જગન્નાથ જમીન ગોટાળો – 4
દિલીપ પટેલ
લાગણીશીલ લોકોનો ગેરફાયદો ઉઠાવાયો
અમદાવાદના લોકો કોઈ પર પણ વિશ્વાસ મૂકી દે એવા ભોળા છે. તેઓ મંદિરના બનાવટી લોકો પર પણ એટલો જ આંધળો વિશ્વાસ ધરાવે છે. સાધુઓ પર જ નહીં પણ હાથી પર પણ એટલો જ વિશ્વાસ ધરાવે છે.
મંદિરના પ્રિય હાથી સરજુ પ્રસાદની સમાધિ આસ્થાનું કેન્દ્ર બની શકે છે.
એક હાથી સરજુ પ્રસાદ હતો. સરજુ પ્રસાદ મંદિરના તમામ સંતો-મહંતો અને લોકોનો માનીતો હતો. રથયાત્રામાં સૌથી આગળ તે ભાગ લેતો હતો. તેણે સૌથી વધારે વખત રથયાત્રામાં ભાગ પણ લીધો હતો. હાથી સરજુ પ્રસાદનું જ્યારે અવસાન થયુ ત્યારે આખા મંદિરમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. અમદાવાદના લોકો પણ આંશુ સારતાં હતા. આથી તે સમયના લોકોએ સરજુની સમાધિ બનાવવાનું નક્કી કર્યુ હતું. તે સમયે સપ્તઋષિ સ્મશાન રોડ પરની કેલિકોમીલની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં તેની સમાધિ બનાવવામાં આવી. ત્યારથી આ સમાધિ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. લોકો ત્યાં જાય છે. સમાધિની ઉપર ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેની આસપાસ રહેતા મુસ્લિમ સમાજના લોકો પણ તેમા આસ્થા રાખે છે. 139 વર્ષ પહેલા 1876માં અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારથી લોકોની આવી જ ભાવના રહી છે. મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ આ પવિત્રરથયાત્રાની શરૂઆત કરી હતી.
જે પ્રજા હાથીને આટલો પ્રેમ કરી શકતી હોય તેનો પ્રેમ ભગવાન કૃષ્ણ માટે કેવો હશે. તેથી તો કરોડો રૂપિયાનું દાન જગન્નાથ મંદિરને લોકોએ આપ્યું છે. તેમાંથી ગૌશાળા અને ગૌશાળાની જમીન ખરીદી હતી અથવા દાનમાં મળી હતી. હવે આ જમીનો જ વેચી મારવામાં આવી છે.
આજના અપવિત્ર લોકોને એવી તે શું જરૂર પડી કે એક પછી એક જમીનો વેંચવા માંડી હતી.
જમીન કોના નામે રહી
સૌ પ્રથમ જમીન મહંત નરસિંહદાસજી બાલમુકુંદદાસજીની માલિકીની હતી.
12 માર્ચ 1953માં આ જમીન પુના રાજાનું નામ દાખલ કરવામાં આવ્યું હતું.
પુના રાજાનું નામ સામાન્ય ગણોતીયામાંથી રદ કરીને નરસિંહદાસનું નામ દાખલ કરેલું હતું.
નરસિંહદાસ ગુજરી જતાં તેમની હયાતીમાં 1959માં તેમના વારસદાર તરીકે મહંત સેવાદાસજી માધવદાસજીનું નામ દાખલ કરેલું હતું. તેઓ 1971માં ગુજરી જતાં તેમની હયાતીમાં 30 નવેમ્બર 1965માં વીલના આધારે મહારાજ રામહર્ષદાસજીનું નામ દાખલ કરાયું હતું. 14 મે 1975માં જમીન નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટના નામે મહંત અને ટ્રસ્ટી રામહર્ષદાસના નામે ટ્રાન્સફર કરાયું હતું. જે જગન્નાથ મંદિરના મહંત પણ હતા. તેઓ 7 જૂલાઈ 1994માં ગુજરી જતાં તેમના વીલ પ્રમાણે રામેશ્વરદાસજીના નામે જમીન થઈ હતી. તેમનું અવસાન 25 માર્ચ 2011માં અવસાન થતાં વસીયતના આધારે દિલીપદાસના નામે 7.28 હેક્ટર જમીન કરવામાં આવી હતી.
શું રમત થઈ ?
6 વર્ષ બાદ 28 ઓગસ્ટ 2017માં મહંત શ્રી ગૌ સેવા ટ્રસ્ટની ખેતીની ગૌશાળા માટેની જમીન વેચવા માટેની કે બીજી કોઈ પણ કાર્યવાહી કરવાની તમામ સત્તા ટ્રસ્ટના સહાયક ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને આપી દેવામાં આવી હતી. એક સામાન્ય સરક્યુલર ઠરાવ કરીને સત્તા અને તમામ અધિકાર મહેન્દ્ર ઝાને આપનામાં આવ્યા હતા. તેમ છતાં જે દસ્તાવેજ કરવામાં આવ્યા તેમાં સહી મહેન્દ્ર ઝાની નથી પણ મહંત દિલીપદાસની છે. આમ મહંતને ફસાવી દેવાયા હોય એવું અહીં સ્પષ્ટ થાય છે.
ચેરીટી કમિશ્નરની શંકાસ્પદ ભૂમિકા
બરાબર 4 મહિના બાદ ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ કાયદાની કલમ 36 હેઠળ જમીન વેચવા માટે ચેરીટી સમિશ્નર સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેની જાહેરાત 21 ડિસેમ્બર 2017માં સમાચારપત્રમાં આપવામાં આવી હતી. ખરીદનારા પાસેથી ઓફર માંગવામાં આવી હતી. ત્યારે ચેરીટી કમિશનર વાય. એમ. શુલ્ક હતા.
વેંચી દીધી
21 ડિસેમ્બર 2017ના એજ દિવસે રૂ.31.50 કરોડમાં જમીન લેવા માટે ભાજપના નેતાએ ઓફર કરી દીધી હતી. જે વેચવા માટે 17 ફેબ્રુઆરી 2018માં ટ્રસ્ટે ઠરાવ કરીને મંજૂરી આપી દીધી હતી. 23 માર્ચ 2018માં ચેરીટી કમિશ્નરે તે વેચવા માટે મંજૂરી આપી દીધી હતી. ચેરીટી કમિશ્નરે જાહેર કર્યું હતું કે કોઈ તકરાર કે વિરોધ આ જમીન વેચવા સામે આવ્યો નથી. 20 સપ્ટેમ્બર 2019ના રોજ દસ્તાવેજ કર્યા હતા. જેની રકમ આઈસીઆઈસીઆઈ અને અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંક મારફતે ટ્રસ્ટને ચૂકવ્યા હતા. દસ્તાવેજ સબ રજીસ્ટાર આર બી પટેલે કર્યો હતો.
કૃષ્ણની દ્વારકારમાં ગાયના નામે કૌભાંડ
ભગવાન કૃષ્ણની દ્વારીકામાં 17 ગામો પૈકી દરેક ગામની 100થી વધુ પાનામાં માહિતી મેળવીને ગૌચર જમીન સુધારણા કૌભાંડ જાહેર કરાયું છે. જાહેર કરનાર ગાંધીનગર ભાજપના કાર્યકર કલ્યાણસિંહ ચંપાવતને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા. ખોટા બિલો ઉતારીને જે-તે ખાનગી પાર્ટીઓને લાખો રૃપિયા ચૂકવી દેવાયા છે. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાનાં લીલાપુર ગામની મુરલીધર એજન્સીને તાર ફેન્સીંગ માટે 24 માર્ચ 2018માં 2.50 લાખ ચૂકવ્યા હતા. પણ જમીન પર ફેન્સીંગ કરાયું નથી. મહેશ્વર એન્ટરપ્રાઈઝ, નાગરાજ એન્ટરપ્રાઈઝ, મુરલીધર એજન્સીને લાખો રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. હકીકતમાં મુરલીધરના નામે કોઈ એજન્સીનું અસ્તિત્ત્વ જ નથી. ગાય માતાના નામે ગુજરાત સરકારની ગંભીર ગેરરીતિ છે.
RTIમાં મળેલી માહિતી પ્રમાણે 250 પૈકીનાં 177 ગામમાં ઝાડ, ઝાખરા, કાંટાની કાપણી, જેસીબી દ્વારા ગૌચરની જમીન સમથળ કરવા માટેનાં બિલ, આરસીસીના થાંભલાઓ અને તાર ફેન્સીંગના બિલ, ઘાસ માટેના બિયારણના બિલ, વાવણી અને લણણી તથા પાંજરાપોળોમાં ઘાસચારો પહોંચાડવાનાં બિલો મેળવાયા પણ તમામ બિલો સાવ બોગસ અને ખોટા છે. ગૌમાતાના નામે રાજકીય પક્ષો ચૂંટણી જીતી જતા હોય છે તેમજ ગૌચર સુધારણા યોજનાના નામે કોઈ જ નક્કર કામગીરી થઈ નથી. ભાજપના નેતાઓ ગાયના નામે પૈસા ખાઈ ગયા છે.