બૂલેટ ટ્રેનનાં અસરગ્રસ્તોનું આંદોલન

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બૂલેટ ટ્રેનમાં ગુજરાતના જે વિસ્તારનાં ખેડૂતો અને બિન ખેડૂતોની જમીન અને ઘર સંપાદિત થવાના છે અને તેમને યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું તે લોકો આગામી ત્રણ મહિનામાં વાપીથી અમદાવાદ સુધી એક યાત્રા કરશે. આ યાત્રા દરમિયાન તેઓ આઠ જેટલા જિલ્લામાંથી પસાર થશે અને ત્યાં દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તેમને ન્યાય આપવાની માગણી કરશે. જીલ્લે ફરીને તેઓ  અમદાવાદ પહોંચશે. અમદાવાદ પહોંચતા સુધીમાં જો રાજ્ય સરકાર તેમના કાયદામાં સુધારો કરીને અસરગ્રસ્તોને યોગ્ય વળતર કે ન્યાય નહિ આપે તો આ અસરગ્રસ્તો અમદાવાદ ખાતે આમરણાંત ઉપવાસની શરૂઆત કરશે. એક અંદાજ મુજબ આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદથી વાપી સુધીના વિસ્તારોમાં વસતા લગભગ 14 હજાર જેટલા લોકોની જમીન અને ઘર સંપાદિત થવાના છે.