ભરતી કૌભાંડ કરનારી ત્રણ શાળાઓની માન્યતા રદ

હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ત્રણ ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ અંદાજે ૨૦ શિક્ષકોની બોગસ ભરતી કરીને સરકારના નાણાનો દુર ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાયા બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર કાર્યવાહી કરીને આ ત્રણ શાળાની માન્યતા રદ કરવાના કરાયેલા આદેશ બાદ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ધ્વારા ત્રણેય શાળાઓની માન્યતા રદ કરીને તેના અગત્યના દસ્તાવેજો નજીકમાં આવેલી શાળાઓને સુપ્રત કરાયેલા છે સરકારની આ કાર્યવાહીથી આ ત્રણ શાળાઓમાં ભણતા અંદાજે ૭૪૨ વિધાર્થીઓને અન્ય શાળાઓમાં ભણવા માટે જવું પડશે .
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ . કે . વ્યાસના જણાવાયા મુજબ ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ નાનાસેબલીયા ગામની સરભ સ્કૂલમાં વર્ષ ૨૦૧૪ – ૧૫ માં સંચાલક ધ્વારા ૪ શિક્ષકોની ભરતી કરાઈ હતી તે જ પ્રમાણે ગુંદેલની સી . એસ . બહાભટ્ટ હાઈસ્કૂલમાં પ જ્યારે પરોવાની બી . એસ . વાઘેલા અને એન . એસ . વાઘેલા કલમાં ૧૮ શિક્ષકોની ભરતી કરાયા બાદ તે અંગે શિક્ષણ વિભાગે કરેલી તપાસ બાદ સંચાલકોએ શિક્ષકોની ભરતી કરવામાં લાખો રૂપીયાની કટકી કરી હતી તથા સરકારના નિયમ વિરૂધ્ધ ભરતી કર્યા બાદ તેમનો પગાર સરકાર તરફથી ચૂકવવામાં આવતો હતો અને તપાસને અંતે આ સંચાલકોએ સરકાર સાથે વિશ્વાઘાત અને છેતરપીંડી કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું .
 ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા આ સંચાલકોને નોટીસ આપીને તેમની સંસ્થાની માન્યતા કેમ દ ન કરવી તે માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમાં સંચાલકોએ કરેલી કાર્યવાહી નિયમ વિરૂધની હોવાનું સાબિત થતા બે દિવસ અગાઉ શિક્ષણ બોર્ડ દ્વારા આ ત્રણ શાળાઓની માન્યતા રદ કરવા માટે સાબરકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કરાયા હતા ત્યારહ્માદ જિલ્લા શિક્ષણાધિકારીએ ગુરૂવારે ત્રણ ટીમો બનાવીને તેમને ગંદેલ , પયા અને નાનાસેબલીયા ગામની સ્કૂલોમાં મોકલી આપવામાં આવી હતી આ ટીમોએ સંચાલકોની હાજરીમાં શાળાની માન્યતા રદ કરવાના ભાગરૂપે ત્રણેય શાળાના મળી અંદાજે ૭૪૨ તેમની નજીકમાં આવેલી દેરોલ , ઉંચીધનાલ , ખેરોજ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણવા માટે મોક્લી આપવાનો નિર્ણય લેવાયો હતો આ તબક્કે નજીકમાં આવેલી ત્રણેચ હાઈસ્કૂલના આચાર્યોને પણ હાજર રખાયા હતા .
જોકે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરાયેલી આ કાર્યવાહી દરમિયાન હાલ ફરજ બજાવતા અંદાજે ૨૦ શિક્ષકોને નજીકમાં આવેલી હાઈસ્કૂલોમાં કામચલાઉ રીતે ફરજ બજાવવા માટે જણાવાયુ છે કે જે શાળઓની માન્યતા રદ કરાઈ છે તે શાળાઓનું દફતર નજીકની ત્રણ શાળઓને સુપ્રત કરાયા બાદ વિધાર્થીઓને આ સિવાયની કોઈ સ્કૂલમાં ભણવુ હશે તો તેમને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વિના મૂલ્વે પ્રવેશ અપાવાશે આ ઉપરાંત ૨૦ પૈકી જે શિક્ષક ભવિષ્યમાં ફાજલ પડશે તો તેમને પણ અન્ય સ્થળે સમાવવાનું નક્કી કરાયું છે . જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શિક્ષણ બોર્ડના આદેશ બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે કરેલી એસીડીક કાર્યવાહીથી શિક્ષણ આલમમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે.