શંકરસિંહના પગલે ચાલી રહેલાં દગાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સેનાના પદાધિકારીઓએ વિરોધ નોંધાવ્યોં છે. મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર BJPના ઇશારે કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યોં કે કોંગ્રેસ છોડીને તેને સમાજ સાથે પણ વિશ્વાસઘાત કર્યોં છે.
ખેરાલુ બેઠક પરથી કોંગ્રેસના 2017 વિધાનસભાના ઉમેદવાર રહેલા અને મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે કહ્યું કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી છૂટાં થવાનો નિર્ણય પોતાના અંગત સ્વાર્થ ખાતર લીધો છે. અલ્પેશે BJPના ઇશારે જ સમાજને ગેરમાર્ગે લઇ જવાનું કામ કર્યું છે. સમાજ તેને ક્યારેય માફ નહીં કરે કારણ કે તેને કોંગ્રેસ છોડીને સમાજ સાથે પણ વિશ્વાસઘાત કર્યોં છે.
રામજી ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના આ નિર્ણય બાબતે તેને કોઇની સાથે ચર્ચા કરી ન હતી અને તેમણે કોઇને પૂછવાની પણ તસ્દી લીધી ન હતી. તેઓ પહેલેથી જ BJPના મોટા નેતાઓના સંપર્કમાં હતા. અમે ઠાકોર સેના ચલાવીશું અને સમાજના યુવાનો જે કહેશે તે રીતે આગળ વધીશું.
રામજી ઠાકોર વધુમાં કહ્યું હતું કે જો અલ્પેશ ઠાકોર મર્યાદામાં રહેશે તો અમને કોઇ વાંધો નથી પરંતુ વિરોધ કરવા આવશે તો જવાબ આપવા માટે અમે તૈયાર છે.