રાજકોટ,તા.10
રાજકોટના ઇન્દરા સર્કલ પાસે આવેલા એન્જોય હેર પાર્લરમાં ગાંધીધામ ડી સ્ટાફના નામે આવી તમે ગોરખધંધા કરો છો તેવી ધમકી આપી બ્યુટી પાર્લર ના સંચાલક પાસેથી રુપિયા 85000ની રોકડ તેમજ સીસી ટીવી કેમેરાનું ડીવીઆર ની લૂંટ ચલાવનાર એક સસ્પેન્ડેડ લોકરક્ષક તેમજ અન્ય લોક રક્ષક અને એક ટ્રાફિક વોર્ડન એમ ચારેય શખ્સોની ટોળકી અને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધી હતી. આ ટોળકી ની રિમાન્ડ માંગતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સસ્પેન્ડ કરાયેલા લોકરક્ષક કેયુર વનરાજ આહિર તથા બનાવ વખતે જે ફરજ પર હાજર હતા અને પોતાની ફરજ સ્થળ મૂકીને લૂંટ ચલાવવા પહોંચેલા કેયુર સાથેના લોકરક્ષક યોગેશ રમેશ ઠાકરીયા, પ્રવીણ વજુ મહિડા અને ટ્રાફિક વોર્ડન નવઘણ દેગડા ની પોલીસે ધરપકડ કરી હતી. ગાંધીગ્રામ પોલીસ ટીમે આ ચારેયના ચાર દિવસના રિમાન્ડ ની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા.જ્યાં ચરેયના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે આ ટોળકી પાસેથી બ્યુટી પાર્લર સંચાલક પાસેથી લૂંટી લીધેલા 85000 માંથી 47500 રોકડ કબજે કરી હતી તેમજ ડીવીઆર તે લૂંટી ગયા છે તે સીસીટીવી નું ડીવીઆર કબ્જે કરવા તપાસ શરુ કરાઇ છે. પોલીસે ચારેયની મામલતદાર પાસે ફરિયાદીની હાજરીમાં આેળખ પટેલ પણ કરાવી હતી અને કરીને ફરિયાદી અશોક વાઘેલા એ આેળખી બતાવ્યા હતા.
લૂંટમાં ઝડપાયેલ ત્રણેય પોલીસમેન અને ટ્રાફિક વોર્ડને અગાઉ તોડ કર્યો છે તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે આ ટોળકીએ અગાઉ એક મસાજ પાર્લર માં અને ગાંધીગ્રામ વિસ્તારમાં એક બ્યુટીપાર્લરમાં પણ મોટી રકમ પડાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.