બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખાને આગ લગાડવાનો પ્રયાસ કરતો અઠંગ હરેશ ઉર્ફે ઢફો

રાજકોટના આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી બેંક ઓફબરોડાની આજી વસાહત શાખાના શટરને એક શખ્સે પેટ્રોલ છાંટી સળગાવતાં નુકસાન થયું છે.આ કૃત્ય આચરનારો શખ્સ સીસીટીવી કેમેરામાં દેખાયો હોઇ પોલીસે તપાસ શરૂ કરતાં તેથોરાળા વિસ્તારમાં જ રહેતો એક હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતો હોવાની પ્રાથમિક માહિતી મળતાંતેને સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂવારે સાંજના સવા આઠવાગ્યા પછી આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફિલ્ડ માર્શલ કારખાના પાસે આવેલી બેંક ઓફબરોડાની શાખાના શટરમાં આગથી નુકસાન થયાનું બીજા દિવસે સવારે મેનેજરને જાણવા મળતાંસીસીટીવી કેમેરા ચેક કરતાં એક શખ્સ આગ લગાડતો જોવા મળતાં પોલીસને જાણ કરી હતી.થોરાળા બેંક ઓફ બરોડાની આજી વસાહત શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતાં પંકજકુમારપ્રેમકુમાર સિન્હા ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસની તપાસ ટીમે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતાં આગ લગાડનારો શખ્સથોરાળા વિસ્તારમાં જ રહેતો હિસ્ટ્રીશીટર હરેશઉર્ફ ઢફો હોવાનુંબહાર આવ્યું છે. આ શખ્સે બેંકમાં પોતાનાખાતામાં જમા કરાવેલા રૂ. ૭ હજાર બેલેન્સમાં બતાવતાં ન હોઇ તે બાબતે પૃછા કરવા જતાંરકમ જમા માટેની યોગ્ય કાર્યવાહી ન થતાં રોષે ભરાઇને આમ કર્યાનું ચર્ચાઇ રહ્યું છે.જો કે આ શખ્સની ધરપકડ બાદ સાચી વિગતો બહાર આવશે. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ છ-સાત ગુનાનોંધાઇ ચુકયાનું પણ પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.