ભાજપના નેતાઓ દિલ્હી દરબારમાં હાજર, નવા પ્રદેશ પ્રમુખ કોણ ?

20 જાન્યુઆરી 2020ના રોજ સવારે ૧૦ કલાકે દિલ્હી ખાતે યોજાનાર ભાજપાના રાષ્ટ્રીય  પ્રમુખની ચૂંટણી માટે ભાગ લેવા માટે તથા દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપાની બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ  જીતુ વાઘાણી સહિતના ગુજરાત ભાજપાના આગેવાનો દિલ્હી 19મીએ સાંજે પહોંચી ગયા છે. ભીખુભાઈ દલસાણીયા સહીત ગુજરાત ભાજપા કોર ગ્રુપ ટીમના સભ્યો દિલ્હી ખાતે છે.

ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ નક્કી કરવામાં આવે એવી શક્યતા છે.

જીતુ વાઘાણીએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત ભાજપાના આગેવાનો તથા કાર્યકરો દિલ્હી ખાતે ચૂંટણી પ્રચાર તથા ચૂંટણી વ્યવસ્થાઓના કાર્ય માટે દિલ્હી જવાના છે.

આવતીકાલે સાંજે દિલ્હી ખાતે વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભાજપાની એક બેઠક મળી હતી જેમાં  વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ  જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપપ્રમુખ જશવંત ભાભોર, પૂર્વ મંત્રી શંકર ચૌધરી તથા સાંસદ  સી. આર. પાટીલ અને મતી પૂનમબેન માડમ આવતીકાલે દિલ્હી ખાતે યોજાનાર ભાજપાની વિધાનસભા ચૂંટણી પ્રચાર કાર્ય તથા વ્યવસ્થા અંગેની બેઠકમાં ઉપસ્થિત રહેશે.
તારીખ ૨૦ જાન્યુઆરી સવારે ૧૦ કલાકે દિલ્હી ખાતે યોજાનાર ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ગુજરાત ભાજપા કોર ગ્રુપની ટીમ દિલ્હી ખાતે ઉપસ્થિત રહેશે. જેમાં  વિજય રૂપાણી,  નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા,  ભુપેન્દ્ર ચુડાસમા,  આર. સી. ફળદુ, પ્રદેશ ભાજપા અગ્રણી સુરેન્દ્ર પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ તથા પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉપસ્થિત રહેશે.