ભાજપના નેતાઓ કુટુંબ પર અત્યાચાર કેમ કરી રહ્યાં છે, દિલીપ ઠાકોર એક પરાકાષ્ઠા

ગુજરાતની ભાજપ સરકારના પ્રધાન દિલીપ ઠાકોરના કૌટુંબિક કારનામાં બહાર આવી રહ્યાં છે. ત્યારે હવે ભાજપના નેતાઓ સામે સમાજ આંગળી ચીંધી રહ્યો છે. શું ભાજપના નેતાઓ કહે છે કંઈ અને કરે છે કંઈ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલીપ ઠાકોર છે. તેમની ત્રણ પુત્રવધૂઓને ઘરમાંથી હાંકી કાઢવામાં આવી છે. તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દિલીપ ઠાકોરના કુટુંબના સભ્ય પુત્રવધૂને માર મારતું હતું. આ અંગે દિલીપ ઠાકોરને ફરિયાદ કરવા માટે ઠાકોર સમાજના લોકો એકઠા થઈને ગયા હતા. દિલીપ ઠાકોરના પુત્રવધૂ જુમાબેન ઠાકોરે હિંમત બહાવીને સમાજની વચ્ચે ભાજપના નેતાના કરતૂત બહાર પાડ્યા છે. ભાજપના નેતાઓને કાનખોલીને સાંભળે એ રીતે તેમણે ઊંચા અવાજે ભાજપના નેતાઓના અસલી ચહેરા ખૂલ્લા કર્યા છે. હિંમત બતાવીને પુત્રવધૂએ જે કંઈ કહ્યું છે તે એક બાબત સ્પષ્ટ કરે છે કે ભાજપ પોતે બેટી બચાનોની વાતો કરે છે. પણ ખરેખર તો ભાજપના નેતાઓ બેટીની કોઈ ઈજ્જત કરતાં હોય એવું અનેક કિસ્સા પરથી સ્પષ્ટ થયું છે. આ એજ રાજકીય નેતાની પુત્રવધૂ નહીં પણ સમગ્ર ગુજરાતમાં રહેતાં રાજકારણીઓએ સાંભળવું પડે તેમ છે. ભાજપના જામનગરના નેતાએ પણ પોતાની પુત્રવધૂની હત્યા કરી નાંખવા પોતાના પુત્રને પ્લાન આપ્યો હતો. કચ્છમાં પોતાની પત્નિઓને છોડીને ભાજપના અનેક નેતાઓએ ભાજપની કાર્યકરો સાથે જ સેક્સના સબંધો બાંધ્યા હતા. જે સેક્સ કરવા તૈયાર ન હતી તેમની સાથે બળાત્કાર કર્યા હતા. સુરતની એક યુવતિની સાથે ભાજપના ભાનુશાળીને બળાત્કાર કર્યો હતો. પછી આ ભાનુશાળી સાથે લેતીદેતીનું સમાધાન થતાં તે ફરિયાદ પરત ખેંચવામાંઆવી હતી. કચ્છની યુવતીની જાસૂસી કરવાથી ભાજપની પડતી શરૂ થઈ હતી. ભાજપના અનેક નેતાઓનું કૌટુંબિક જીવન સામે હવે પ્રશ્નાર્થ ઊભો થયો છે.