સાણંદ વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કરવા પહોંચેલા ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ મકવાણાનો ગામના લોકોએ વિરોધ કર્યો હતો. ગાંધીનગરના ભાજપના ઉમેદવાર અમિત શાહના ચૂંટણી પ્રચાર માટે તેઓ ગયા હતા તેથી વિરોધ કર્યો હતો. ભાજપના સાણંદના ધારાસભ્ય કનુ મકવાણા સાથે પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાણંદના સરી અને ઝોલાપુર ગામે ગયા હતા. ગામના લોકો એટલા માટે વિરોધ કર્યો હતો કે તેઓ સાણંદના ઉદ્યોગોનું ધ્યાન રાખે છે પણ ખેતીનું ધ્યાન રાખતાં નથી. ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું નથી કે ગામમાં ખેતી માટે પાણી પહોંચતું નથી.
ભાજપના નેતાઓએ કબુલ્યું હતું કે, પાણીની અછતના કારણે ગામના લોકોને ખેતી માટે ઓછું પાણી મળ્યું હતું. એટલે તેમણે રજૂઆત કરી હતી.
એ વધુમાં જણાવ્યું હતું કે, અમે જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે ગામ લોકોનું ઉગ્ર વલણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ મેં ગામ લોકો સાથે વાતચીત કરીને બે કલાક સુધી સભા કરી હતી અને સભાના અંતે ગામ લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જ મત આપવાનું નક્કી કર્યું છે.