બોયફ્રેંડ જેલમાં જતાં સ્ત્રી મિત્રએ દારૂનો ધંધો સંભાળી લીધો

બુટલેગરની સ્ત્રી મિત્ર પણ પોતાના પ્રમિના પગલે દારુ વેચવાના ધંધામાં લાગી ગઈ છે. જેલમાં બેઠેલાં ગાંધીધામના કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતની ગેરહાજરીમાં તેના વિદેશી બનાવટના શરાબના કરોડો રૂપિયાના કારોબારનું સંચાલન કરતી ગર્લફ્રેન્ડ નયના વિઠ્ઠલભાઈ બારોટ દ્વારા મગાવાયેલાં 39 લાખના વિદેશી શરાબનો જંગી જથ્થો ગાંધીધામના હાઈવે પરથી પોલીસે પકડી પાડ્યો છે.

ચૂંટણીઓ દરમિયાન દારૂની રેલમછેલ કરવાના ઈરાદે મગાવાયેલા શરાબના જંગી જથ્થા સાથે પોલીસે 7 આરોપીની ધરપકકડ કરી 3 દિવસ અગાઉ પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ધકેલી દીધો હતો. તેથી શિવરાજસિંહ જેલમાં ગયા બાદ તેની ગર્લફ્રેન્ડ  શરાબના કરોડોના કારોબારનું સંચાલન સંભાળી લીધું હતું.

શિવરાજસિંહે ધરપકડ અગાઉ હરિયાણાના રવિન્દ્ર નામના ધંધાર્થીને લાખ્ખો રૂપિયાના શરાબ અને બીયરનો જથ્થો કચ્છમાં મોકલી આપવા ઓર્ડર આપ્યો હતો. બૂટલેગર બૉયફ્રેન્ડ જેલમાં જતાં નયના બારોટે માલના કટીંગ-છૂટક ડિલિવરીની જવાબદારી સંભાળી લીધી હતી.

વિદેશી શરાબની 10 હજાર 692 નંગ બોટલો અને 1 લાખ 17 હજાર 600 રૂપિયાની કિંમતના બીયરના 1176 નંગ ટીનનો જંગી જથ્થો મળી આવ્યો હતો.