બેટરીના કેમીકલની અસર થતાં કોમામાં જઈને ધારાનું મોત

જામનગરના ધારાબેન હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્ટાર ગોલ્ડ બેટરીના કારખાનામાં મજુરીએ છેલ્લા પાંચ વર્ષથી જતી હતી. ધારાને થોડા દિવસો પહેલા પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી હતી. પણ કંપનીના માલીકોને જાણ થતાં જી.જી. હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ લેવડાવી હતી. ખાનગી હોસ્પિટલ જામનગર ક્રિટીકલ કેરમાં સારવારમાં મોકલેલી હતી.

બેટરી બનાવતી કંપનીમાં કામ કરતા કેમીકલની અસર થતાં કોમામાં આવી હતી. તેથી જી.જી. હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલી. લેડ પોઇઝન હોવાથી અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી હતી. અમદાવાદમાં મોત થયું હતું.

સ્ટાર ગોલ્ડ બેટરી કંપનીમાં નોકરી કરતી વખતે કંપનીના માલીક નવનીતભાઇ તથા મેનેજર જયેશ રમેશભાઇ તથા સુપરવાઇઝર જીગ્નેશ જમનભાઇ દ્વારા ધારાબેનને સલામતીના સાધનો ન આપતાં આવું થયું હોવાથી ધારાએ જીવ ગુમાવ્યો હતો.  તેમની સામે ગુન્હો દાખલ કરવા ધારાના પિતા મનસુખભાઇ હરજીભાઇ પરમારએ અરજી આપેલી હતી.

પોલીસ દ્વારા યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં ન આવતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલી કોર્ટે સી.આર.પી.સી. કલમ-203 નીચે કાઢી નાંખતાં ફરિયાદીએ ઉપલી અદાલતમાં રીવીઝન અરજી દાખલ કરતા એડી. સેશન્સ જજ પી.સી. રાવલે ફરિયાદીની રીવીઝન મંજુર કરી અને સ્ટાર ગોલ્ડ બેટરીના માલીક સહિતના કર્મચારીઓ સામે કેસ ચલાવવા હુકમ કરેલ છે.