લેખન : દેવશી મોઢવાડિયા
ભારતને અંગ્રેજોની ગુલામી માંથી મુક્તિ મળ્યાને ૭૦ વર્ષ જેટલો સમય વીતી ચુક્યો હોવા છતાં દેશની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક એટલે બેરોજગારી આજે સરકારો માટે માથાનો દુખાવો અને યુવાઓ માટે વેદનાનો વિષય બની રહી છે, હાલની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા આ સમસ્યા આવનારા દિવસોમાં પણ હલ થવાને બદલે વધુને વધુ વિકરાળ બનશે તેવું લાગી રહ્યું છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે બેરોજગારીની સમસ્યા માટે જવાબદાર કોણ ?? જવાબ એક જ છે સરકારની દીર્ધ દ્રષ્ટી વિહોણી નીતિ,,,,
#સરકારી_નોકરીઓ….
૧૧૦ કરોડ કરતા વધારેની વસ્તી ધરાવતા દેશમાં શિક્ષણ લઇ રહેલા દરેક બાળક અને તેના વાલીઓનું એક સ્વપ્ન હોય છે કે તેમનું બાળક સરકારી નોકરી પ્રાપ્ત કરીને આર્થિક ચિંતાથી મુક્ત બને,,, પરંતુ દરેક ને સરકારી નોકરીઓ મળે તે સંભવ જ નથી કારણ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રમાણમાં સાકરી નોકરીઓની સંખ્યા માંડ ૧ % પણ નહિ હોય ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય કે સરકારી નોકરીઓ મેળવવા થી વંચિત રહી જનારા ૯૯ % નું શું ?? જવાબ એક જ છે “બેરોજગાર “. આ પરિસ્થિતિ નિર્માણ થવા પાછળ શિક્ષણ પદ્ધતિ અને શેક્ષણિક અભ્યાસક્રમના પ્રવાહો જવાબદાર છે.. આજે વિશ્વ અનેકવિધ વિષયોનો અભ્યાસક્રમ ભણાવી રહી છે ત્યારે ભારત આ દિશામાં આગળ વધવાનું વિચારતી જ નથી ત્યારે અમલીકરણ તો ક્યાંથી થાય ??
#કૃષિ_રોજગારી
ભારતની ૭૦ % વસ્તી ખેતી અને ખેતી સંલગ્ન વ્યવસાયો સાથે સંકળાયેલી છે ત્યારે આ વિષયને અનુરૂપ અનેકવિધ અભ્યાસક્રમો વિશ્વના અનેક દેશો તેમના વિદ્યાર્થીઓને ભણાવી રહી છે પરંતુ ભારત આ દિશામાં કોઈ ફેરફાર કરીને રોજગારીના સર્જનલક્ષી અભ્યાસક્રમો અમલી જ નથી બનાવતી. એગ્રો ઇન્ડસ્ટ્રીઝ. ફર્ટીલાઈઝર ઇન્ડસ્ટ્રીઝ, ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ, ફ્રોઝન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ જેવા અનેકવિધ એકમોમાં રોજગારીની વિપુલ તકો ઉપલભ્ય થઇ શકે તેમ છે પરંતુ સરકારોએ આવા સેક્ટરોને વિકસાવવાની દિશામાં પહેલ જ નથી કરી જેણે કારણે લાખો શિક્ષિત યુવાઓ આવા સેક્ટરમાં રોજગારીથી વંચિત રહી જાય છે.
#આઈ_ટી_સેક્ટર
સાયબર વલ્ડ અને ગ્લોબલાઇઝેશનના જમાનામાં આઈ.ટી સેક્ટર ખુબ વિકસ્યું અને વિસ્તર્યું છે પરંતુ ભારતમાં મોટા ભાગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાનું આઈ.ટી સેક્ટરનું શિક્ષણ આપવામાં આવે છે તે વિદેશમાં પ્રાથમિક કે માધ્યમિક શાળાઓમાં આપવામાં આવે છે ત્યારે ભારતીય વિદ્યાર્થીઓ આઈ.ટી. ફિલ્ડમાં વૈશ્વિક હરીફાય ક્યાંથી કરી શકે ? બેંગ્લોર ને બાદ કરતા ભારતમાં આઈ.ટી. કંપનીઓ બીજા રાજ્યો કે શહેરોમાં વિકસી કે વિસ્તરી જ નથી જેથી આઈ.ટી. ફિલ્ડના તેજસ્વી અને પ્રતિભાવંત લોકો વિદેશની વાત પકડે છે અને વિદેશમાં મસમોટી કંપનીઓ સ્થાપીને લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે… અમેરિકાની સીલીકોન વેલીની મોટી આઈ.ટી. કંપનીઓના સી.એ.ઓ કે બોર્ડ મેમ્બરનું લીસ્ટ ગુગલ માં ચેક કરશો તો ભારતીય જરૂરથી જોવા મળે છે… ભારતના બ્યુરોક્રેટ અને પેધી ગયેલા રાજકારણીઓએ સરકારી નીતિઓ એવી જટિલ કરી છે કે ભારતીય મૂળના આઈ.ટી. નિષ્ણાતો ભારતમાં આઈ.ટી. ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવાને બદલે વિદેશમાં સ્થાપવાનું વધારે સલામત અને
#રોજગારલક્ષી_શિક્ષણ
પારંપરિક વ્યવસાયોમાં આધુનિકતા અને ટેક્નોલોજી અંગેનું શિક્ષણ પૂરું પાડનારા અભ્યાસક્રમો જ શિક્ષણમાં દાખલ કરવામાં નથી આવતા જેને કારણે વિદ્યાર્થીઓ પોતાના પારિવારિક વ્યવસાયોમાં તેમને મેળવેલા જ્ઞાન થકી વ્યવસાયોને વિકસાવી કે વિસ્તરાવી શકે. સામાન્ય ઉદાહરણ જોઈએ તો બુટ – ચપ્પલ કે કપડાઓ પણ વિદેશની કંપનીઓ ભારતમાં વેચે છે મતલબ કે ભારતના પારંપરિક વ્યવસાયકારો તેમના વ્યવસાયમાં આધુનિકતા કે ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી કારણ કે તેમને તેમના વ્યવસાય અંગેનું વૈશ્વિક શિક્ષણ કે તાલીમ જ નથી મળ્યા…આઈ.ટી.આઈ. માં પણ સામાન્ય અભ્યાસક્રમો જ ભણાવવામાં આવે છે જે આધુનિકતા અને ટેકનોલોજી કે વૈશ્વિક પ્રવાહોથી જોજનો દુર હોય છે…
આજના શિક્ષણને માત્ર નોકરી લક્ષી જ બનાવી દેવામાં આવ્યું છે.. જ્યાં સુધી વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં નહિ આવે ત્યાં સુધી બેરોજગારીની સમસ્યા વધુ ને વધુ વિકરાળ બનતી જવાની…
#અર્થ_વિહોણા_અભ્યાસક્રમો
ભારતીય શિક્ષણમાં કરોડો વિદ્યાર્થીઓ પર્યાવરણ, ભાષાના વિષયો, મનો વિજ્ઞાન, હોમ સાયન્સ કે સમાજ વિદ્યાના વિષયોનો અભ્યાસ કરે છે જે આગળ જતા શિક્ષક કે પ્રાધ્યાપક તરીકે જ નોકરી મેળવવામાં ઉપયોગી થાય છે શિક્ષક કે પ્રાધ્યાપક તરીકે પસંદ થયા વગરના આવા વિષયો સાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કરેલ જ્ઞાન ન તો વ્યક્તિગત જીવનમાં ઉપયોગો સાબિત થાય છે કે ન તો કોઈ વ્યવસાયમાં… કરુણતા એ છે કે સરકાર આવા અભ્યાસક્રમોની સીટો જ શા માટે એટલી રાખે છે કે એજ ના સમજાય તેવી બાબત છે… સરકારે આવનારા દિવસોની જરૂરિયાત પ્રમાણેની જ સીટો રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા વિષયો સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને બેરોજગારીનો સામનો ન કરવો પડે..
#શિક્ષણ_પદ્ધતમાં_આમૂલ_પરિવર્તન_જરૂરી
ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવા માટે નીચે મુજબના પગલાઓ લેવા ખુબ જરૂરી છે..
– વૈશ્વિક અભ્યાસક્રમો ભારતમાં રોજગારી સર્જન કરી શકે તેમ હોય તેવા અભ્યાસક્રમો ભારતીય શિક્ષણ પ્રણાલીમાં અમલી બનાવવા..
– વિવિધ વિષયોની આવનારા દિવસોમાં જરૂરિયાત મુજબની સીટો રાખવી
ઉદાહરણ તરીકે શિક્ષક કે પ્રાધ્યાપક માટે જરૂરી સ્નાતકો માટે કોલેજોમાં પ્રવેશ એટલા જ વિદ્યાર્થીઓને આપવો જેટલાને ભવિષ્યમાં નોકરીઓની જગ્યાઓ ઉભી થનાર હોય..
-આઈ.ટી. સેક્ટર જેવા ફિલ્ડમાં સ્થાનિક લેવલે કંપનીઓ સ્થપાય તે માટે સરકારી નીતિઓમાં ફેરફાર કરવો..
– વિદેશના અભ્યાસક્રમો જે રોજગાર ઉભો કરનારા હોય તેવા અભ્યાસક્રમોને ભારતીય શિક્ષણમાં અમલી બનાવવા..
– કૃષિ ક્ષેત્ર સંલગ્ન અભ્યાસક્રમોનો ભારતીય શિક્ષણમાં દાખલ કરવા.
– વ્યવસાય લક્ષી શિક્ષણ વૈશ્વિક કક્ષાનું બનાવવું.
– બિનજરૂરી વિષયોને શિક્ષણ માંથી નાબુદ કરવા.
– પાઠ્ય પુસ્તકો અને અભ્યાસક્રમોમાં આમૂલ ફેરફાર જરૂરી
આવા અનેકવિધ પગલાઓ ભરવામાં નહિ આવે તો બેરોજગારી દિવસે ને દિવસે વધતી જ જવાની જે આર્થિક અસમતોલન ઉભું કરનારી અને અનેક સમસ્યાઓની સર્જક બનશે,, કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે ” નવરો માણસ નખોદ વાળે “