બેંકોમાં હડતાળ શરૂ, એટીએમને અસર

31 જાન્યુઆરી 2020થી બેંકોમાં હડતાલ હોવાથી બંધ રહેવાની છે. શુક્ર અને શનિવારે બેંકોના કર્મચારીઓનાં તમામ યુનિયને હડતાળ જાહેર કરી હતી.  સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે એટલે કરોડો રૂપિયાની લેવડદેવડને અસર થવા ઉપરાંત એટીએમ મશીનમાં પણ રોકડ રકમની તંગીને અનુભવાઈ હતી.

સ્ટેટ બેંક આૅફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને આગોતરી જાણ કરી દીધી હતી કે ૩૧મી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બે દિવસ બેંકોની હડતાળ રહેશે. તમામ વ્યવહારો સમયસર પતાવી લેજો. ઓલ ઇન્ડિયા બેંક આૅફિસર્સ કન્ફેડરેશનના  પગાર વધારાનો મુદ્દો છેક ૨૦૧૭થીલટકી રહ્યો છે. સરકાર એનો નિવેડો લાવતી નથી એટલે નછૂટકે વારંવાર હડતાળ કરવી પડે છે. લોકોને તકલીફ પડે છે એ અમે જાણીએ છીએ, પરંતુ સરકાર પર દબાણ લાવવા હડતાળ સિવાય કર્મચારીઓ પાસે બીજો કોઇ વિકલ્પ નથી. પગાર ઉપરાંત કામના કલાકો અને નિવૃત્તિ પછી પેન્શનનો મુદ્દો પણ હજુ ઉકેલાયો નથી.