જીટીયુ સાથે જોડાયેલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોમાં ચાલુ વર્ષે ૩૮ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. તાજેતરમાં સરકારે જે કોલેજોની બેઠકો મોટાપાયે ખાલી પડતી હોય તેવી કોલેજો અંગે વિચારણા કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં જીટીયુના કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠનો પણ સમાવેશ થાય છે. કુલપતિ કહે છે કે આવી કોલેજોમાં વોકેશનલ કોર્સ શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત અન્ય શોર્ટ ટર્મ કોર્સ પણ શરૂ કરવામાં આવે તો યુનિવર્સિટીઓ તેને માન્યતાં આપશે તેવુ નક્કી કરાયુ છે. ધો.૧૦ અને ૧૨ પાસ થયેલા ઉમેદવારો પણ આ કોર્સ કરી શકે તેવી વ્યવસ્થા પણ રાખવામાં આવશે. હાલમાં પાંચથી વધારે કોલેજોએ આ પ્રકારના કોર્સ શરૂ કરવાની તૈયારી દર્શાવ છે. આ ઉપરાંત હવે હાલમાં દેશમાં ઇજનેરી કોલેજોની સંખ્યા જરૂરયાત કરતાં અનેકગણી વધી ગઇ હોવાથી આગામી ૨૦૨૨ સુધી એઆઇસીટીઇ દ્વારા નવી કોલેજોને મંજુરી નહી આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. જેના કારણે પણ ખાલી પડતી બેઠકોની સંખ્યામાં ઘટાડો થશે. મહત્વની વાત એ કે હાલમાં ઇજનેરીની અંદાજે ૩૯ લાખ બેઠકો છે જેમાંથી માત્ર ૧૫ લાખ બેઠકો ભરાઇ છે અને તેમાંથી માત્ર ૬ લાખ વિદ્યાર્થઓ પાસ થાય છે.