિલ્લા કલેક્ટરને લેખિતમાં વાંધાઓ રજૂ કર્યા છે. છતાં તેનો જવાબ પણ કલેક્ટરો દ્વારા આપવામાં આવતો નથી. ખેડૂતો કહે છે કે, અમદાવાદ-મુંબઈ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટનો ખર્ચ રૂ.1,10,000 કરોડથી વધારે થવાનો છે. જે આજ સુધી ભારતીય રેલવેમાં સરકારે જેટલા પૈસા રોક્યા છે તેના જેટલાં છે. તો પછી અમને બજાર ભાવ પ્રમાણે વળતર કેમ આપવામાં આવતું નથી.
શિલ ગામમાં પોલીસે ધરપકડ કરી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના કાર્યકર્તાઓએ મંગળવારે શિલ ગામમાં મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે જમીન માપણીનું સર્વેક્ષણ અટકાવી દીધું હતું. શિલ ડાઇઘર પોલીસે આઠ કાર્યકરોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ સત્તાવાળાઓએ જમીન મોજણી શરૂ કરી. સરકારી કાર્યને રોકવા માટે આઈપીસીની કલમ 353 હેઠળ આઠ એમએનએસ કાર્યકરની ધરપકડ કરી હતી. બુલેટ ટ્રેનના 508 કિલોમીટરના માર્ગમાંથી 39.66 કિલોમીટર માર્ગ થાણે જિલ્લામાંથી પસાર થાય છે. દિવા અને શિલના 250 જેટલા ખેડૂતો મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટ માટે તેમની જમીન ગુમાવી દેશે. દિવા ગામના ખેડૂતોએ થાણે જિલ્લાના અધિકારીઓને મોજણીનો વિરોધ કરતું આવેદન આપીને સ્પષ્ટતા માંગી છે. દિવા એ પ્રથમ ગામ હતું જ્યાં ખેડૂતોએ તેમનો વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોની સંસ્થાસત ગાઓન બચાવો સંઘર્ષ સમિતિ તેનો વિરોધ કરી રહી છે. સરવેનું કામ પોલીસની બળજબરીથી કરવામાં આવી રહ્યું હતું. ખેડૂતો મુંબઇ મેટ્રોપોલિટન રીજન (એમએમઆર)ની જમીનના દરની સરખામણીએ વળતર આપવા માંગણી કરી રહ્યાં છે. ખેડૂતો કહે છે કે, અહીંથી રોજ 100 બુલેટ ટ્રેન નિકળે અને દરરોજ 88,000-118,000 મુસાફરો બેસે તો જ ટ્રેન પોસાય તેમ છે. તેનું ભાડું રૂ.5,000 હશે તો જ લોન પરત કરી શકાશે. તેથી અમે તો આ ટ્રેનનો ઉપયોગ કરી શકવાના નથી. બુલેટ ટ્રેન તો દેશ માટે સફેદ હાથી છે.
મહારાષ્ટ્રના પાઘર જિલ્લામાં ખેડૂતો કહે છે કે પહેલાં અમને તળાવો, એમ્બ્યુલન્સ, સોલર સ્ટ્રીટ લાઇટ અને ડોક્ટર આપો પછી બુલેટ ટ્રેનની વાત કરો. મહારાષ્ટ્રના પાલઘરથી ટ્રેનનો રસ્તો પસાર થાય છે. આ પ્રોજેક્ટને 73 ગામોમાં આશરે 300 હેકટર જમીનની જરૂર છે, જે લગભગ 3000 લોકોને અસર કરે છે. પાલઘર જિલ્લામાં આદિવાસીઓ અને ફળ ઉત્પાદકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવે છે.
પર્યાવરરણ સુરક્ષા સમિતિ એવું માને છે કે બે રાજ્યના પ્રોજેક્ટ છે અને સંપાદનની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય સત્તા તરીકે સંભાળવી જોઈએ, રાજ્ય સરકાર નહીં. ગુજરાતના જમીન સંપાદન અધિનિયમની જોગવાઈ હેઠળ તે સંપાદન કરી શકાશે નહીં.
પોલીસની કાર્યવાહી
14 મે 2018ના દિવસે સુરત પોલીસે 400 ખેડૂતો દેખાવો કરી રહ્યાં હતા ત્યારે 15 ખેડૂતોની અટકાયત કરી હતી.
29 જૂન – વલસાડના અંદરગુટા ગામમાં સરવે મહિલાઓએ વિરોધ કર્યો પોલીસ ફોર્સ કામે લગાવીને મહિલાઓને ખદેડી દીધી, કેટલું વળતર આપશો એવો સવાલ કરતાં જ પોલીસ તૂટી પડી હતી. પોતાની માલિકીની જમીન પરથી રસ્તો ન આપવા વિરોધ કરી રહ્યાં છે. પોલીસ વચ્ચે સતત ઘર્ષણ થાય છે.
20 જૂન – વલસાડના વાઘલધરા ગામે સરવે કરવા ગયેલાં અધિકારીઓનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો પોલીસે તેમને અટકાવ્યા હતા. વલસાડના તમામ 22 ગામનો લોકો વિરોધ કરી રહ્યાં છે.
સુરતમાં દર્શન નાયકની અટકાયત કરી હતી. ગાંધીસ્મૃતિ ભવનમાં 500 ખેડૂતોએ દેખાવો કર્યો હતો અને જયેશ પટેલની અટકાયત કરી હતી. 50 ખેડૂતો હાજર રહ્યાં હતા. સરકારનો જંત્રીનો ભાવ રૂ.1200 છે જ્યારે બજારનો ભાવ રૂ.3 કરોડ છે.
આમ બુલેટ ટ્રેનમાં હવે પોલીસની બુલેટ ચાલે તો નવાઈ નહીં.