૮ જૂલાઈ-૨૦૧૭માં અમદાવાદ શહેરને વૈશ્વિક હેરીટેજ સિટીનો આપવામાં આવેલો ટેગ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓની સાંઠગાંઠને કારણે ભયમાં આવી ગયો છે.
શહેરમાં જે સમયે યુનેસ્કો સમક્ષ ડોઝીયર સબમીટ કરવામાં આવ્યુ હતું એ સમયે ૨૨૩૬ મકાનોની યાદી રજુ કરાઈ હતી. બે વર્ષ બાદ કરવામાં આવેલા પહેલા સરવેમાં ૪૮૯ મકાનો પૈકી ૩૮ તો તોડી પડાયા હોવાનું બહાર આવ્યું છે. ૫૦ ઈમારતોમાં ફેરફાર કરીને તેનો વપરાશ પણ કરી દેવામાં આવ્યો છે.
ગુરુવારે લાખીયાની પોળમાં બાંધકામ દુર કરવામાં આવ્યા બાદ શુક્રવારે સારંગપુર વિસ્તારમાં આવેલી તળીયાની પોળનું બાંધકામ એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવામાં આવ્યુ છે. ભ્રષ્ટ અધિકારીઓની નજર સામે જ હેરીટેજમાંથી કોમર્શિયલ બની ગયા. હવે હપ્તાખાઉ અધિકારીઓને યુનેસ્કો દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવતા તેને તોડવા દોડવુ પડી રહ્યુ છે.હેરીટેજ કન્વર્ઝન કમિટી આગામી પહેલી ઓગસ્ટના રોજ અમદાવાદમાં હેરીટેજ વેલ્યુ ધરાવતા કેટલા મકાનો છે એનો નવેસરથી સર્વે જાહેર કરશે.
અમદાવાદ શહેરને હેરીટેજ શહેરનો ટેગ આપવામાં આવ્યા બાદ અમપા દ્વારા હેરીટેજ કન્વર્ઝન કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે અમદાવાદ શહેરમાં એક સમયે મ્યુનિસિપલ કમિશનર રહી ચુકેલા પી.કે.ઘોષને નિમણૂંક આપવામાં આવી છે. પી.કે.ઘોષની અધ્યક્ષતામાં કમિટીની છેલ્લી મિટીંગ ગત ફેબ્રુઆરી-૨૦૧૯માં મળી હતી. એ સમયે શહેરની ઘટતી જતી હેરીટેજ વેલ્યુ સામે તેમણે નારાજગી વ્યકત કરી શાસક ભાજપ પાસે પોલીસ ફોર્સ માંગી જયાં પણ બિલ્ડીંગ વાયોલેશન થયુ હોય એને દુરકરવા કહ્યુ હતું.
જુલાઈ માસમાં બે વર્ષ પુરા થતા યુનેસ્કો દ્વારા છેલ્લી Âસ્થતિનો રિપોર્ટ માંગવામાં આવતા શાસકપક્ષની નેતાગીરી સફાળી જાગી હતી.જુલાઈમાં યુનેસ્કોની તાકીદ બાદ ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો પાસે તેમના વિસ્તારમાં કેટલી જગ્યાએ હેરીટેજને સ્થાને કોમર્શિયલ બિલ્ડીંગો બની ગયા એનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો.
બાદમાં ૨૩ મકાનો સીલ કરાયા છે.ગુરુવારે સારંગપુરમાં લાખીયાની પોળમાં કોમર્શિયલ બાંધકામ દુર કરાયુ હતું. શુક્રવારે સારંગપુરમાં આવેલી તળીયાની પોળમાં કોમર્શિયલ બાંધકામ દુર કરાયુ છે.હજુ બીજા વીસ મકાનો તોડવાના છે. હેરીટેજ કન્વર્ઝન કમિટી હવે આગામી પહેલી ઓગસ્ટના દિવસે અમદાવાદ શહેરમાં હેરીટેજ વેલ્યુ ધરાવતા કેટલા મકાનો છે એનો નવેસરથી સર્વે જાહેર કરશે.
શહેરના ખાડીયા પોલીસ સ્ટેશન પાસે બંધાઈ ગયેલા બાંધકામો આસ્ટોડીયા દરવાજાની નજીક હેરીટેજ વેલ્યુનો ભંગ કરી બાંધવામાં આવેલા હોઈ એ તમામને દુર કરવા પુરાતત્વ વિભાગ દ્વારા મ્યુનિ.કમિશનરના નામે નોટીસ મોકલવામાં આવી છે.આજ પ્રકારે શહેરમાં ખાનપુર દરવાજા પાસે અને કામા હોટલ પાસે કોમર્શિયલ બાંધકામ હાલ ચાલી રહ્યુ છે એને પણ રોકવા તાકીદ કરવામાં આવી છે.
એએમસીએ યુનેસ્કોમાં સબમીટ કરેલા ડોઝીયરમાં કુલ ૨૨૩૬ મકાનોનો સર્વે રજુ કર્યો હતો.હેરીટેજ કમિટીએ પહેલા ચરણમાં ૪૮૯ મકાનોનો સર્વે કર્યો.આ પૈકી ૩૮ મકાનો તુટી ચુકયા છે.૧૧ સ્થળે માત્ર ખાલી પ્લોટ છે.૫૦ મકાનોમાં ફેરફાર મંજુરી વગર કરવામાં આવ્યા છે.૩૪ મકાનો જર્જરીત થઈ ગયા છે.૧૧૩ મકાનો હેરીટેજ વેલ્યુ ગુમાવી ચુકયા છે.