ભાજપના ધારાસભ્યની કારના કાચ તોડી નાંખો, ધારાસભ્યો અસલામત

xસુરતના કામરેજના ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાની ગાડી રસ્તામાં અટકાવીને કેટલાક તત્ત્વએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ધારસભ્ય વી. ડી. ઝાલાવાડિયાએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેઓ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. એટલે રસ્તા પર ઉભેલા એક વ્યક્તિને મારા ડ્રાઈવરે અરજ કરી કે, ભાઈ ગાડી થોડી સાઈડમાં લે એટલે મારી ગાડી નીકળી જાય, બે વાર કેવા છતાં તેને ગાડી ન લીધી અને ગાળાગાળી શરૂ કરી. મગજ મારી વધારે થતા મારી ગાડીની પાછળની સીટ પર બેસેલા પંકજ ડોબરીયાએ કહ્યું ભાઈ કે, થોડો રસ્તો આપ આ ધારાસભ્ય અહીં બેઠા છે અને તુ આમ કરે છે.

ત્યારે સામેના વ્યક્તિએ કહ્યું કે, ધારાસભ્ય હોય તો શું છે એમ કહીને એ મારા કાચ બાજુ આવ્યો હતો એટલે મેં તેને સમજાવ્યો અને મેં કહ્યું કે, ભાઈ ગાડી ઉભી રાખીને ગાળાગાળી કરવી તમને આ ઉમરે શોભે છે. એટલે તેને બીજા છોકરાઓને બોલાવ્યા અને કહ્યું કે, આ ગાડીના કાચા તોડી નાંખો. ધારાસભ્ય હોય તો શું છે, અહીં આવવાનું નહીં અને આ રસ્તા પર નીકળવાનું નહીં. આવી ધમકીઓ આપી એટલે અને પુણા પોલીસ આવ્યા એટલે તેની સાથે રહેલા બીજા બે ત્રણ જણા હતા તેને કીધું ભલે અત્યારે અંદર બેસાડી દો પછી હું આ બધાને સાફ કરી દઈશ.

સુરતના BJP MLA મુકેશ પટેલનો ફોન છીનવીને ભાગનારા 2ની ધરપકડ

ગુજરાતમાં હવે ધારાસભ્યો પણ સલામત ન હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના ધારાસભ્ય સવારે મોર્નિંગ વોક કરવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે બે અજાણયા ઇસમોએ ધારાસભ્ય પાસે રહેલો મોબાઈલ ફોન ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ધારાસભ્યને પગના ભાગે સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. ઘટનાના પગલે સ્થાનિકોએ મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, ઓલપાડના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. તે સમયે બે અજાણ્યા ઇસમોએ ધારાસભ્ય મુકેશ પટેલનો ફોન છીનવવા માટે તેમની સાથે ઝપાઝપી કરી હતી. ઘટનાના પગલે સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા અને ફોન છીનવવા માટે આવેલા બંને ઇસમોને પકડી લીધા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી હતી. ઝપાઝપી સમયે ધારાસભ્ય મુકેશ પટેલને પગના ભાગે સામાન્ય ઈજા થવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કામરેજના ધારસભ્ય વી. ડી. ઝાલાવાડિયા સુરતના પુણા વિસ્તારમાં કોઈ પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા ત્યારે એક બાઈક ચાલકે તેમની સાથે મગજમારી કરી હતી અને ત્યારબાદ બાઈક ચાલકે બે-ત્રણ અન્ય લોકોને બોલાવીને ધારસભ્યની ગાડીના કાચ તોડી નાંખવાનું કહેતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, ત્યારે પોલીસને હાથે પકડાયેલા ઇસમોમાંથી એક ઇસમે ધારસભ્યને ધમકી આપી હતી કે, અત્યારે ભલે અંદર બેસાડો પણ પછી હું આ બધાને સાફ કરી દઈશ.