સર્વોચ્ચ પડતરમાં 58,669 દાવાઓ અનિર્ણિત, જ્યારે ગુજરાતમાં 18 લાખ દાવા પડતર

દેશની વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે જેમાં ગુજરાત વડી ન્યાયાલયમાં 2 લાખ દાવા પડતર છે. વળી નીચલી અદાલતોમાં 16 લાખ અને ગ્રાહક ન્યાયાલયમાં 20 હજાર દાવા છે.

16 લાખ દાવા પડતર

16 ઓગસ્ટ 2018માં ‘તારીખ પે તારીખ’ ગુજરાતની વડી અદલતની નીચલી ન્યાયાલયમાં ૧૬ લાખ પડતર દાવા છે. ગુજરાતમાં અમદાવાદમાં એકલા જ ૮૧,૩૬૪ દાવા પાંચ વર્ષથી પણ વધુ સમયથી પડતર પડ્‍યાહતા. ૭૬,૫૭૭ દાવા પાંચ વર્ષથી પડતર પડ્‍યા છે. હાલના સમયમાં પણ ગુજરાતની નીચલી અદાલતોમાં ૧૫,૯૫,૦૧૧ દાવા પડતર પડ્‍યા હતા. કેટલાક વર્ષો પહેલા કોર્ટમાં પડતર દાવાની સંખ્‍યા ૨૨ લાખ હતી.

દેશની હાલત

જૂન 1, 2019 ની સ્થિતિએ કુલ 58,669 દાવાઓ સર્વોચ્ચ પડતરમાં અનિર્ણિત છે, જ્યારે દેશનાં વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં 43.55 લાખ દાવાઓ અનિર્ણિત છે. આ વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓ પૈકી 8.35 લાખ દાવાઓ 10વર્ષ કરતાં વધુ સમયથી છે. 8.44 લાખ દાવાઓ 5 થી 10 વર્ષ જેટલા સમયથી અનિર્ણિત છે.

નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ(NJDG)માં ઉપલબ્ધ માહિતી અનુસાર, દેશના વિવિધ ઉચ્ચ ન્યાયાલયોમાં અનિર્ણિત દાવાઓમાં 18.75 લાખ દીવાની દાવાઓ છે, જ્યારે 12.15 લાખ ફોજદારી દાવાઓ છે અને 12.65 લાખ અદાલતી અરજીઓ (રીટ પીટીશનો) છે. ઉપલબ્ધ માહિતી મુજબ 26.76 લાખ દાવાઓ ઉચ્ચ ન્યાયાલયોમાં પાંચ વર્ષથી ઓછા સમયથી અનિર્ણિત છે, 8.44 લાખ દાવાઓ પાંચ વર્ષથી વધુ સમય અને 10 વર્ષ કરતા ઓછા સમયથી અનિર્ણિત છે, જ્યારે 8.35લાખ દાવાઓ 10 વર્ષ કરતા વધુ સમયથી અનિર્ણિત છે.

પાંચ વર્ષથી વધુ સમય માટેના દાવાનો નિકાલ કરવા માટે વડી અદાલતોમાં એરિયર્સ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. વડી ન્યાયાલય અને જિલ્લા અદાલતોમાં દાવાના ભારણને ઘટાડવા માટે પગલાં તૈયાર કરવા સુપ્રીમ કોર્ટમાં એરિયર્સ કમિટીની રચના કરવામાં આવી છે. હાલમાં, 581 ફાસ્ટ ટ્રેક કોર્ટો સમગ્ર દેશમાં કાર્યરત છે અને સાંસદો/ધારાસભ્યોની સંડોવણી ધરાવતા ફોજદારી દાવાના ઝડપી નિકાલ માટે 11 રાજ્યોમાં 12 વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે.

સરકાર દ્વારા સ્થાપિત નેશનલ મિશન ફૉર જસ્ટિસ ડિલિવરી એન્ડ લીગલ રીફોર્મ્સએ ન્યાયિક વહીવટમાં બાકી અને અનિર્ણિત દાવાના તબક્કાવાર નિકાલ માટે સમન્વયિત અભિગમ અપનાવ્યો છે, જેમાં વિવિધ વ્યૂહાત્કમ પહેલોનો સમાવેશ થાય છે, જેમ કે અદાલતોની માળખાકીય સુવિધાઓમાં વધારો, બેહતર ન્યાય વિતરણ માટે માહિતી અને સંચાર તકનીક (ICT) નો લાભ મેળવવો, તેમજ ઉચ્ચ ન્યાયાલયો અને સર્વોચ્ચ પડતરમાં જજોની ખાલી જગ્યાઓ ભરવી.

ન્યાયતંત્ર માટે માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કેન્દ્ર પ્રાયોજિત યોજનાનો પ્રારંભ 1993-94માં કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત રૂ. 6,986.50 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાંથી સન્ 2014 પછી રાજયો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને રૂ. 3.542.20 કરોડ ફાળવવામાં આવ્યા છે.

છેલ્લાં 5 વર્ષમાં કોર્ટ હોલની સંખ્યા 15,818થી વધીને 19,101 થઇ છે અને નિવાસી એકમોની સંખ્યા 10,211થી વધીને 16,777 થઇ છે. આ ઉપરાંત 2,879 કોર્ટ હોલ અને 1,886 નિવાસી એકમો બાંધકામ હેઠળ છે. કેન્દ્ર સરકારે 01.04.2017થી31.03.2020 સુધી 12મી પંચવર્ષીય યોજનાના સમયગાળા પછી અંદાજિત રૂ. 3,320 કરોડના વધારાના ખર્ચ સાથે યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

કમ્પ્યુટરાઇઝ્ડ જિલ્લા અને પેટા અદાલતોની સંખ્યા 13,672થી વધીને 16,845 થઈ ગઈ છે, જે 2014થી આજ દિન સુધીમાં 3,173નો વધારો દર્શાવે છે. ઈ-કોર્ટ્સ(e-Courts) સેવાઓ જેમ કે, કેસ રજિસ્ટ્રેશનની માહિતી, કારણ સૂચિ, કેસની સ્થિતિ, દૈનિક આદેશો અને અંતિમ ચુકાદાઓ ઈ-કોર્ટ્સ(e-Courts) વેબ પોર્ટલ મારફતે અરજદારો અને વકીલો માટે ઉપલબ્ધ છે, તમામ કમ્પ્યુટરાઇઝ્ડ કોર્ટમાં ન્યાયિક સેવા કેન્દ્રો (જેએસસી), ઈ-કોર્ટ્સ(e-Courts) મોબાઇલ એપ્લિકેશન, ઇ-મેઇલ સેવા, SMS મોકલવા અને મેળવવા માટેની સેવાઓ ઉપલબ્ધ છે, એમ નિવેદનમાં જણાવ્યું હતું. વકીલો અને અરજદારોને સંબંધિત સૂચિ અને કેસ સંબંધિત અન્ય માહિતી સંબંધિત ન્યાયિક માહિતી પ્રચાર કરવા માટે તમામ કમ્પ્યુટરાઇઝ્ડ કોર્ટ કોમ્પ્લેક્સ પર માહિતી કિઓસ્ક્સની રચના કરવામાં આવી છે. ઈ-કોર્ટ્સ(e-Courts) પ્રોજેક્ટ સતત દેશના ટોચના 5 મિશન મોડ પ્રોજેક્ટ્સમાં રહ્યો છે.

સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને જિલ્લા તથા પેટા અદાલતોમાં ખાલી જગ્યાઓ ભરવાના હેતુથી છેલ્લા પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં 31 ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી, હાઇકોર્ટમાં 454 નવા ન્યાયાધીશોની નિમણૂંક કરવામાં આવી હતી અને 366 વધારાના ન્યાયમૂર્તિઓને કાયમી કરાયા હતા. છેલ્લા 5 વર્ષમાં હાઇકોર્ટના ન્યાયાધીશોની મંજૂર કરાયેલી સંખ્યા 906થી વધારીને 1079 અને જિલ્લા અને પેટા અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની સંખ્યા 19,518થી વધારીને 21,340અને કાર્યકારી ક્ષમતા 15,115થી વધારીને 17,757 કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ સંચાર અને ઇલેકટ્રોનિક્સ એન્ડ ટેકનોલોજી ઇન્ફોર્મેશન મંત્રી રવિશંકર પ્રસાદે ઉપરોકત માહિતી રાજયસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં આપી હતી.

દારુના દાવા

જરાતની કોર્ટોમાં દારૂ પિનારાઓના બોમ્બે પ્રોહિબિશન એક્ટ (નશાબંધી કાયદા)ના 55,645 હજાર ગુના પડતર છે. 2 એપ્રિલ 1981માં 3,000 દારૂબંધી ભંગના દાવા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી ચલાવ્યા વગર ન્યાયાલયમાં પડતર હતા. આમ વસતિ વધી છે

ગ્રાહકોને જ ન્યાય મળતો નથી

24 ડિસેમ્બર 2016ના ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષમાં ૨૦,૬૭૭ દાવા શહેર-જિલ્લા ગ્રાહક ફોરમ અને સ્ટેટ કમિશનમાં પેન્ડિંગ પડયા હતા. જેનો આજદીન સુધી નિકાલ આવ્યો નથી. આ અંગેના સૌથી વધુ પડતર કેસ વડોદરા શહેરમાં ૪ હજારથી વધુ હતા. જ્યારે અમદાવાદમાં ૨,૮૫૭ ફરિયાદો પેન્ડિંગ છે. ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષમાં શહેર-ગ્રાહક ફોરમમાં બે લાખથી પણ વધુ દાવા દાખલ થયા છે. જેમાંથી ૧૫,૭૫૪ કેસ હજુ વિવિધ જિલ્લાની કોર્ટોમાં પડતર છે. જ્યારે સ્ટેટ કમિશનમાં ૫૪,૩૦૨ દાવા દાખલ થયા હતા. તેમાંથી હાલ ૪,૯૨૩ દાવા પડતર હોવાનું જાણવા મળે છે.ગુજરાતમાં સૌથી વધુ ૫૦ હજારથી પણ વધુ ફરિયાદો વિવિધ વીમા કંપનીઓ સામે આવી ચૂકી છે. જેમાં દાવો નકારવો અને અધુરી રકમ આપવાની બાબત મુખ્ય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ અઢી લાખથી વધુ ફરિયાદો આવી ચૂકી છે.

છેલ્લા ૨૫ વર્ષના પેન્ડિંગ દાવાના આંકડા

પડતર દાવાની સંખ્યા 
અમદાવાદ શહેર૧,૧૩૧
અમદાવાદ શહેર(એડિશનલ)૭૮૫
અમદાવાદ ગ્રામ્ય૯૪૧
વડોદરા શહેર૨,૧૫૭
વડોદરા શહેર(એડિશનલ)૨,૧૨૭
સુરત શહેર૭૯૮
સુરત શહેર(એડિશનલ)૧,૪૧૨
રાજકોટ શહેર૩૯૮
રાજકોટ (એડિશનલ)૨૮૫
ગાંધીનગર૩૭૫
સાબરકાંઠા૧૯૨
મહેસાણા૩૫૬
બનાસકાંઠા૨૩૭
કચ્છ૫૩૦
જામનગર૧૪૫
અમરેલી૧૯૬
ભાવનગર૩૬૧
સુરેન્દ્રનગર૧૧૪
જુનાગઢ૩૧૦
પંચમહાલ૧,૧૬૬
ખેડા૧૩૧
ભરૃચ૭૬૭
વલસાડ૨૪૪
આણંદ૪૪૭
પાટણ૮૭
નવસારી૬૨
કુલ ૧૫,૭૫૪