ભગવાનભાઈને ન્યાય અપાવવામાં અર્જુન મોઢવાડિયાનો મોટો ફાળો

ભગવાનભાઈને દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી મોકુળ રાખીને ન્યાય આપ્યો છે. તે મામલે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે, ભાજપે જે રીતે બિનબંધારણીય પગલાં ભરીને વિપક્ષને નાબૂદ કરવા પ્રયત્ન કર્યો છે. ભગવાનભાઇ ને ખોટી રીતે સસ્પેન્ડ કરવા પ્રયત્નો પણ કર્યો છે. સુપ્રીમ કોર્ટે પણ આ ચૂંટણની નહિ યોજવા સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સસ્પેન્ડ કરવાનો અધિકાર માત્ર રાજ્યપાલને જ મળેલા છે. ભાજપનો પ્રયત્ન નિષ્ફળ પુરવાર થયો છે. ન્યાયની જીત થઇ છે. 24 વર્ષ જૂના ખનીજ ચોરીના કેસ છે. જેને લઇને કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ આ મુદદે તમામ મદદ કરી હતી અને ભગવાનભાઈને કાયદાકીય અને રાજકીય પીઠબળ પૂરું પાડ્યું હતું. તેથી આ વિજય અર્જુન મોઢવાડિયાનો માનવામા આવી રહ્યો છે.

મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું કે, ભાજપને એટલી ઉતાવળ હતી કે તેમને તેમના ઊમેદવાર પણ જાહેર કરી દીધા છે. ભાજપે લોકોના ચુકાદાને ફેરવવાનો પ્રયાસ કર્યો છે. રાજકીય કિન્નાખોરી રાખીને ધારાસભ્યને સરન્ડર કરાવવાનો પ્રયત્ન હતો તેને નિષ્ફળતા મળી છે. કન્વિકશન થાય એટલે સભ્ય પદ રદ થાય એવી દલીલ સરકારે કરી હતી. કન્વિક્શન સ્ટે હોય ત્યારે ચૂંટણી જાહેરના કરવી જોઈએ. કિન્નાખોરી રાખની ભાજપ સરકાર પોતાનો પક્ષ કોર્ટમાં પુરવાર નથી કરી શકી.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભગવાના બારડ અને હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટ દ્વારા ફગાવતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, ભાજપની નીતિ રહી છે કે, કોંગ્રેસના નેતાઓ પર કેસ કરવા. લોભ લાલચો આપી, કેબીનેટમંત્રી પદ આપીને કોંગ્રેસના નેતાઓને પક્ષ પલટા કરાવવામાં આવે છે. જો આમાં પણ સફળતા ન મળે તો જે રીતે ભગવાન બારડ પર ખોટા કેસ કરીને એમનું સભ્ય પદ રદ કરાવ્યું તેવું કરવામાં આવે છે. અથવા હાર્દિક પટેલને ચૂંટણી લડવાના અધિકારો છે. તેના પર પણ તરાપ મારવામાં આવે છે. હાદિક પટેલની જગ્યાએ ભાજપના 30 ટકા ધારાસભ્યો અને સાંસદ સભ્યો એવા છે કે, જેના પર ગંભીર આરોપો લાગ્યા છે. બાબુ બોખરીયા કેબીનેટમંત્રી હતા. તેમની 34 દિવસ સજા ચાલુ રહી. છતાં તેમનું કેબીનેટ પદ ચાલુ રહ્યું અને તેમને સભ્ય પદ પરથી હટાવવામાં ન આવ્યા. કોંગ્રેસના આગેવાનોને ટાર્ગેટ કરીને તેઓ ભાજપના શરણે જાય એટલે તેમના પર ખોટા કેસો કરીને એમને હેરાન પરેશાન કરવામાં આવે છે. પરંતુ અમે બેગણા જુસ્સાથી એમની સામે લડીશું.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.  ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે. અમારા સીનિયર નેતા ભગાભાઇ બારડ સામેના કેસમાં સ્ટે મળ્યો હોવા છતાં વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી દ્વારા ઉતાવણમાં અથવા કોઇપણ જાતની કાયદાકીય જોગવાઇઓને ધ્યાનમાં લીધા વિના નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપ કિન્નાખોરી રાખી રાજકીય દબાણ ઉભું કરવા, ડરાવવા, ધમકાવવા માટે આ રીતે પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસનો એક એક કાર્યકર ભગાભાઇ સાથે છે. કોંગ્રેસે આ મુદ્દે કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું હતું. અમે આ મુદ્દે આંદોલન સ્વરૂપે પણ લડત આપવાનું નક્કી કર્યું છે.

બીજી બાજુ કોંગ્રેસ દ્વારા હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડાવવાની તૈયારીઓ દેખાડવામાં આવે છે એન હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા ઈચ્છતો હતો પરંતુ હાર્દિક પટેલને વિસનગરના ધારાસભ્ય ઋષિ પટેલની ઓફીસમાં પાટીદાર આંદોલન સમયે કરેલી તોડફોડ મામલે સેસન્સ કોર્ટ કરેલી બે વર્ષની સજા રોળા રૂપ બની હતી. ત્યારે આ સજા પર સ્ટે મૂકવા માટે હાર્દિક પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ સરકારી વકીલની દલીલોના કારણે કોર્ટે હાર્દિક પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી હતી.

વિધાનસભા અધ્યક્ષના નિર્ણય પર ફેર વિચારણા કે સમીક્ષા કરવા માટેની એપેલેટ બોડી ચૂંટણીપંચ નથી. ચૂંટણી પંચે કરેલા એફિડેવિટ બાદ હાઈકોર્ટે ચૂંટણીપંચને એ પણ પૂછ્યું હતું કે જ્યારે ભગવાન બારડને દોષિત જાહેર કરવાના નિર્ણય પર રોક લાગેલી હતી, તેવામાં ઉતાવળથી ચૂંટણી જાહેર કરવાની શું જરૂર હતી, જેમાં ચૂંટણી પંચે પોતે નિયમાનુસાર કાર્યવાહી કરી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું.

વિધાનસભા અધ્યક્ષના સેક્રેટરીએ આ પહેલા કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે ધારાસભ્યને જે દિવસે બે વર્ષથી વધારેની સજા પડી તે જ દિવસથી તે બેઠક પર તેઓ ગેરલાયક ઠરે અને એ જગ્યા ખાલી પડી ગણાય. તેવામાં ભગવાન બારડની રજૂઆતો કોર્ટે સ્વીકારવી જોઈએ નહીં. ભગવાન બારડે પોતાની અરજીમાં વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને પડકારવાની સાથે-સાથે તાલાલા બેઠક પર થનારી પેટા ચૂંટણીને પણ પડકારી હતી. ગુજરાતમાં આ માટે 23મી એપ્રિલે મતદાન પણ યોજાવાનું હતું. જોકે, સુપ્રીમ કોર્ટે વચગાળાનો સ્ટે આપતાં હાલ, પૂરતી ચૂંટણી ટળી ગઈ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે વિધાનસભાના અધ્યક્ષ, ચૂંટણીપંચ અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે.