મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવાસ સ્થાન નજીક જ ભાજપના નેતાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. વોર્ડ નંબર 13માં ભાજપના કાર્યાલયમાં વિજય રૂપાણીની નજીક મનાતા કાર્યકર અને કોર્પોરેટર નીતિન રામાણી વચ્ચે મારામારી થઇ હતી. કાર્યકર્તાએ કોર્પોરેટર નીતિન રામાણીએ માર માર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. તેનો વીડિયો ફિલ્મ પણ પક્ષના નેતા સમક્ષ રજૂ કરી હતી. વીડિયો અનુસાર કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તા વચ્ચે પહેલા બોલાચાલી થાઈ હતી અને પછી બંને વચ્ચે છૂટા હાથની મારામારી થાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકો કાર્યાલયની બહાર એકઠા થઈ ગયા હતા.