रिपोर्ट कार्ड: अहमदाबाद नगर निगम में 5 साल में BJP पार्षदों के विरोध की 26 घटनाएं Gujarat Report Card: 26 Incidents of Protest by BJP Corporators in the AMC, 5 Years
દિલીપ પટેલ
અમદાવાદ, 12 એપ્રિલ 2026
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી આવી છે ત્યારે સત્તા પર રહેલાં ભાજપના કોર્પોરેટરોએ શું ઉકાળ્યું અને તેમની સામે કેવો વિરોધ 5 વર્ષ સુધી રહ્યો તેનું રિપોર્ટ કાર્ડ જોવા જેવું છે.
નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે તેમના મત વિસ્તારમાં સૌથી વધારે વિરોધ જોવા મળે છે. ધારાસભ્યો અને કોર્પોરેટરોને અહીંથી લોકોએ ભગાડ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા કરીને વિરોધને ઓછો કરવાનો પ્રયાસ કર્યો છતાં વિરોધનો સામનો ભાજન કરી રહ્યો છે.
અમદાવાદમાં લોકો અને પક્ષના નેતાઓનો વિરોધ હોવાના કારણે ભાજપના 70 ટકા કોર્પોરેટરોને ફરી ઉમેદવાર ન બનાવવા ચર્ચા થઈ હતી. જ્યાં સૌથી વધારે લોકોનો વિરોધ હતો એવા 12 વોર્ડમાં આખી પેનલ બદલવા નિર્ણયો લેવા પડ્યા હતા.
પક્ષમાં વિરોધ
ભાજપ દ્વારા હોદ્દેદારોની નિમણું 48 વોર્ડ પ્રમુખોમાંથી 40 વોર્ડ પ્રમુખોની કરી હતી. જેમાં 10 થી વધુ વોર્ડ જેવા કે બાપુનગર, નરોડા, સરસપુર, રખિયાલ, કુબેરનગર, ચાંદખેડા, સાબરમતી, વેજલપુર, દરિયાપુર, સરખેજ સહિતના વિસ્તારોમાં કાર્યકર્તાઓ નિયુક્ત થયેલા વોર્ડ પ્રમુખોના નામ અંગે વિરોધ કર્યો હતો.
રામ પ્યારેના જન્મના પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગમાં અલગ અલગ જન્મ તારીખ અગલ હતી.
શહેરના ચાંદખેડા વોર્ડમાં કેતન દેસાઈને લઈને પણ ભારે નારાજગી ફેલાઈ છે.
શહેરના 48 વોર્ડ પૈકી 11 વોર્ડમાં ભાજપ માટે ડેમેજ કંટ્રોલની સ્થિતિ સર્જાઈ હતી.
નકલી હિંદુ
ભાજપના નવરંગપુરા વોર્ડમાં ભાજપ કોર્પોરેટર નીરવ જગદીશ કવિ નકલી હિન્દુ બની, જન્મ તારીખ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. ચૂંટણી લડી કોર્પોરેટર બન્યા હતા.
તેઓ મુસલમાન રાજ કવિ મીર છે. આ પ્રકરણમાં અમદાવાદની સેશન્સ કોર્ટે ભાજપના કાઉન્સિલર નીરવ કવી સામે ફરિયાદ દાખલ કરીને પ્રોસેસ કાઢવા માટે હુકમ કર્યો હતો.
બોડકદેવ
બોડકદેવમાં ભાજપના પ્રચાર પ્રસારમાં મત માંગવા ગયેલા પૂર્વ કોર્પોરેટર વાસંતી પટેલને સ્થાનિકોએ કાઢ્યા, 5 વર્ષ ક્યાં હતા.
વાસંતીબેન સામે આરોપો
બોડકદેવ વિસ્તારના આમ્રપાલી ફ્લેટમાં રહેતા કોર્પોરેટર વાસંતીબેન પટેલે 2012થી મેઇન્ટેનન્સ ન ભર્યું હોવાનો આક્ષેપ. સોસાયટીમાં 2.5 લાખનું ‘બુચ’ માર્યું ? પડોશીઓએ લગાવ્યા ગંભીર આરોપ
નથી ભર્યું. પરિણામે સોસાયટીની કમિટીએ વાસંતીબેન પટેલ સામે કાર્યવાહી કરતા કોર્પોરેટરના ઘરનું પાણી કનેક્શન કાપી નાખ્યું છે.
સોસાયટીની કમિટીએ નોટિસ પણ ફટકારી હતી.
વાસંતીબહેન પર સોસાયટીનો અંદાજીત 2 લાખ 45 હજારનો ટેક્સ બાકી બોલે છે. વાસંતીબેન પટેલ ફ્લેટ ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જતા રહ્યાં હતા.
મેયરના વોર્ડમાં હુરીયો
અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ભાજપના ધારાસભ્ય કંચન રાદડિયાના વોર્ડ ઠક્કરબાપાનગરમાં લોકો દ્વારા ભાજપના મહિલા કોર્પોરેટરનો રોડ ખોલવા મામલે વિરોધ કરીને લોકોએ હુરિયો બોલાવ્યો હતો. મેયર કિરીટ પરમારના વોર્ડમાં જ લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ હોવા છતાં ખુદ ગેરહાજર હતાં. ટીપી 65 રોડ ખોલવામાં આવતા નથી. રોડ ઉપર દબાણ છે તેને દૂર કરતા નથી.
ધારાસભ્યએ વિરોધ કર્યો
આંતરિક વિખવાદો મોટા રહ્યાં હતા. સાંસદ દિનેશ મકવાણાએ ભાજપના કોર્પોરેટરો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
નવા પ્રદેશ અધ્યક્ષના અભિવાદન માટે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદના કોર્પોરેટરોની ગેરહાજરી હતા. 20માંથી 10 કોર્પોરેટર હંમેશા ગેરહાજર રહે છે. બેદરકારી દર્શાવે છે. સાંસદે કહ્વું પડ્યું હતું કે,
‘મારે ધમકીની ભાષા ન વાપરવી પડે.’
ખોખરા – કમલેશ પટેલ
ગેરવર્તણૂકના આક્ષેપ સાથે ખોખરાના કોર્પોરેટર કમલેશ પટેલ વિરુદ્ધ અમરાઈવાડીની મહિલાએ પોલીસ ફરિયાદ માટે અરજી કરાઈ હતી.
કમલેશ પટેલે ઝપાઝપી કર્યાનો આરોપ હતો.
મહિલા અને તેના પતિ સાથે અશ્લીલ વર્તન કરીને પતિ સાથે ઝપાઝપી કરી મહિલા અને તેના પતિને ધાકધમકી આપી હોવાની ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશન થઈ હતી.
નિકોલ
અમદાવાદના નિકોલમાં લોકોએ દસક્રોઈ વિધાનસભાના ભાજપના બિલ્ડર અને ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને ચાર કોર્પોરટેરો બળદેવ પટેલ, દિપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારોનો ધેરાવ કર્યો હતો. પ્રાથમિક સુવિધાઓના કામો થતા નથી.
નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલ ઉગ્ર થયા હતા.
કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી.
રોડ-રસ્તા, ગટર ઉભરાવવાની સમસ્યા, પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા, વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યા વિશે સવાલો પૂછ્યા હતા.
ધારાસભ્યનો વિરોધ
અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબહેન વાઘેલા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો સામે લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. પ્રાથમિક સુવિધાના કામો ન થતાં વિરોધ કર્યો હતો. રોડ, પાણી, ગટરના કોઈ કામો થતા નથી.
નરોડા
નરોડા વોર્ડના ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમભાઈ પટેલ સામે નરોડા અર્બન હેલ્થ સેન્ટરની મહિલા ડોકટર સાથે ગેરવર્તણૂંક કરવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે કોર્પોરેટર વિપુલ પટેલ પાસે ખુલાસો માંગ્યો છે.
ચિલોડા
સરદારનગર વોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવેલા નાનાચીલોડાના નાનાચીલોડા ખાતે લોકોએ ખરાબ રોડ-રસ્તા, ગટર અને પાણી માટે વિરોધ કર્યો હતો.
‘કમળનું ફૂલ અમારી ભૂલ’, ‘ભારતીય જૂઠા પાર્ટી’, ‘રસ્તા તૂટેલા નેતા સૂતેલા’ના પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો.
પાંચ વર્ષમાં નાનાચીલોડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો થયા નથી. સરદાર નગર વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર અને ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના અલ્પેશ ઠાકોર અને પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલના ફોટો પોસ્ટર સાથે સાંસદ-કોર્પોરેટર ગુમ હોવાનું કહીને વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
નિકોલ
નિકોલ વિસ્તારમાં કોર્પોરેટર બળદેવભાઈ પટેલને લોકોએ શિવાજી ચોક પાસે મેથીપાક ચખાડ્યો. તેઓ ગાડીમાંથી ઉતર્યા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને બાદમાં તેમને જાહેરમાં જ રોડ પર માર માર્યો હતો. લોકોએ ઉધડો લીધો હતો. ટીપી મંજૂર થતાં કાઉન્સિલર સમજાવટ માટે ગયા હતા. ઝપાઝપી થયા બાદ કાઉન્સિલરને ચક્કર આવતા કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટીપી રોડ અને દબાણના મુદ્દે કોર્પોરેટરને ધોલધપાટ કરતાં ચકચાર મચી ગઈ હતી. ભાજપના વિધાનસભ્ય બાબુ પટેલ સાથે બેઠક બાદ નિકોલ વોર્ડના કોર્પોરેટર બળદેવ પટેલ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ પણ હોસ્પિટલમાં આ કોર્પોરેટરની મુલાકાત લીધી હતી.
સૌજપુર
સૈજપુર બોઘામાં BJPના પૂર્વ કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરી સામે વિરોધ થયો. ચૂંટણી પહેલા પૂર્વ કોર્પોરેટરને લોકોએ ઘેર્યા હતા. 5 વર્ષમાં ગટરનું કામ ન થતાં લોકોમાં ભારે નારાજગી હતી.
કોર્પોરેટર ઉદ્ઘાટન સમયે ફોટા પડાવવા જ આવે છે. અહીં વિકાસના દાવા થાય છે પણ ક્યાંય દેખાતો નથી, ચૂંટણી નજીક આવતા મતદારોએ વિરોધ કર્યો.
વોર્ડ નંબર 1માં કોર્પોરેટર સામે ફરિયાદ
પૈસા માંગ્યા
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વસ્ત્રાપુર ફાટક પાસે આવેલા નિરાલી ફ્લેટમાં રિડેવલોપમેન્ટ કરવામાં કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર બિલ્ડર પાસે ગેરકાયદે દુકાનના બદલે દુકાન માગતા રિડેવલપેન્ટ અટકતા સ્થાનિકોનો વિરોધ કર્યો હતો. ફ્લેટની નીચે સરખેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રદીપ ખાચરની ગેરકાયદે ત્રણ દુકાનો આવેલી છે. બિલ્ડર પાસે પ્રતિ સ્ક્વેર મીટર એક લાખ રૂપિયા માંગ્યા હોવાનો પણ આક્ષેપ હતો.
સૈજપુર બોઘા વોર્ડમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદીકુમારી ચૌધરીની સામે નાગરિકોએ વિરોધ કર્યો હતો.
ડોક્ટર સાથે ખરાબ વર્તન
અમદાવાદમાં નરોડાના કોર્પોરેટર સોમા પટેલની દાદાગીરીને લઇને ફરિયાદ કરવામાં આવી. UHC સેન્ટરના મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કર્યાની ફરિયાદ પણ કરવામાં આવી. કોર્પોરેટર પર મેડિકલ ઓફિસરને મોઢું પકડી પાણી પીવડાવી દીધું. મહિલા ડોક્ટર સાથે અણછાજતું વર્તન કર્યું. ઘટનાના લીધે તેણી માનસિક રીતે વિચલિત થઈ છે. જો કે, પોતાની કારકિર્દીને અનુલક્ષીને સમાધાન કરવા તૈયાર છે, પરંતુ કોર્પોરેટર કોર્ટ સમક્ષ તેની માફી માગે.કોર્પોરેટરે હાઈકોર્ટ સમક્ષ મહિલા ડોક્ટરની માફી માગી હતી.
સૈજપુર
ઠક્કરબાપા નગર વોર્ડના ત્રણ ટર્મથી ભાજપના પૂર્વ કોર્પોરેટર અરુણા શાહ સામે લોકોએ વિરોધ કર્યો.
ગુનોખોરીનો વિનાશ વેરનાર મહિલા કોર્પોરેટરે મત માંગવા આવવું નહીંના બેનર લાગ્યા હતા.
ચૂંટણી પછી ખોવાઇ જશે. કૃષ્ણનગરનો વિકાસ નહીં પણ ગંદકી દૂર ન કરી.
સૈજપુર વાયદો
સૈજપુર બોઘા વિસ્તારમાં ચૂંટણીના વાયદાઓ પૂરા ન થતાં હોબાળો મચી ગયો હતો. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે આપેલા વચનો મુજબ કામની માંગણી કરવા ગયેલા સ્થાનિક મતદારો અને ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદીકુમારી ચૌધરી વચ્ચે મામલો બિચક્યો હતો, જે અંતે મારામારીમાં પરિણમ્યો હતો.
મળતીયાને વેક્સીન
અમદાવાદમાં BJPના નરોડાના કોર્પોરેટરે ગેરરીતિ કરી પોતાના મળતિયાઓને વેક્સીન અપાવતા વિરોધ. વેક્સીનેશન સેન્ટર પર જઈને કોરોના વેક્સીનના ટોકનોનો પોતાના સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળોમાં આપી દેવામાં આવતા હતા.
ચેનપુર
ગાંધીનગર લોકસભા અને સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં આવેલા રાણીપવોર્ડના ચેનપુર તળાવ પાસે વૃક્ષારોપણ કરવા પહોંચેલા રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટ અને સ્થાનિકો વચ્ચે વિકાસને લઈ ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોર્પોરેટરો સ્થળ છોડી ભાગવું પડ્યું હતું.
પંદર વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં ચેનપુરનો સમાવેશ થયો હોવા છતાં વિકાસ નહીં.
માત્ર ફોટા પડાવવા આવતા હોવાનો પણ આક્રોશ વ્યકત કર્યો હતો.
ભાજપના કોર્પોરેટર દશરથભાઈ પટેલ, ભાવિનીબહેન પંચાલ તથા ગીતા બહેન પટેલ સામે વિરોધ હતો.
જસોદાનગર – આત્મહત્યા કરી
જશોદાનગર વિસ્તારમાં આત્મવિલોપન અંગેની ઘટનામાં દેખાવો કરી મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સ્થાનિક કોર્પોરેટર મૌલિક પટેલ દ્વારા ચાર લાખ રૂપિયા લેવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. દુકાનદારને નોટિસ આપવામાં આવી હતી, કોર્પોરેટરને ચાર લાખ રૂપિયા આપ્યા હતા. જશોદાનગર ડિમોલિશનના વિરોધ દરમિયાન મહિલાએ આત્મવિલોપન કર્યું હતું.
મહિલાનું અપમાન
મક્તમપુરાનાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ કાઉન્સિલર જૈનબ શેખ પોતાના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરવા ઊભાં થયાં ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાડિયાનાં મહિલા કાઉન્સિલર ગીતા પરમારે તેમને બુરખો ઉતારીને વાત કરવાનું કહેતાં થોડા સમય માટે સભાનું વાતાવરણ ગરમાયું હતું.
તમે સાડી પહેરો છો તો હું કંઈ કહું છું?
પહેરવેશના અધિકાર અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
દરેક ભારતીયને પોતાની મરજી મુજબ કપડાં પહેરવાનો, ખોરાક પસંદ કરવાનો અને હરવા-ફરવા માટેનો હક આપવામાં આવ્યો છે.
કોર્પોરેટર પોતે ફરિયાદી
સરદારનગરના ભાજપના કોર્પોરેટર મિત્તલ મકવાણા ગેરકાયદેસર ગેરકાયદે બાંધકામોની અરજી કરાવતા હોવાનો ગંભીર આક્ષેપ હતો.
અમુક વોર્ડમાં કોર્પોરેટર પોતાના પતિ પાસે આર.ટી.આઈ.કરાવે છે.
ભાજપમાં બોલાચાલી
સરદારનગર વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર મિત્તલ મકવાણાના પતિ નિલેશ મકવાણા અને ભાજપના મહિલા મહામંત્રી વચ્ચે પાણી ન આવતું હોવાની ફરિયાદ કરી હતી. બોલાચાલી થઈ હતી.
પાલડી – તાળું મારી દીધું
પાલડીના કોર્પોરેટર ચેતના પટેલના પતિ પરેશ પટેલ પાલડી વોર્ડના સ્ટોરને તાળું મારી દીધું હતુ. અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટાફ સાથે વિવાદ થતા તાળું માર્યું હતું. પેચવર્કને લઈને વિવાદ થયો હતો.

ગુજરાતી
English




