ભાજપના નેતાએ રૂ.600 કરોડની લૂંટ કરી, 14 જિલ્લામાં કુદરતી સંપત્તિ લૂંટી જતી ગેંગ, છતાં ગુનો નહીં

વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, અમરેલી જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી કાઢવાની લીઝ અગાઉ આપી હતી. આ ખાણોમાંથી રેતી કાઢીને આખા સૌરાષ્‍ટ્રમાં સસ્‍તા ભાવે રેતી ઉપલબ્‍ધ કરાવાતી હતી અને સરકારને પણ રોયલ્‍ટીની આવક થતી હતી. આજે ઈકો સેન્‍સીટીવ ઝોનના કારણે શેત્રુંજી નદીની કાયદેસરની લીઝો સરકારે બંધ કરી દીધી અને તેના કારણે ખનીજ માફીયાઓ બેકાબુ થઈને દિન-રાત શેત્રુંજી નદીના પટમાંથી બિનઅધિકૃત રીતે રેતી ચોરી જાય છે અને રૂ. 300માં મળતી રેતીનું ટ્રેકટર હવે આવા ખનીજ માફીયાઓ દ્વારા રૂ. 3000ના ભાવે વેચાય છે. આ નદીના પટમાં લીઝો બંધ કરી દેવાથી દર વર્ષે શેત્રુંજીમાં શીલ્‍ટીંગ થાય છે અને વર્ષ 2015માં જેમ પુર આવ્‍યું હતું એમ જો ભવિષ્‍યમાં પુર આવશે તો નદી કાંઠાના ગામડાઓ નકશામાંથી ભુંસાઈ જશે.

પોરબંદરમાં રૂ.500 કરોડનો દંડ અને 100 કરોડનું વ્યાજ ભાજપના નેતા પાસેથી વસૂલવાનો બાકી છે. 14 જિલ્લામાં ભરપૂર ખનિજ સંપત્તિ છે અને તેને ગેંગો લૂંટી રહી છે છતાં ક્યાંય પગલાં ભરાયા નથી. ખનીજ ચોરો 1200 કરોડનો દંડ ભરતાં નથી.