બે લાખ જેટલા યુવાનોએ સરકારી નોકરી માટે વર્ષો સુધી સંઘર્ષ-મહેનત કર્યો. સરકારે તેમને વર્ષ ૨૦૦૬થી નોકરી તો આપી પરંતુ ફીક્સ પગારથી. ૨૦૧૨માં નામદાર કોર્ટે ‘સમાન કામ, સમાન વેતન‘નો ચુકાદો આપ્યો અને ફીક્સ પગાર પ્રથા ગેરબંધારણીય છે તેમ જણાવ્યું, છતાં આ ભાજપ સરકાર નામદાર કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી ગઈ અને સુપ્રિમ કોર્ટમાં ગઈ. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનો લાભ આપતી સરકાર ફીક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપવા માંગતી નથી. આઉટ સોર્સીંગની વાત થાય છે ત્યારે અગાઉ અધિકારીઓનું આઉટ સોર્સીંગ થતું હતું, હવે મંત્રીમંડળમાં પણ આઉટ સોર્સીંગ થાય છે અને અનેક લોકો વર્ષોથી મહેનત કરીને રાહ જોતા હાય અને રાતોરાત કોઈકને લાવીને આઉટ સોર્સીંગથી પૂર્તિ કરવામાં આવે.
રાજ્ય સરકાર આઉટસોર્સીંગની મોટાભાગની જગ્યાઓ ઉપર કર્મચારીઓ/અધિકારીઓ નીમે છે, જેનાથી અનામત પ્રથા, અનામતની જોગવાઈઓનો સરેઆમ ભંગ થાય છે અને તેનો ભોગ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વર્ગના યુવાનોને બનવું પડે છે. રાજ્યમાં ચૂંટાયેલ પ્રતિનિધિ ધારાસભ્યશ્રીઓનું માન-સમ્માન જળવાય, એમણે જે રજૂઆતો કરી હોય એનો સત્વરે જવાબ મળે અને એનો યોગ્ય નિકાલ થાય એની જવાબદારી રાજ્ય સરકારની છે. તેમ ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું.
ગુજરાતી
English


