ભણગોરમાં ભાજપને પ્રવેશ પર પ્રતિબંધ, વિમો આપો નહીંતર તમારો વિમો છે

દુષ્કાળગ્રસ્ત લાલપુર તાલુકામાં માત્ર 16.69% વીમો આપવામાં આવ્યો છે. નિષ્ફળ પાક જવાના કારણે અને પાક વીમો પૂરતો ના મળવાના કારણે લાલપુરના ભણગોર ગામના ખેડૂતો સરકારથી નારાજ થઇ ગયા છે. રૂપાણી સરકારને રજૂઆત કરી હતી, પણ ભાજપ સરકાર કંઈ સાંભળતી ન હતી તેથી લોકસભાની ચૂંટણીમાં 4 હજાર લોકો મતદાન નહીં કરે એવું નક્કી કર્યું છે.

ભણગોર ગામના ખેડુતોએ મોટી સંખ્યામાં લાલપુરમાં રેલી કાઢી હતી. બળદગાડામાં બેસીને બેનરો સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યકત કર્યો છે. ખેડુતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. ખેડુતોની માંગ છે કે વરસાદ ઓછો થયો છે, ત્યારે આ વિસ્તારના ખેડુતોને વધુ પાકવીમો 100% મળે તેવી માંગ કરી છે. જામનગર સહીત ગુજરાતના ઘણા ગામો અપૂરતા વરસાદને કારણે સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યા છે. જેમાં જામનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. ત્યારે લાલપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે છે પરંતુ અછતગ્રસ્ત તાલુકાને જે-જે સહાય મળવી જોઈએ તેવી કોઈપણ સહાય સરકાર દ્વારા આપવામાં આવી નથી.

જો આ માટે કોઈ પગલા નહી લેવાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગ્રામજનો મતદાનનો બહીષ્કાર કરી ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે તેમને લાલપુરના પ્રાંત અધિકારીને આ બાબતે આવેદન પાત્ર પાઠવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભણગોર ગામના લોકો જોડાયા હતા. ત્યારે જામનગરમાં બે દિવસ પહેલા આવેલા ચૂંટણી પ્રચારમાં રાજ્યના કૃષિ મંત્રીએ જામનગર અને રાજ્યમાં કોઈ વખત મંજુરના થયો તેટલો પાક વીમો સરકારે ખેડૂતોને આપ્યો છે. તેવું તેમને મીડિયા સમક્ષ ચર્ચા કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર પાક વીમો આપી ખેડૂતોને રાજી કર્યા છે કે શું? તે તો હવે આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામ માં જ જોવા મળશે.

જામનગર જિલ્લાના ભણગોર ગામમાં રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાડી દીધા છે. આ બાબતે ભારે ચર્ચા જાગી છે. ગ્રામજનોએ પાક વીમાના પ્રશ્ને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. ચબરાક મતદારો પણ પોતાનું કામ કઢાવવા માટે નેતાઓનું નાક દબાવી રહ્યા છે.

વ્યાપક ભ્રષ્ટાચાર
ભણગોર ગામમાં બનાવવામાં આવેલા આર.સી.સી. રોડમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સમક્ષ કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના સદસ્ય અને અગ્રણી રાજસીભાઈ ડાંગર તેમજ ગ્રામજનોએ આ રજુઆતમાં જણાવ્યું છે કે, ભણગોર ગામમાં હાઈસ્કૂલથી જયંતિલાલ ાનાણીના ઘર સુધી તેમજ ગામના પાદર સુધી આર.સી.સી. રોડ બનાવાયો છે. જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યા પછી દસ જ દિવસોમાં રોડ તૂટવા લાગ્યો હતો. પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામ થયું નથી. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતથી કામમાં મસમોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ બાબતે એસઓને પણ ફરિયાદ કરવામાં આવતા તેઓએ પણ કોઈ પગલા લીધા ન હતા.

જો સાત દિવસમાં યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમ પણ તાલુકા પંચાયતના સદસ્ય રાજસીભાઈ ડાંગરે જણાવ્યું છે.