ભરૂચ ભાજપના અનેક જૂથોમાં મજબૂત જૂથ કોનુ ?.
ભરૂચ નગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપમાં અનેક પ્રકારના જૂથો ઊભા થયા છે, જેમાં એક મજબૂત જૂથ ધારાસભ્ય દુષ્યંત પટેલનું છે. ઉપરાંત ભરૂચ જિલ્લા અને ભરૂચ નગર ભારતીય જનતા પાર્ટી એકમના મોવડી મંડળના સભ્યોનું એક અલગ જૂથ છે. વળી રાજય કક્ષાના ભાજપના નેતોઓ અને ગાંધીનગરના નેતાઓના સીધા સંપર્કમાં આવેલા ભાજપના કાર્યકરો પોતપોતાની રીતે વગદાર નેતાઓના આશીર્વાદ હોવાનો દાવો કરીને જૂથો ચલાવી રહ્યા છે.
ભરૂચ નગર પાલીકાના હાલના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને ઉપપ્રમુખ ધારાસભ્ય દુષ્યંત પટેલના લોબીના છે.
ધારાસભ્ય દુષ્યંત પટેલનું જૂથ મજબૂત છે.
હવે પછી 11 સપ્ટેમ્બર 2018માં 11 સમિતિ રચવામાં આવશે ત્યારે MLAનું પ્રભુત્વ રહેશે. એટલે કે ભરૂચ જિલ્લામાં દુષ્યંત પટેલ અત્યારે સૌથી વધારે મજબૂત ચાલી રહી છે. જેના કારણે ભાજપના બીજા સભ્યોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અને લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બાદ હવે પાલિકાઓની જુદી જુદી સમિતિઓની રચના 11મી તારીખે થશે ત્યારે આ જૂથવાદ પરાકાષ્ટા ઉપર આવીને ઊભો છે. જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલનું પ્રભુત્વ હોવાથી ભાજપનું સંગઠન માળખું બાજુમાં ધકેલાઇ ગયું છે. જૂથવાદ અંગે રાજ્ય કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે. હવે આ બાર સમિતિઓમાં તે મહત્વની કહી શકાય એવી સમિતિઓ પર ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલ ના માણસોને ગોઠવી દેવામાં આવશે. ગાંધીનગર ખાતે જૂથબંધી અંગે રજૂઆતો થઈ ત્યારે સમજાવીને મનાવી લેવાયા હતાં પણ પક્ષના પ્રદેશ નેતાઓ વચન ફોક કરી દીધા છે.