અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને છેલ્લાં 19 વર્ષથી સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી. કંપનીના નામે લીઝથી ભાડેથી આપેલો છે.
ઓગસ્ટ ર૦૦રમાં આનો પંદર વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જલધારા વોટર પાર્ક હયાત કોન્ટ્રાક્ટરની મુદત 17 ઓગસ્ટ 2017માં પૂરી થાઈ હતી. તેનું નામ બદલીને ભાજપના નેતા ધનશ્યામ પટેલની જ કંપની સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા. લિ.ને જલધારા વોટર પાર્ક વધુ 20 વર્ષના સમય માટે આપવાનો કરાર ફડી સમિતિમાં રજૂ કરાયો ત્યારે ભારે વિરોધ થયો હતો.
મ્યુનિસિપલ સત્તાવાળાઓની રહેમ નજરથી ખાસ ઠરાવ કરીને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવાની વિશેષ સગવડ સંચાલકોને અપાઇ છે. વોટર પાર્કના ગેરકાયદે બાંધકામનો મામલો પણ વચ્ચે વિવાદસ્પદ બન્યો હતો. ધાબા પર મેરેજ ડોમ નિર્માણનો મુદ્દો વિવાદોમાં આવ્યો હતો.