બોડી ગામનો જાંબાવાળો કુવો જાંબાજ માણસો પેદા કરે તેમ છે, છતાં તે શોધાતો નથી

અરવલ્લી 27 જાન્યુઆરી 2020

બોડી ગામમાં ઈડર સ્ટેટના સમયમાં જાંબાવાળો નામ તરીકે ઓળખાતો કુવો હતો જેનું પાણી પીવાથી ઝનુન પેદા થતું લોકોમાં જોવા મળતું હતું. ઈડર રાજાએ ગામના એક વ્યક્તિને જેલમાં પૂર્યા હતા. હોળી સમયે તેમને ફાગણીયો ગાયો હતો. જેલના સળિયા તોડી નાંખ્યા હતા. રાજાએ તે જાંબાવાળા કૂવો પૂરી દીધો હતો. આ કૂવો ક્યાં હતો તે શોધી કાઢવામાં આવ્યો નથી. જો તેને શોધીને ખોદવામાં આવે તો ગુજરાતમાં વિશ્વના શ્રેષ્ઠ તાકતવર ખેલાડીઓ અહીં પેદા કરી શકાય તેમ છે. અહીં સ્પોર્ટસ યુનિવર્સિટીનું વડું મથક બનાવી દેવામાં આવે તો ગુજરાત રમતગમત ક્ષેત્રે આગળ આવી શકે તેમ છે.

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના અંતરિયાળ ડુંગરોની વચ્ચે ઘેરાયેલા ખોબલા જેવડા બોડી ગામની 500 ઘરના લોકોની વસતીમાંથી 150 યુનાવો લશ્કર, પોલીસ, સીઆરપીએફમાં છે. જેમાં 50 યુવાનો સૈનિક, 30 સીઆરપીએફ, 70 પોલીસ છે. દરેક ઘરમાંથી એક ફોર્સમાં છે.

1500ની વસ્તી ધરાવતુ ગામ થોડાક દાયકાઓ પહેલા પછાત અને મજુરીકામ કરી ગુજરાન ચલાવતા ગામ તરીકે ની છાપ ધરાવતું હતું.

ગામના બેકાર યુવાનો દિવસમાં છુટક મજુરી કરે અને વહેલી સવાર અને સાંજે દોડતા જોવા મળે છે. બોડી ગામના યુવાનો કબડ્ડી-ખોખો,દોડ, ઊંચી કૂદ, જેવી અનેક રમતોમાં રાષ્ટ્રીયકક્ષા સુધી પહોંચ્યા છે

વર્ષો પહેલા ગામના મોટાભાગના અભણ લોકો આજુબાજુના ગામમાં મજુરી કરવા જતાં હતા. પછી ગામના ગરીબ લોકોએ પોતાના સંતાનોને લશ્કર કે પોલીસમાં ભરતી કરવા તૈયાર કરવા લાગ્યા હતા.