બુલેટ ટ્રેન માટે મોદી સરકાર પાસે પૈસા નથી

નરેન્દ્ર મોદી સરકારના નાણા મંત્રાલયે થોડા મહિના પહેલા ભારતીય રેલવેને કહ્યું હતું કે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નામાં  ભેગા કરે, બજેટમાં આ માટે કોઇ વધારાની સહાય નહીં આપવામાં આવે. નેશનલ હાઇ સ્પીડ રેલ કૉર્પોરેશનને આ વર્ષે અંદાજે રૂ.10,000 કરોડ જરૂરીયાત છે, જેનાથી ભૂમિ અધિગ્રહણ કરવામાં આવશે.

આ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે માત્ર શ્રીમંતો અને કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ માટે ચલાવવામાં આવશે.

આ રકમ ભારત સરકારનાં 1.08 લાખ કરોડ રૂપિયાનાં ખર્ચવાળા મેગા પ્રોજેક્ટનો ભાગ છે. રેલવેએ નાણા મંત્રાલય પાસેથી લગભગ રૂ.18,000 કરોડ માંગ્યા છે. જો કે બંને મંત્રાલયોનાં આગેવાનોની ઘણી બેઠકો પછી રેલવેને કહેવામાં આવ્યું કે તે ખર્ચ થનારી રકમની વ્યવસ્થા કરે, પછી આ રકમ નાણા મંત્રાલય ચુકવશે. રેલવેએ કહ્યું કે તે વાર્ષિક વ્યાજ અને અન્ય ખર્ચો ઉઠાવવાની સ્થિતિમાં નથી.