ભાજપથી ભીખાભાઈ 25 કરોડમાં ન ખરીદાયા પણ જવાહર ખરીદાયા

લોકસભાની 2019ની ચૂંટણી વખતે ભાજપે જવાહર ચાવડા પહેલાં મારો સંપર્ક કર્યો હતો કે તમે ભાજપમાં આવી જાઓ. પણ મેં ના પાડી હતી. ભાજપના નેતા ધોરાજીના કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા સાથે મારી ઘરે આવ્યા હતા અને મને ખરીદવા માટે સોદો કરવા રૂ.25 કરોડ આપવા અને રૂપાણીની સરકારમાં કેબીનેટ પ્રધાન બનાવવા માટે મને ઓફર કરી હતી. પણ મેં આવી વાતો ન કરવા કહ્યું અને મારા ઘરેથી હાંકી કાઢ્યા હતા. પછી તેઓ જવાબહ ચાવડા પાસે ગયા હતા.

કોંગ્રેસના નેતા દિલીપ ચાવડા પોતે જવાહર ચાવડાને ખરીદ કરવા માટે ગયા હતા. હું ખરીદાયો નહીં તેથી ભાજપના એ નેતા જવાહર ચાવડા પાસે ગયા હતા. ત્યારે તેમની સાથે ધોરાજીના દિલીપ ચાવડા સાથે હતા. પછી જવાહર ચાવડાને ભાજપે સત્તા આપીને પક્ષમાં લીધા હતા.

હવે ભીખાભાઈ જોશીના ધડાકા બાદ જવાહર ભાજપમાં જોડાયા તે ઘટનાને પુનઃ વાંચતા કેવો અર્થ બદલાય જ્યા છે તે સમજવા જેવું છે. 

શું થયું હતું જવાહરને ખરીદવા માટે 

જવાહર ચાવડા ૧૪મી વિધાનસભા ચુંટણી 2017માં માણાવદર વિધાનસભા વિસ્તારમાં જીત મેળવી હતી. જવાહર ચાવડાએ ભાજપના નીતિન ફળદુને 29763 વોટથી હરાવ્યા હતા. સતત ચાર ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહિર નેતા છે. તેના પિતા પેથલજી ચાવડા જૂનાગઢના રાજકારણમાં મોટું નામ ધરાવતા હતા. તેઓ અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. પહેલી વખત 1990માં કોંગ્રેસના ધારાસભ્ય પદે ચૂંટાયા હતા.

ભીખાભાઈ જોષી ખરીદાયા નહીં પણ જવાહર ખરીદાયા હતા. સત્તા મેળવીને ખરીદાયા હતા.

વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આપ્યું રાજીનામુ સોપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે. જવાહર ચાવડાએ સ્વેચ્છાએ આપ્યું રાજીનામુ. જવાહર ચાવડાએ રાજીનામાનું કોઈ કારણ નથી આપ્યું.

જવાહર પહેલા 25 કરોડની ઓફર 

ભીખાભાઈ જોષીએ કહ્યું હતું કે જવાહર પહેલા મને રૂ.25 કરોડ અને કેબિનેટ પ્રધાન માટે ભાજપની ઓફર હતી. મેં ના પાડી પછી તેઓ જવાહર પાસે ગયા અને જવાહર પ્રધાન બની ગયા હતા.

ભીખાભાઈને સમર્થન આપતી વાત અહીં બને છે ….

24 કલાકમાં પ્રધાન

ત્યારબાદ સાંજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જવાહરભાઈ ચાવડા એ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો.  8 માર્ચ 2019માં રાજીનામું આપીને જૂનાગઢ જિલ્લાના માણાવદર મતક્ષેત્રના યુવા નેતા જવાહરભાઇ ચાવડાએ કોંગ્રેસ છોડીને ભાજપ સાથે હાથમિલાવી દીધા હતા. 9મી માર્ચ 2019માં 24 કલાકમાં તેઓ પ્રધાન બની ગયા હતા. સીએમ વિજય રૂપાણી સહિત 12 કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ 12 પ્રધાનો છે.

પ્રજા માટે ભાજપમાં જોડાયો 

પત્રકાર પરિષદમાં ભાજપના જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષથી રાજકારણ સાથે સંકળાયેલો છું. 3 વખતથી કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જીત તો આવું છું. પરંતુ મારા મનમાં વિકાસની એક વેદના સતાવતી હતી ત્યારે અનેક મહામંથન બાદ પ્રજાની કામગીરી કરવા માટે અને મારા મત ક્ષેત્ર નો વિકાસ કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. પ્રજાને વધુ ઉપયોગી થવું એ મારું લક્ષ્ય હતું.

તેમની વાત હવે કેવી જૂઠી હતી તે ભીખાભાઈ જોષીની વાત પરથી એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે.

કોંગ્રેસ સાથે તમામ હિસોબો કરી લીધા 

અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈ-મેલથી મારું રાજીનામું મોકલી દીધું છે. કોંગ્રેસના તમામ હિસાબો પૂરા કરીને હું કમલમ આવ્યો છું. મેં મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ દ્રોહ કર્યો નથી. લોકસભાની ચૂંટણી સમયે જ તમે ભાજપમાં સામેલ કેમ થયા તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં જવાહરે જણાવ્યું હતું કે હાલ દેશની જે સ્થિતિ છે તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હાથ મજબૂત કરવાની તાતી જરૂરિયાત છે. મારા મતદારોને ન્યાય અપાવવા અને વિકાસની દિશામાં આગળ વધવા ના ભાગરૂપે હું ભાજપમાં જોડાયો છું.

હું ખૂબ ખુશ છું

નવી જગ્યામાં આવવાથી હું ખૂબ જ ખુશ છું. આવનારા દિવસોમાં નિષ્ઠાપૂર્વક ભાજપના નિર્દેશ અનુસાર કામગીરી કરીશ. કોંગ્રેસ પાર્ટીમાં મને કોઈ અસંતોષ હતો જ નહીં. ત્યાં પણ મારું માન અને મર્યાદા જળવાતી જ હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી હું મુજવણ અનુભવતો હતો. મેં ભાજપ સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઘણાં પ્રશ્નો ટાળી દીધા હતા. તેમનું નિવેદન ભીખાભાઈ જોશી પછી નવા અર્થમાં ઘણું બધું કહી જાય છે.

ગૃહ પ્રધાનનું નિવેદન નવેસરથી ચકાસવા જેવું છે 

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજા એ જણાવ્યું હતું કે જવાહર ચાવડાએ ભાજપના પ્રદેશ નેતૃત્વ સમક્ષ જોડાતા પહેલા કોઈપણ પ્રકારની માગણી કરી જ નથી. માત્ર ને માત્ર તેમના મત વિસ્તારનો વિકાસ અને જનતાને ન્યાય મળે તે હેતુથી જ  ભાજપમાં જોડાયા છે.

ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહના તમામ ઓપરેશન પાર પાડે છે. તે સંજોગોમાં તેમનું આ નિવેદન ફેરથી જો વાંચવામાં આવે તો ઘણું બધું કહી જાય છે. કા અમિત શાહનું રાજકારણ ગુજરાતને કઈ રીતે ખેદાન મેદાન કરી રહ્યું છે.

ભાજપ મને ખરીદવાનો પ્રયાસ ન કરે – જવાહર 

જવાહર ચાવડાએ એકવાર જાહેરમાં એવું કહ્યું હતું કે, ભાજપ મને ખરીદવાનો પ્રયત્ન ન કરે. હું ભાજપના ધારાસભ્યનો ખરીદી લઉં એટલો શક્તિશાળી શું છું. ભાજપની ગંદી રાજનીતિમાં હું ફસાઈ જાવ તેવો નથી. જવાહર ચાવડા ની ભાજપમાં જવા અંગેની કોઈ વાત ન હતી અને એકાએક જોડાઈ ગયા હતા.

ભૂતકાળમાં અનેક વખત વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર જાહેરમાં ભાજપની નીતિ-રીતિની તેમજ તેમની ટોચની નેતાગીરીને ભરપેટ ટીકાઓ કરી હતી તેમજ ભાજપને ભાંડવામાં કશું બાકી રાખ્યું નહોતું. તેઓ એકા એક ભાજપમાં કઈ રીતે જોડાઈ ગયા તે હવે ભીખાભાઈ જોશીની સ્પષ્ટ વાતથી કહી શકાય તેમ છે.

માત્ર જવાહર જ નહીં બીજા પણ

ભાજપ દ્રારા લોભામણી લાલચો આપતાં જસદણના કુંવરજી બાવળીયા અને આશા પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંદ ઝાલા કોંગ્રેસનો પંજો છોડી ભાજપનો કેસરીયો ધારણ કરવાની અટકળો સેવાઇ રહી હતી. આ તમામ સામે ખરીદીના આરોપો જાહેરમાં મૂકાયા હતા.