રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) ની 864 કોલેજો આવેલી છે. જેમાં 100 સરકારી, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં નવી 41 કોલેજોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફક્ત એક માત્ર સરકારી કોલેજની મંજૂરી અપાઈ છે જ્યારે તેની સામે 40 ખાનગી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે એક પણ ગ્રાન્ટેડ કોલેજની મંજૂરી આપવામાં આવી નથી, રાજ્ય સરકારે સરકારી કોલેજની મંજૂરીની સરખામણીએ ખાનગી કોલેજોને અપાયેલી મંજૂરીની ટકાવારી 40 ગણી થાય છે. રાજ્યમાં સૌથી વધુ ખાનગી કોલેજો ભાવનગર જિલ્લામાં 45 અને રાજકોટ જિલ્લામાં 43 કોલેજો આપવામાં આવેલી છે. આ બાબત ઉપરથી સાબિત થાય છે કે રાજ્ય સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવા તરફ આગળ વધી રહી છે.