જાફરાબાદ તાલુકા ના મીઠાપુર માં શાળા પરિસર અને નેશનલ હાઇવે બને ભેગા થયા
નેશનલ હાઇવે ઓથોરીટી એ સ્કુલ ના પાંચ ઓરડા અને પ્રોટેક્શન વોલ તોડી પાડતા બાળકો ભારે હાલાકી .. સરકારી પ્રાથમિક શાળા ના બાળકો દોડી ને હાઈવે પર જતા રહે છે
૧૮૦ જેટલા વિદ્યાર્થી ઓ નું ભણતર ભય તળે
એક તરફ સરકારી શાળા અને તેના પરિસર માંથી પસાર થતો નેશનલ હાઇવે . નેશનલ હાઇવે ના કારણે સરકારી સ્કુલ ના ૧૮૦ વિધાર્થી ઓ પરેશાન હાલ છે પાંચ માં મહિના માં નેશનલ હાઇવે પહોળો થતા મીઠાપુર માં આવેલ સરકારી શાળા ના પાંચ રૂમ ટોઇલેટ સહીત દીવાલ ને હાઇવે ઓથો રીટી એ પાડી ત્યાં હાઇવે બનાવી દીધો જેથી સ્કુલ પરિસર પાસે થી હાઇવે પસાર થતા જાફરાબાદ તાલુકા ના મીઠાપુર ની સરકારી શાળા ના બાળકો પરેશાન હાલ છે અને બાળકો દોડી દોડી ને હાઇવે પર ચાલ્યા જાય છે ત્યારે કઈ અજૂબતું બન્યું તો જવાબદારી કોની તે એક સવાલ છે હાલ સરપંચ શાંતુ ભાઈ વરુ સહીત અનેક શાળા ના વાલી ઓ એ રજૂઆત કરી છે કે તેઓ ને ફરી હાઇવે અને સ્કુલ વચે દીવાલ નું પ્રોટકશન આપવામાં આવે જેથી બાળકો ને જીવ નું જોખમ ન રહે પરંતુ તંત્ર ના ધ્યાને આ સરકારી શાળા ના બાળકો જાણે આવતા જ નથી અને બાળકો દોડી દોડી ને હાઇવે પર જતા રહેતા હોવાથી વાલી ઓ પણ રિશેષ દરમિયાન અહી આવી જાય છે અને પોતાના બાળકો નું સંરક્ષણ કરે છે
જાફરાબાદ તાલુકા ના મીઠાપુર ગામ ની સરકારી શાળા પરિસર માંથી નવો બનતો હાઈવે પસાર થઇ રહ્યો છે જેથી સરકારી શાળા ને ખાસું નુકશાન પહોચાડી શાળા ના પાંચ ઓરડા ટોઇલેટ દીવાલ તોડી પાડી રોડ બનાવી દેતા સ્કુલ અને રોડ બને એક થઇ જવા પામ્યા છે સ્કુલ માંથી બહાર નીકળો તો સીધો સોમનાથ નેશનલ હાઇવે લાગુ પડે જેથી બાળકો સીધાજ હાઇવે પર દોડી ને જતા રહે છે .હાઇવે તંત્ર દ્વારા કોઈ દીવાલ કે રૂમ બનાવી દેવામાં આવેલ નથી જેથી સ્કુલ અને હાઇવે બને એક છે અને છાશવારે સરકારી સ્કુલ ના બાળકો હાઇવે પર દોડી ને જતા રહે છે જેથી ગામ ના વાલી ઓ વિદ્યાર્થી ના રિશેષ દરમિયાન સ્કુલ માં આવે છે અને બાળકો નું ધ્યાન રાખે છે ત્યારે અનેક રજૂઆત થઇ હોવા છતાં તંત્ર આજ દિન સુધા ફરક્યું નથી જેથી સરકારી શાળા ના ૧૮૦ બાળકો ને સતત નેશનલ હાઇવે ના વાહનો ને કારણે તકલીફ થઈ રહી છે અને ઓરડા પાડી નાખતા હાલ બાળકો ને એક વર્ગ ખંડ માં બે અલગ અલગ ધોરણ ના બાળકો ને બેસાડવા માં આવી રહ્યા છે જેનાથી સ્કુલ સ્ટાફ પણ પરેશાન છે અને સતત બાળકો નું ધ્યાન રાખી રહ્યા છે કે બાળકો દોડી ને હાઈવે પર ન જતા રહે આ અંગે શાળા ના પ્રિન્સીપાલ અનિરુધ વાળા જણાવે છે કે આ પ્રશ્ન જટિલ છેઅને સોલ થાય તેવી અમારી માંગ છે ત્યારે હાલ આ સરકારી શાળા ના ૧૮૦ જેટલા બાળકો નું ભણતર ભય તળે છે.