બુલેટ ટ્રેન માટે જમીન આંચકી લેવા આવેલાં અધિકારીઓને ભગાડી મૂકાયા

બુલેટ ટ્રેન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર મનમાની કરી રહી હોવાથી ખેડૂતો તેનો આક્રમક વિરોધ કરી રહ્યાં છે. અનેક સ્થળે ખેડૂતોએ અધિકારીઓને તેમના ખેતરોમાંથી ભગાડી મૂક્યા હોવાના કિસ્સા બહાર આવ્યા છે. આવો એક વધું કિસ્સો સુરતના કામરેજ તાલુકાના લસકાણા ગામમાં બનતાં ગુજરાત સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે ખેડૂતોને જેની જમીન સામે મબલખ નાણાં મળશે. પણ ખેડૂતોને 20 વર્ષ જુના ભાવ મળી રહ્યાં છે. તે પણ જંત્રીના ભાવ છે. બજાર ભાવ પ્રમાણે ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી. તેથી ખેડૂતો જ્યારે પણ બુલેટ ટ્રેનના અધિકારીઓ સરવે કરવા આવે છે ત્યારે તેમને ઊભી પૂંછડીએ ભગાડવામાં આવે છે. લસકાણા ગામે પણ 23 તારીખે અધિકારીઓને જમીન સંપાદનની કામગારી કરતાં અટકાવી દેવામાં આવ્યા હતા. અધિકારીઓને ખેડૂતો પ્રશ્ન પૂછી રહ્યાં હતા કે પહેલાં અમારી મંજૂરી કેમ ન લીધી. બુલેટ ટ્રેનમાં અમે બેસી શકવાના નથી તો અમે જમીન શા માટે આપીએ. જમીનના બદલામાં આવી જ જમીન સરકાર આપે અથવા અમે કહીએ એટલાં નાણાં આપે. આમ અમદાવાદથી વાપી સુધી ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોનો સૌથી મોટો આક્રોશ એ છે કે તેમણે વાંધાઓ જણાવ્યા હતા તેનો કોઈ જવાબ ખેડૂતોને સરકાર દ્વારા આજ સુધી આપવામાં આવ્યા નથી. ભાજપ સરકારો મનમાની કરી રહી છે. વાંધાનો નિવેડો લાવો પછી જ ટ્રેન માટે જમીન મેળવવાની કામગીરી હાથ ધરો. ખેતરોમાં મંજૂરી વગર અધિકારીઓ ઘુસી જઈને વોટર માર્ક કર છે. કે જ્યાંથી ટ્રેન પસાર થવાની છે. ખેડૂતોએ બુલેટ ટ્રેનના જમીન સંપાદન કરવા આવેલા અધિકારીઓને જણાવ્યું હતું કે જ્યાં સુધી અમે રજૂ કરેલી વાંધા અરજીનો જવાબ નહીં આપવામાં આવે ત્યાં સુધી જમીન સંપાદન કે બુલેટ ટ્રેન ને લગતી કોઈપણ પ્રકારની કામગીરી અમારા ગામમાં નહીં કરવા દઈએ. અધિકારીઓએ ગામના લોકોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ માન્યા ન હતા. તેમની વાત પર મક્કમ હતા કે સરકાર મનમાની ન કરી શકે. અમે જવાબ માંગીએ છીએ તે જવાબ આપવો પડશે. આમ ખેડૂતોનો આક્રોશ જોઈને અધિકારીઓએ ભાગવું પડ્યું હતું. ગુજરાતમાં આ 14મો કિસ્સો છે કે બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરતાં અધિકારીઓને ભગાડવામાં આવ્યા હોય.