જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ઘ્વારા જાફરાબાદનાં ટીબી વિભાગમાં ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવ્યા બાદ અમુક ભ્રષ્ટ અધિકારીઓએ લાયકાતને બદલે લાગવગનાં આધારે ભરતી કર્યાનો આક્ષેપ કરીને નારાજ ઉમેદવારોએ પાંચ મહિના પહેલા ઉચ્ચ અધિકારીઓને તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી. રાજયનાં આરોગ્ય મંત્રીએ ઉચ્ચકક્ષાએથી કથિત ભરતી કૌભાંડની તટસ્થ તપાસ કરાવીને અન્યાયનો ભોગ બનેલ યુવાનોને ન્યાય આપવો જોઈએ અને ભ્રષ્ટાચારમાં સામેલ અધિકારીઓ સામે ફોજદારી રાહે પગલા ભરવા જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.