ભરતસિંહ સોલંકી 3 તારીખે ઉમેદવારી નોંધાવશે, આપ્યા વચનો

આણંદ લોકસભાના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા 2015માં બીજી વખત ગુજરાત પ્રદેશના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ પક્ષના સંગઠનને મજબુત કરવા સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરવો પડ્યો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જવલંત સફળતા મળી હતી. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આવી આમ આણંદની જનતાને પૂરતો સમય આપી શક્યો નથી. પરંતુ સારા નરસા પ્રસંગોમાં આપની સાથે ઉભો રહેવાનો પ્રયાસ કર્યો છે.

આદરણીય રાહુલજી અને આણંદની જનતાએ મારામાં જે વિશ્વાસ મુક્યો તે બદલ હું તેમનો આભાર માનું છું.

આણંદ ખાતે એક સરકારી અંગ્રેજી માધ્યમની સ્કૂલ બને , સસ્તું અને સારું શિક્ષણ મળે તે માટે કોંગ્રેસ વાર્ષિક સામાન્ય બજેટમાં 3% ને બદલે 6% રકમ ફાળવશે. સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી એકમાત્ર યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો અપાવીશું.

આણંદ જિલ્લામાં એક ફૂડ પ્રોસેસિંગ ઝોન બનાવીશું કે જેથી ખેડૂતોને તેમના પાકની વેલ્યુ એડિશન થાય અને તેનાથી ખેડૂતોને ફાયદો થાય અને નવી રોજગારીની તકો ઉભી થાય. તમાકુની ખેતીની સાથે શેરડીનો પાક પણ ખેડૂતો પકવે અને જિલ્લામાં સુગર ફેક્ટરી ફરીથી ધમધમતી થાય.

ધુવારણનું વિજમથક રાજ્યસરકારની બેકાળજીને કારણે મૃતપ્રાયઃ અવસ્થામાં આવી ગયું છે. યુ પી એ સરકારના ઉર્જા મંત્રી તરીકે ધુવારણ પાસે 660 મેગાવોટનું વિજમથક સ્થાપવાની દરખાસ્ત મંજુર કરાવી હતી. પણ રાજ્યસરકારે ના કરવા દીધું. અમે ફરીથી ધુવારણ પાસે નવું વિજમથક લાવીશું. જેથી જિલ્લામાં રોજગારીની તક ઉભી થાય અને ખંભાત તાલુકાનો વિકાસ થાય.

કાંઠાગાળાની જમીનો મહીસાગરના ખારા પાણીને કારણે ખારાશ થઈ ખેતી માટે નકામી બની જાય છે. ખેડૂતો માટે બદલપુર થઈ તિથલ સુધી આડબંધ બાંધવાનું કામ કરીશું. પેયજળ અને સ્વચ્છતા મંત્રી તરીકે જિલ્લામાં પીવાના શુદ્ધ પાણી માટે રૂ.800 કરોડ જેટલી રકમ ફાળવી હતી. જ્યારે ભાજપ સરકારે પીવાના શુદ્ધ પાણીની જવાબદારી જનતાની છે તેમ કહી 13 પેરામીટર માંથી 10 કાઢી નાંખ્યા હતા અને પાણી આપવામાં આવતું નથી.

યુવાનો પોતાના પગ ઉપર ઉભરહી શકે માટે જે ઉદ્યોગ સાહસિકોને ત્રણ વર્ષ સુધી કોઈ મંજૂરી લીધાા વગર  કરવેરા નહીં ભરવા પડે. આણંદને સિવિલ હોસ્પિટલ તો ખરી પણ એઇમ્સ પણ મળી શકે. બહેનોને બધુંજ મફત શિક્ષણ મળશે. ભાજપ સરકાર દ્વારા મેં ચાલુ કરાવેલી મોબાઈલ ટ્રેન ટીકીટ બુકીંગ વાન બંધ કરી દેવાઈ જેને ફરીથી ચાલુ કરાવીશું.

કર્ણાટકની જેમ સૌને માટે ભોજન યોજના અમલમાં મુકીશું. આરોગ્ય ક્ષેત્રે 1.50%ને બદલે 3.50% બજેટ ફાળવીશું.

NYAY યોજના હેઠળ દેશના 25 કરોડ ગરીબ લોકોને વાર્ષિક રૂ.72000 તેમના ખાતામાં આપીશું.