ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યારી મનિષા પકડાઈ, જાણો હત્યાકાંડની તમામ વિગતો

ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનપશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે મનિષા અને જયંતિ ભાનુશાળીને મિત્રતા હતી. જે પૈસાને કારણે દુશ્મનાવટમાં બદલાઈ હતી. જ્યારે આ કેસના બીજા સુત્રધાર ભાજપના પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ જયંતિના રાજકીય હરિફ હતા. આમ મનિષા અને છબીલ પટેલે જયંતિનો કાંટો કાઢી નાખવા માટે હાથ મીલાવ્યો હતો અને સાથે મળી મહારાષ્ટ્રના ભાડૂતી મારાઓ લાવી તેમની હત્યા કરાવી નાખી  હતી.

જયંતિ ભાનુશાળીની હત્યા કરતા પહેલા મનિષાએ કચ્છ છોડી દીધુ હતું અને છબીલ પટેલ પહેલા જ અમેરિકા જતા રહ્યા હતા. આમ તેમણે આ હત્યા સાથે કોઈ સંબંધ નથી તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રેલવે પોલીસની તપાસમાં જે હકિકત સામે આવી તેમાં હત્યારાઓ હત્યાના બનાવ પહેલા છબીલ પટેલના ફાર્મમાં રોકાયા હતા. તેમજ હત્યારાઓ મનિષાના સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યુું હતું. આમ છબીલ પટેલ અને મનિષા તેમજ ભાડૂતી હત્યારા લાવનાર મનિષાના નવા મિત્ર સુજીત ભાઉને પોલીસ શોધી રહી હતી, ગુજરાત અને દેશમાં કરોડોની સંપત્તી ધરાવતા છબીલ પટેલને અંદાજ આવી ગયો કે જો કે ફરાર રહેશે તો પોલીસ તેની સંપત્તી ટાંચમાં લેશે એટલે માર્ચ મહિનામાં તે અમેરિકાથી પરત ફરતા પોલીસે એરપોર્ટ ઉપરથી તેમની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ કચ્છની જેલમાં છે.

જયારે આ ઘટના અન્ય બે સુત્રધાર મનિષા અને સુજીત ભાઉ પોલીસને થાપ આપી ભાગતા રહેવામાં સતત સફળ રહ્યા હતા. દરમિયાન રેલવે પોલીસને જાણકારી મળી હતી કે, તેઓ ઉ્ત્તર પ્રદેશમાં સંતાયા છે. જેના આધારે એક ટીમ છેલ્લાં એક સપ્તાહથી ઉત્તર પ્રદેશ જઈ વોચમાં હતી. જ્યારે ગત રાત્રે તેઓ ગુજરાત રેલવે પોલીસને હાથ લાગી ગયા હતા. સુત્રોની જાણકારી પ્રમાણે જયંતિ ભાનુશાળીએ મનિષાનો ઉપયોગ કરી અનેક નેતાઓ-અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની હનીટ્રેપ કરાવી હતી. જેના પૈસામાં જ જયંતિ અને મનિષાને વાંધો પડયો હતો. હવે જ્યારે મનિષા પકડાઈ ગઈ છે ત્યારે અને નેતાઓ-અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના પગ નીચેથી જમીન સરકી રહી છે કયાંક મનિષા પોતાના નામનો ઉલ્લેખ કરે નહીં તેવો ડર તેમને સતાવી રહ્યો છે.

પોલીસ તપાસ મુજબ તારીખ ૭મી જાન્યુઆરી – ૨૦૧૯ના રોજ મોડી રાત્રે ૧૨:૩૦ કલાકની આસપાસ સામખીયાળી રેલ્વેસ્ટેશન નજીક સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના કોચ નં. એચ/૧ના સીટ નં. ૧૯ પર ભૂતપૂર્વ ધારાસભ્યશ્રી મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિના સમયે અજાણી વ્યક્તિઓએ તેમના પર ફાયરીંગ કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. તેમને રેલ્વે પોલીસે માળીયા મીયાણાના સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પૂર્વ ધારાસભ્યના
સ્વજનોની રજૂઆત સંદર્ભે મૃતકનું પોસ્ટમોર્ટમ પેનલ ડૉકટર દ્વારા વિડીયો ગ્રાફી સાથે અને ફોરેન્સીક મેડીકલ
ઓફીસર અમદાવાદની ઉપસ્થિતિમાં સિવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે કરાયું છે.

કચ્છના કારનામા

કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત્કાર કાંડ તથા બીજા કેટલાંક સેક્સ રેકેટમાં ભાનુશાળી સામે આંગળી ચિંધાઈ હતી. છબીલ પટેલ કોંગ્રેસમાં હતા. તેમને ભાજપમાં લાવનાર તે સમયના મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

ભાનુશાળીની હત્યા, સેક્સ, રાજકારણની સીલસીલાબંધ વિગતો

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા માટે ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રૂ.30 લાખની સોપારી શંશીકાંત ઉર્ફે બિટિયા દાદાને આપી હતી. દાદા અને અશરફ શેખને સાપુતારાના તોરણ ગેસ્ટ હાઉસમાંથી ઝડપી લીધા બાદ વિગત ખુલી છે. સોપારી લેનાર શંશીકાત અને અશરફની ધરપકડ પરથી હત્યા કઈ રીતે થઈ અને કોણે શાર્પ શૂટરોને મદદ કરી તેની વિગતો મળી છે. બે શાર્પશૂટરો પકડાયા પણ તેઓનો ત્રીજો સાગરીત હજુ ફરાર છે. શાર્પશૂટરો ખરેખર તો 10 દિવસ પહેલાં પકડાયા હતા. તેમની પાસેથી જયંતી ભાનુશાળીનો મોબાઈલ ફોન મેળવી લીધા બાદ તેમની ધરપકડ એટલા માટે બતાવી કારણ કે મોબાઈલ ફોનમાં ગુજરાત ભાજપના અનેક જાણીતા નેતાઓની સેક્સ લીલાની વિડિયો ભાનુશાળી પાસે હતા. તે લગેવગે કરી દીધા બાદ મોબાઈલ જ ધરપકડ બતાવવામાં આવી હતી. બંને આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના છે. હવે ભાજપના નેતાઓના સેક્સ વિડિયો કોની પાસે છે તે કાયમ માટે રહ્સ્ય રહેશે તે જાહેર થશે. જો જાહેર થશે તો તેમાં ભાજપના અનેક નેતાઓની રાજકીય કારકીર્દી  ખતમ થઈ જશે. કચ્છમાં ભાજપના નેતાઓના સામુહિક બખાત્કાર કેસ બાદ હવે ભાનુશાળીની પાસે રહેલી સ્કેસ સીડીનું મોટું પ્રકરણ બહાર આવ્યું છે.

મોલમાં હત્યા માટે નક્કી થયું હતું

જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેના બે માસ પહેલા પૂણેના મોલમાં શંશીકાત અને અશરફને છબીલ પટેલ મળ્યો હતો. મોલમાં છબીલ પટેલે જયતી ભાનુશાળીના ફોટો બતાવી  રૂ.30 લાખમાં હત્યાની સોપારી આપી હતી. ભાનુશાળી ખોટા કેસો કરીને હેરાન કરતો હોવાની વિગતો પટેલે આરોપીઓને જણાવી હતી. આ પેટે રૂ.પાંચ લાખ મોલમાં આપ્યા હતા. જેમાંથી હત્યારાઓએ હથિયારોની ખરીદી અને વાહનની ખરીદી કરી હતી.

શશીકાંત બસ મારફતે પુનાથી અમદાવાદ આવતો હતો. જ્યાંથી ગાડીમાં છબીલ પટેલ તેને ભુજ રેકી કરવા લઈ જતો હતો. 24 ડીસેમ્બર 2018માં શશીકાંતને નારાયણી ફાર્મમાં બોલાવ્યો હતો. 27 ડિસેમ્બરે શશીકાન્ત આવ્યો હતો. પછી અશરફ પણ ફાર્મ હાઉસમાં પહોંચ્યો હતો. 10થી 12દિવસ ફાર્મ પર રોકાયેલા હત્યારાઓ ફોનનો ઉપયોગ કરતાં ન હતા. શાર્પશૂટરો આખો દિવસ મોબાઈલમાં યુટ્યુબ ઉપર વીડિયો જોઈ દિવસ પસાર કરતા હતા. ફાર્મ બહાર પણ નીકળતા ન હતા.

ભૂજમાં હત્યા કરવી શક્ય ન હતી

આરોપીઓએ પહેલા ભુજમાં હત્યા કરવાનો પ્લાન કર્યો હતો. પરંતુ ભાનુશાળીની હત્યા તેમના ઘર પાસે ગીચ વિસ્તાર હોવાથી ત્યાંથી નાસી છુટવા માટે યોગ્ય જગ્યા મળી શકે તેવું ન હોવાથી શાર્પશુટરેના હત્યાની ના પાડી હતી. ત્યારબાદ પ્લાન બદલીને ટ્રેનમાં હત્યા કરવાનું નક્કી થયું હતું.  છબીલ પટેલે ભાનુશાળીને ટ્રેનમાં પતાવી દેવાની શૂટરોની યોજના મૂજબ વ્યવસ્થા કરી હતી.

રેકી કરી તમામ વિગતો આપવામાં આવી

જયંતિ ભાનુશાળી AC કોચમાં મુસાફરી કરે છે તેવી માહિતી પણ મેળવી હતી. હત્યારાઓએ સામખ્યાળી સુધી મુસાફરી કરી ત્યાં જ હત્યા કરવાનું નક્કી કર્યું હતું. 7 જાન્યુઆરીએ ભાનુશાળીની માહિતી આપવામાં આવી કે ભાનુશાળી 10.30ની ટ્રેનમાં ભૂજથી ટ્રેનમાં બેસવાના છે, એચ કોચમાં છે. દરેક સ્ટેશન પર કેટલી વાર ટ્રેન ઉભી રહે છે, કેટલા દરવાજા ખુલે છે તેની માહિતી મેળવી હતી. છબીલ પટેલે ભુજથી સામખ્યાલી વચ્ચે હત્યા કરી નાખવા કહ્યું હતું કેમ કે ત્યાં સુધી ટ્રેનમાં બહુ ઓછી અવરજવર રહે છે અને ત્યાંથી ભાગવા અનેક રસ્તા છે.

હત્યાની  તારીખ બદલી

પહેલા 31 ડિસેમ્બરે હત્યા કરવાની હતી. પરંતુ કોઈ માહિતી ન મળતા કામ ન કર્યું. પાકી માહિતી ન મળે ત્યાં સુધી તેઓ ભૂજમાં રોકાયા. 7 જાન્યુઆરી 2019એ રાત્રે આરોપીઓ ફાર્મમાં બહાર નીકળ્યા. હત્યા કરવા માટે છબીલે 7 જાન્યુઆરીએ રાતે ફોન કરી જાણ કરી હતી. તેને નંબર પ્લેટ વગરનું બાઈક આપ્યું હતું. શૂટરો બાઈક પર ભૂજ જવા નીકળ્યા ત્યાં પેટ્રોલ ખાલી થતાં અટવાયા હતા. રસ્તામાં વાહનચાલક પાસેથી પેટ્રોલ લઈ બાઈક પેટ્રોલપંપ સુધી પહોંચાડયું હતું. ટ્રેનનો સમય થઈ જતાં ભૂજ નહીં પહોંચાય તેવું લાગતાં શશીકાંતે ભચાઉથી ટ્રેનમાં બેસવાનું નક્કી કર્યું હતું. ત્રીજા સાથીને બાઈક શામખિયાળી પાસે મૂકવા કહ્યું હતું. ભાનુશાળી જે ટ્રેનમાં જવાના હતા, તેમાં જનરલ કોચની ટિકીટ લઈને ફર્સ્ટ કલાસના ડબ્બામાં ચડી ગયા હતા. ભચાઉમાં ટ્રેન આવી પરંતુ H1 કોચ બંધ હતો એટલે બાજુના કોચમાંથી હત્યારાઓએ અંદર પ્રવેશ કર્યો હતો. કોચમાં અન્ય કોઈ વ્યક્તિ જાગતા હોવાથી હત્યારાઓ બાથરૂમમાં જઈ હત્યા માટેની તૈયારી કરી લઈને H1 કોચ પાસે પહોંચ્યા હતા.

શશીકાન્તે આ ટ્રેનમાં રેકી કરી, કોચના દરવાજા ક્યારે બંધ થાય છે, ક્યારે દરવાજા ખુલે છે, તે જોયું.

પહેલી ગોળી અશરફે મારી

ભાનુશાળીના કમ્પાર્ટનો દરવાજો શશીકાંતે ખખડાવ્યો એટલે દરવાજો ભાનુશાળીએ ખોલ્યો. શશીકાંતે ‘યહા હમારી સીટે હૈ ભાનુશાળીએ જણાવ્યું કે, જીસકી સીટ હૈ સબ યહા પૈ હે’ તેમ કહી દરવાજો બંધ કરતાં હતા. તે સમયે શશીકાંતે દરવાજાને ધક્કો માર્યો અને અશરફે છાતીમાં ગોળી મારતાં ભાનુશાળી ઢળી પડયા હતા. બીજી ગોળીઓ શશીકાંતે માથામાં મારીને ચેઈન પુલીગ કરી બંન્ને ફરાર થઈ ગયા હતા. શાર્પ શૂટર પ્રોફેશનલ હોવા છતાં બે મીસ ફાયર થયા હતા. 5 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. જેમાં એક શોર્ટ મિસ થયો હતો અને બે મિસફાયર થયા હતા. જ્યારે બે ગોળીઓ ભાનુશાળીને વાગી હતી.

ઘટનાનું રીકંસટ્રક્શન કરાયું

ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જર તથા ટીટીની પોલીસે પૂછપરછ કરી હતી. ટ્રેનના ટીટી તથા અન્ય મુસાફરોએ હત્યારાઓને ભાગતા જોયા હોવાનું ખૂલ્યું હતું. ચેઈનપુલીંગ બાદ કેટલાક શખ્સો દરવાજા તરફ દોડ્યા હોવાનો અવાજ ટીટી અને મુસાફરોએ સાંભળ્યો હતો. કચ્છના એક ઉદ્યોગપતિની પૂછપરછ કરી હતી. તેમજ ગાંધીધામ રેલવે સ્ટેશન ઉપર પણ તપાસ કરી હતી. ભાનુશાળી જે કોચમાં મુસાફરી કરતા હતા તેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. પોલીસે હત્યાના 36 કલાક બાદ વધારે પુરાવા એકત્ર કરવા માટે હત્યાના સ્થળ રેલમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ભાનુશાળી ટ્રેનમાં કચ્છથી અમદાવાદ આવતા હતા. ત્યારે ચાલુ ટ્રેનમાં હત્યા કરાઈ હતી. હત્યા પહેલા ટ્રેન ક્યાં ક્યાં રોકાઇ હતી, તેની તપાસ કરી હતી. તેમજ નજીકના રેલ્વે સ્ટેશનના ફુટેજ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા.

એક માત્ર સાક્ષી

ટ્રેનમાં કોચમાં પ્રવાસ કરનાર પવન મોરે એક માત્ર સાક્ષી હતા. જેણે આરોપીને જોયા હતા. સ્કેચ આર્ટિસ્ટની મદદથી પવનના વર્ણનના આધારે સ્કેચ બનાવવાનો પ્રયાસ કર્યા હતા. ઓળખ પત્ર માંગતા પવન મોરેએ મોબાઈલ ફોનમાં આધારકાર્ડ બતાવ્યું હતું. તેના વોટ્સએપ પર લાસ્ટ સીન 12.47 હતું. અગાઉ પવન મોરેએ પોલીસને જણાવ્યું હતું કે, 11.30 કલાક સૂઈ ગયો હતો. લગભગ 1.30 કલાકે ઉઠીને ટોયલેટ ગયો હતો. આમ પોલીસે તેનું જુઠ પકડી લઈને પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને કેટલીક નક્કર માહિતી મળી હતી.

શામખિયાળી રેલમાંથી ઉતર્યા, ગુગલ મેપનો ઉપયોગ

કચ્છ સૌરાષ્ટ્રની સરહદ પર કચ્છના નાના રણના કિનારે આવેલા શામખિયાળી પાસે રાત્રે 12.45 વાગ્યે રેલની સાંકળ ખેંચીને ઉતરી ગયા હતા. બંને સામખયાળી પાસે જ્યાં બાઈક મૂક્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા હતા. બાઈક મળ્યું ન હતું. જેથી તેમના સાગરીતને ફોન કરી તેઓએ બાઈક અંગે પૂછ્યું હતું. બાઈક મળી જતા બંને રાધનપુર અને પાલનપુર તરફ જવા નીકળ્યા હતા. રાધનપુર માર્ગેથી ભાગ્યા હતા. પોલીસનું વાહન ચેકીંગ શરૂ થશે તેવી જાણ હોવાથી હાઈવે તરફથી જવાની જગ્યાએ બંનેને ગુગલ મેપ પર લોકેશન અને રૂટ મોકલવામાં આવ્યો હતો. તે રૂટ પરથી અંદર અંદરના ગામડાના રસ્તાઓમાં થઈ પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં બાઈક મૂકી અને આબુ રોડ ગયા હતા. આબુ રોડથી તેઓ ટ્રેનમાં બેસી મુંબઈ ગયા હતા. બાદ શાર્પશૂટરો  પછી ત્યાંથી રાધનપુર-પાલનપુર તરફ થઈ આબુથી પૂણે ટ્રેનમાં પહોંચી ગયા હતા. પોલીસ તપાસ અને તેમનું નામ જાહેર થયું હોવાનું ખબર પડતાં બે વખથ કુંભ મેળામાં અને વૈષ્ણોદેવી મંદિર પણ ગયા હતા.

ઓળખ છુપાવવા માટે કુંભના મેળામાં શશીકાંતે માથામાં મુંડન કરાવી ને મુછો કાઢી નાખી હતી.

હત્યાનું આયોજન સફળ કરવા અને સંપર્કમાં રહેવા માટે છબીલ પટેલે બન્ને શાર્પ શૂટરોને મોબાઈલ આપ્યા હતા. જે મોબાઈલ હત્યારાઓએ હત્યા બાદ તોડીને ફેંકી દીધા હતા.

હવે મુખ્ય આરોપી ભાજપના નેતા છબીલ

ભાનુશાળીની હત્યા બાદ મસ્કત ભાગી ગયેલા અને ઓડિયો ટેપમાં પોતે નિર્દોષ હોવાનો તથા કાવતરાનો ભોગ બનાવ્યા હોવાનો દાવો કરનારા છબીલ પટેલનું નામ મુખ્ય આરોપી તરીકે જાહેર થયું છે.  છબીલ પટેલની ધરપકડ માટે ચોતરફથી ભીંસ વધે તે નક્કી છે.

રેડ કોર્નર નોટિય ઈશ્યુ થશે

ભાગેડુ જાહેર કરાયેલા છબીલની વિરૂધ્ધ  રેડ કોર્નર નોટિસ ઈશ્યુ કરાશે. છબીલ પટેલની ધરપકડ માટે વોરન્ટ પણ ઇસ્યુ કરવાની કાયદાકિય પ્રક્રિયા આગળ ધપાવી દેવાઇ છે. વોરન્ટ ઇસ્યુ થયા બાદ છબીલ પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેની સંપત્તિઓ ટાંચમાં લેવાશે.

કુલ 4ની ધરપકડ

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ રાહુલ અને નીતિન પટેલની ધરપકડ કરી હતી. ગઇકાલે બે શાર્પશુટરોની પણ ધરપકડ કરવામાં આવી છે. રાહુલ અને નીતિને શાર્પશુટરોને મદદ કરી હતી.

રીઢા ગુનેગાર

શશીકાંત ઉર્ફે બિટિયા દાદા સામે ખૂન,લૂંટ,ધમકી સહિત 15 ગુના મહારાષ્ટ્રના યરવડામાં અને અશરફ શેખ સામે ચોરીના ચાર ગુના નોંધાયા છે.  શશીકાંતને પૂણેમાંથી તડીપાર પણ કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં બળાત્કારની ફરિયાદ કારણભૂત

દિલ્હીમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ બાદ છબીલ પટેલે આગોતરા જામીન મેળવી લીધા હતા. ત્યાર બાદ છબીલ પટેલને જાણકારી મળી હતી કે બીજી દુષ્કર્મની ફરિયાદ નોંધાય તે માટે અનેક સ્ત્રીઓને જયંતી ભાનુશાળીએ તૈયાર કરી હતી. જામીન મળ્યા બાદ છબીલ પટેલને જાણકારી મળી કે, ફરિદાબાદની એક મહિલાને જયંતિ ભાનુશાળીએ પૈસા આપી તૈયાર કરી છે. તે પણ તેમની સામે દુષ્કર્મની ફરિયાદ આપશે. બીજી એક ભૂજની મહિલાને જયંતિએ દુષ્કર્મની ફરિયાદ આપવા તૈયાર કરી છે. છબીલ અને ભૂજની આ મહિલા વચ્ચે બેઠક પણ થઈ હતી.  જેમાં મહિલાએ જયંતિએ તૈયાર કરી આપેલી ફરિયાદની નકલ પણ બતાડી હતી. જો આ ફરિયાદ નોંધાય તો સારી રકમ પણ આપશે તેવું પણ જયંતિએ મહિલાને કહ્યું હતું. હવે છબીલ માનવા લાગ્યા હતા કે જયંતિ તેમનું જીવવું હરામ કરી નાખશે. હવે એક પછી દુષ્કર્મની ફરિયાદ પોતાની સામે નોંધાતી જશે તેવા ડર તેને લાગ્યો હતો. દિલ્હીમાં છબીલ પટેલ સામે નોંધાયેલી ફરિયાદ બાદ જયંતિને કાયમી શાંત કરી દેવાનો નિર્ણય કર્યો હતો.  તેણે કાયમને માટે ભાનુશાળીને ખતમ કરી દેવાનું ત્યારે નક્કી કરી લીધું હતું. જે હત્યાનું કારણ બન્યું હતું.

સમાધાન થયું પણ લાંબુ ન ચાલ્યું

જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તેની પાછળ છબીલ પટેલનો હાથ હોવાનું જયંતિ ભાનુશાળી માની રહ્યા હતા. તેથી દિલ્હીમાં ફરિયાદ થઈ હોવાનું છબીલ માની રહ્યા હતા. સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતા છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી વચ્ચે સમાધાન થયું હતું. પણ તેના થોડા દિવસ બાદ છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. છબીલ પટેલે જાહેર કર્યું હતું કે, ફરિયાદમાં જે તારીખનો ઉલ્લેખ છે, તે દિવસે તેમની દીકરીનો જન્મ દિવસ હોવાને કારણે તેઓ ગુજરાતમાં હતા અને દિલ્હી ગયા જ નથી. દિલ્હી કોર્ટ દ્વારા આ પુરાવાને ધ્યાનમાં લઈ તેમને જામીન મળ્યા હતા. આમ તેમની સામે ફરિયાદ ખોટી હોવાનો એક પૂરાવો તેમની પાસે મોજુદ હતો.

રાજકીય દુશ્મની કારણભૂત

જયંતી ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી જ ભાનુશાળીના પરિવારજનોએ છબીલ પટેલ પર આંગળી ચીંધવા માંડી હતી.  હત્યાને અંજામ આપનારા ઘણા બધા રાજકીય ઘટનાક્રમ છબીલ પટેલ અને જયંતી ભાનુશાળી વચ્ચે સર્જાયા હતા. કેમકે છબીલ પટેલ કોંગ્રેસમાં હતા. ત્યારે ભાનુશાળીના રાજકીય હરિફ હતા. છબીલ પટેલ ભાજપમાં જોડાયા તો ભાનુશાળીની ટિકિટ કપાઈ હતી. તે ધારાસભ્ય ન બન્યા તેનો વસવસો હતો. તેથી તેણે છબીલને હરાવ્યો હતો. છબીલ પટેલને ભાજપમાંથી ટિકિટ મળતા બન્ને દુશ્મન બન્યા હતા. બન્ને નેતાઓ એકબીજાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માગતા હતા. દરમિયાન મનીષા ગોસ્વામી દ્વારા ભાનુશાળી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. ફરિયાદ પાછળ છબીલ પટેલનો હાથ હોવાની ભાનુશાળીને શંકા ગઈ હતી. મનીષા ગોસ્વામી સામે ભાનુશાળીએ બ્લેકમેઈલિંગની ફરિયાદ કરી હતી. છબીલ પટેલે મનીષા ગોસ્વામીને હાથો બનાવી. મનીષા અને છબીલ પટેલે ભાનુશાળીને ખતમ કરવાનો પ્લાન ઘડ્યો હતો. બન્ને નેતાઓ એકબીજાને રાજકીય રીતે પુરા કરવા માગતા હતા. આ સમય દરમિયાન ભાનુશાળી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ભાનુશાળી માનતા હતા કે ફરિયાદ છબીલ પટેલના ઇશારે નોંધાઈ છે. સમાજના આગેવાનોએ બન્નેનું સમાધાન કરાવ્યું અને ફરિયાદ પાછી ખેંચાઈ હતી. સમાધાન બાદ છબીલ પટેલ પર દિલ્લીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ વખતે છબીલ પટેલ માનતા હતા કે ફરિયાદ પાછળ ભાનુશાળીનો હાથ છે. છબીલ પટેલે બદલો લેવા માટે ભાનુશાળીની દુશ્મન મનિષા ગોસ્વામીનો સંપર્ક કર્યો હતો. મનિષા ગોસ્વામી સામે ભાનુશાળીએ બ્લેકમેઇલિંગની ફરિયાદ કરતા દુશ્મન બની હતી. અગાઉ મનિષા ગોસ્વામી અને જયંતિ ભાનુશાળી વચ્ચે સંબંધો હતા. પોતાની સામે દુષ્કર્મની બીજી ફરિયાદ ન થાય તે છબીલ પટેલે ભાનુશાળીની હત્યા કરવા આયોજન કર્યું હતું. મનિષા અને છબીલે શાર્પ શૂટરની મદદથી ભાનુશાળીને ખતમ કરવાનું નક્કી કર્યું હતું.

છબીલ સસ્પેન્ડ કરાયા

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી સામે આવતા પાર્ટીએ તેમને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ચકચારી હત્યા કેસમાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની સંડોવણી સામે આવતા ભાજપએ ગંભીર નોંધ લીધી છે.

પોલીસ સામે શંકા અને સામસામે ફરિયાદ

કચ્છ લડાયક મંચ દ્વારા પત્ર લખીને DGPને રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસની કામગીરી શંકાસ્પદ છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની તપાસ પર સવાલ ઉઠાવામાં આવ્યા હતા. પોલીસ અંગત અદાવત, જમીન વિવાદ અને પૈસાની લેવડ-દેવડના કારણે હત્યા કરવામાં આવી હોય તેવુ માની રહી હતી. તપાસની શરૂઆતમાં શેખર મોરે અને સુરજીતબે વ્યક્તિના નામ સામે આવ્યા હતા. પોલીસે ઉત્તરપ્રદેશમાંથી પણ એક શખ્સની ધરપકડ કરી હતી. ત્યારે બીજી બાજુ ભાનુશાળી હત્યા પ્રકરણમાં ઉમેશ પરમાર નામના શખ્સ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.  ભાનુશાળીના પરિવારે ઉમેશ પરમારની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ઉમેશ પરમારે વાત કરતા કહ્યું કે, ‘મારા પર લગાવામાં આવેલા તમામ આરોપો ખોટા છે,મને ખોટી રીતે ફસાવામાં આવ્યો છે’. તેના બાદ ઉમેશ પરમારે જયંતિ ભાનુશાળીના ભત્રીજાની વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

મૃત્યુના ત્રણ દિવસ પહેલા નૃત્યુ

હત્યા થવાના 3 દિવસ પહેલા જયંતિ ભાનુશાળીએ નખત્રાણામાં એક મંદિરમાં દાંડીયારાસ રમતી વખતે વિચિત્ર પ્રકારનું નૃત્ય કર્યું હતું. દાંડી હાથમા લઈને પોતે નીચે ગુલાંટો મારીને નાચ કરતાં હતા. તેમની પાસે રહેલાં દાંડીયાને આસપાસ ગરબે ઘુમતા લોકોની સાથે દાંડીનો તાલ મેળવતાં હતા.

ભાનુશાળીને પક્ષના નેતાઓ બચાવતા હતા

અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્યારે જયંતિ ભાનુશાળી બારદાનનો ધંધો કરતા હતા. 2007મા જયંતિ ભાનુશાળીને ભાજપે અબડાસાની વિધાનસભાની ટિકિટ આપી હતી. ગંભીર આક્ષેપો થયા હોવા છતાં પણ પાર્ટીના નેતાઓ એવું કહ્યું હતું કે, જયંતિ ભાનુશાલી ભાજપમાં જ રહેશે. ભલે એમણે રાજીનામું આપ્યું હોય. જ્યાં સુધી એ દોષિત સાબિત થાય ત્યાં સુધી તે ભાજપમાં રહેશે. એક 21 વર્ષની અને બીજી બત્રીસ વર્ષની યુવતીએ સ્પષ્ટ પણે ભાનુશાલી સામે આરોપો મૂક્યા હતા. તો તેમ છતાં પણ ભાજપના ટોચના નેતાઓ ભાનુશાળીને ભાજપના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાના બદલે પક્ષની સાથે જ રાખી રહ્યા હતા. જેનું રહસ્ય તેમની પાસેથી સેક્સ વિડ્યો હાવાનું માનવામાં આવતું હતું. જયંતિ ભાનુશાળીનો ભાંડો ફૂટી ગયો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાઓ તેમને છાવરી રહ્યા હતા. યુવતી પાસે તમામ પુરાવા, વિડિયો ક્લીપ હોવા છતાં પણ ભાજપનું આવું વલણ સમજી શકાતું ન હતું.  ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીએ એવું કહ્યું છે કે જયંતિ ભાનુશાળી દોષિત પુરવાર ન થાય ત્યાં સુધી ભાજપમાં જ રહેશે. સમગ્ર મામલામાં તપાસના અંતે જે કરવું પડે તે ભાજપ નિર્ણય લેશે. તેમ કહીને ભાજપ છટકવાનો અને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.

રાજીનામું માંગી લેવાયું

ભાજપના રાષ્ટ્રીય નેતાની સાથે ભાનુશાળીને સારા સંબંધો હોવાથી તેને પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ બનાવાયા હતા. જો કે યુવતીના ગંભીર આરોપ પછી જયંતિ ભાનુશાળીએ પોતાને નિર્દોષ ગણાવીને પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલી આપ્યું હતું. ભાજપની બદનામી રોકવા માટે તેમનું રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું. મોકલેલા રાજીનામા લખ્યું હતું કે તેમની વિરુદ્ધ કાવતરું ઘડાયું હતું. વિરોધીઓ દ્વારા ષડયંત્ર રચાયું છે. હું જ્યાં સુધી મારી નિર્દોષતા સાબિત ના કરું ત્યાં સુધી, કોઇ પદ પર નહીં રહું. રાજકારણમાં એકબીજાને પતાવવા માટે આવા કાવતરા થયા છે. કોઈના પર આક્ષેપ કરતાં નથી. મેં કેટલાક લોકોને જેલમાં નંખાવ્યા તેના કારણે મારા પર આવી ખોટી ફરિયાદો કરવામાં આવી હોય શકે છે. એવું રાજીનામું આપતી વખતે કહ્યું હતું.

છબીલદાસ પટેલ કેમ હાર્યા

2012 કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા છબીલ પટેલે રાજીનામું આપીને અબડાસા વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા અને ચૂંટાયા હતા.  2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છબીલને ફરી ટિકીટ આપી હતી. જેમાં તેઓ હારી ગયા હતા. છબીલ માની રહ્યા હતા કે જયંતિ ભાનુશાળીએ તેમને હરાવ્યા છે. જેના કારણે છબીલ પટેલ બદલો લેવા માટે ફરી રહ્યા હતા. ચૂંટણીના પરીણામના થોડા દિવસોમાં જ તેમાં ‘દુશ્મનો કો ઢીંચકિયાંઉ..’ વીડિયો છબીલ પટેલે 2 જાન્યુઆરી, 2018ના રોજ પોસ્ટના કરવાના પગલે ભાજપમાં દબાઈ રહેલો જુથવાદ સામે આવી ગયો હતો. તેમની હાર માટે આ જુથવાદને મુખ્ય કારણ ગણાવાય છે. પટેલના જવાબમાં ભાજપના નરેન્દ્રસિંહ અને અનુપસિંહ નામના બે કાર્યકરો હાથમાં પિસ્તોલ લઈ ઐસે ઢીસુમ ઢીસુમ નહીં હોતા હૈ. જો સાધન મેરે હાથ મેં ઉસી સે ઢીસુમ હોતા હૈ, દુશ્મન ઈસી સે મરતા હૈ..’ વીડિયો મૂક્યો હતો. આ બંને કાર્યકરો ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની નિકટના હોવાથી અંદાજ લગાવી શકાય છે કે છબીલ પટેલને હરાવવા માટે કેટલી અને કેવી મહેનત કરવામાં આવી હશે. તો બીજી તરફ છબીલ પટેલ સામે ભાજપના વિરોધી જુથમાં કેટલું ખુન્નસ છે તે પણ બહાર આવ્યું હતું. જે હત્યા સુધી પહોંચી ગયું હતું. ચૂંટણી પૂર્વે જયંતી ભાનુશાળી અને છબીલ બંને મજબૂત દાવેદાર ગણાતા હતા. પરંતુ ભાજપે ભાનુશાળીને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવીને પટેલની ટિકીટ માટેનો રસ્તો સરળ બનાવી દીધો હતો. તે બાત ભાનુશાળીને મંજૂર ન હતી. તે ધારાસભ્ય બનવા માંગતા હતા. જો હું નહીં તો તું પણ નહીં એમ માનીને છબીલ પટેલને તેમણે હરાવ્યા હતા. ભુતકાળમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને પેટા ચૂંટણી લડનારા છબીલ પટેલ હતા. તેમને ખતમ કરવા માટે ભાનુશાળી કાયમ આગળ પડતાં હતા.

2007ની ચૂંટણી અને ભાનુશાળી

2007મા અબડાસામાં ભાનુશાળી ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેની સંપત્તિ માત્ર રૂ.97.41 લાખ જ હતી અને બેંકનું દેવું રૂ.1.61 કરોડ હતું. ત્યારે તેની સામે કોઈ ફોજદારી ગુના ન હતા. તેના હાથ પરની રોકડ રકમ રૂ.50 હજાર હતી. બેંકમાં એક પણ રૂપિયાના બાંધી મૂદતની થાપણો ન હતી. 25 હજારના શેર હતા. રૂ.89 હજારની વીમાની પોલીસી હતી. ઈનોવા, ઈન્ડિગો અને એક્ટિવા મળીને રૂ.10 લાખના વાહનો હતો. રૂ.3.25 લાખના ઘરેણા હતા. રૂ.48 લાખની ખેતીની જમીન હતી. રૂ.4.81 લાખની બિનખેતીની જમીન હતી. રૂ.26 લાખનું એક મકાન હતું. રૂ.4 લાખનું એક ઘર હતું. પણ પછી તેમની સંપત્તીમાં સતત વધારો થતો રહ્યો હતો.

કચ્છ ભાજપના નેતાઓ અને બળાત્કાર કેસ

નલિયા બળાત્કાર કાંડ બાદ કચ્છના વધુ એક ભાજપના નેતા જયંતી ભાનુશાળીનું અન્ય એક દુષ્કર્મ કેસમાં નામ આવતા કચ્છ અને રાજ્યના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. કચ્છ ભાજપના નેતાઓ અને ભાજપની કાર્યકર યુવતી પર થયેલાં બળાત્કાર કેસ અને સુરતની યુવતી સાથે ભાજપના ઉપપ્રમુખે કરેલો બળાત્કાર વચ્ચે અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે શું સંબંધ હોઈ શકે ? આ કેસથી છબીલ અને ભાનુશાળી એક બીજાને ખતમ કરવા માટે તૈયાર થયા હતા.

જયંતી ભાનુશાળી સામે ગંભીર ગુના

જયંતી ભાનુશાળી સામે આજ સુધી ત્રણ યુવતીએ ફરિયાદ કરી હતી. જે છબીલ પટેલે કરાવી હોવાનું તેઓ માનતાં હતા. અમદાવાદ તથા નલિયા કાંડમાં તેની સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સુરતની યુવતીએ ફરિયાદ પરત ખેંચી હોવાથી તેમનો બચાવ થયો છે. આવી માનસિકતા ધરાવતા નેતાને જે રીતે ભાજપ સાચવી રહ્યો હતો તે પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, જયંતી ભાનુશાળી પાસે ભાજપના ટોચના નેતાની ચાવી હતી. એ ચાવી કઈ છે તે આ બચાવનામા પરથી ખ્યાલ આવે છે. વાપી, નડિયાદ, સુરત, નલિયા, અમદાવાદમાં દુષ્કર્મની સળંગ ઘટના બની અને હવે એક 21 વર્ષની વિદ્યાર્થિની પર ભાજપના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીએ અમદાવાદમાં ગુજારેલા બળાત્કાર અંગે ફરિયાદ કરી હતી. આ પ્રકરણ પણ નલિયાકાંડ કરતાં પણ વધુ વ્યાપક નીકળે એવું લાગી રહ્યું હતું. ભોગ બનનાર યુવતીના સંકેત અને ભાજપના નેતાઓના ભેદી વલણ તો એવું જ દર્શાવી રહ્યા હતા. પણ પાછળથી નિવેદન બદલી ને ગુનો પરત ખેંચી લીધો હતો. ભાનુશાળીનું હોદ્દાદાર પદેથી રાજીનામું લઈ લીધા બાદ નેતાઓ તેમને પક્ષમાંથી હાંકી કાઢવા તૈયાર ન હતા. જે એક રહસ્ય છે. ટોચના નેતાઓ પણ કોઈક અજાણ્યા ભયના કારણે ભાનુશાળીને છાવરવાનું શરૂ કર્યું હતું. તેઓ ભાનુશાળીને પક્ષમાં જ રાખવા માંગે છે. પક્ષમાં રાખીને તેમને અગમ્ય કારણોસર રક્ષણ આપી રહ્યાં હતા. શંકર ચૌધરી સાથે તેમને સારા સબંધો હતા.

સેક્સ સીડી બનાવી કરોડો કમાયા અને મનીષા ભડકી

રાજકારણમાં મહત્વના પદો પર પહોંચવા, ગાંધીનગરમાં મહત્વનું ખાતું તેઓ મેળવીને પ્રધાન બનવા માંગતા હતા. સત્તા અને શ્રીમંત થવાની દોડમાં ભાનુશાળીએ રાજકીય નૈતિકતા નેવે મૂકી હતી. વાપીની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામીની મદદ લઇ અનેક અધિકારીઓ અને રાજનેતાની સીડીઓ બનાવી હતી. જો કે પોતાનો ઉપયોગ કરી ભાનુશાળી કરોડો કમાયા હતા. જેમાં થોડો ભાગ મળે એવું મનીષા માનતી હતી. તેથી  મનીષાએ ભાનુશાળીના ભત્રીજા સુનિલની સીડી બનાવી મોટી રકમ માંગી હતી.

10 કરોડની ખંડણી માંગી

ભાજપના ઉપપ્રમુખ અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીએ ફરિયાદ કરી હતી તે તેમના ભત્રીજા પાસેથી એક મહિલાએ રૂ.10 કરોડની ખંડણી માંગી હતી. જયંતીના અમદાવાદમાં રહેતા ભત્રીજા અને વેપારી સુનિલ ભાનુશાળીને અમદાવાદના કચ્છી ભુવનમાં બેભાન કરીને એક મહિલાએ સેક્સનો વીડિયો ઉતારી લીઘો હતો. તે વીડિયો ક્લીપ તેના સમાજમાં ફરતી કરી દેવાની ધમકી આપીને સુનિલ ભાનુશાળી પાસેથી રૂ.10 કરોડ માંગીને બ્લેક મેઈલ કરી રહી હોવાનો આરોપ જયંતી ભાનુશાળીએ મૂક્યો હતો. મહિલાએ એવી ધમકી પણ આપી હતી કે સુનિલે અન્ય મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જયંતી ભાનુશાળીના ભત્રીજાની કઢંગી વીડિયો ક્લિપ ઉતારીને રૂપિયા 25 લાખની ખંડણી ઉઘરાવવાના કેસમાં પોલીસે મુખ્ય મહિલા આરોપી મનીષા ગૌસ્વામીની ધરપકડ કરી હતી. ભાનુશાળી સામે મનીષાએ આપેલા બાંહેધરીપત્રમાં એવું જણાવ્યું હતું કે, જયંતી ભાનુશાળી સાથે 10 વર્ષ પહેલાં ઓળખણ થઈ હતી. જ્યારે ભાનુશાળી સાથે સંબંધો બંધાયા હતા. બન્ને વચ્ચે 6 વર્ષ સંબંધ રહ્યાં હતા. છેલ્લાં 4 વર્ષથી તેમની વચ્ચે મનમેળ રહ્યાં ન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ મહિલાને રૂપિયાની જરૂર હોવાથી તેમણે જયંતી પાસેથી રૂપિયા માંગ્યા હતા. ભાનુશાળીએ આંગડિયા મારફતે રૂ.25 લાખ મોકલાવ્યા હતા. તે યુવતિને વધુ નાણાંની જરૂર પડતાં રૂ.5 લાખ ફરી માંગ્યા હતા. તે આપીને બન્નેએ સમાધાન કરી લીધું હતું. ભવિષ્યમાં જયંતી ભાનુશાળીને હેરાન નહીં કરે એવી બાહેંધરી આ યુવતીએ આપી હતી. જે અંગે પોલીસ દ્વારા મનીષા નામની મહિલાની ધરપકડ પણ કરી હતી. આ મહિલા દ્વારા સુરત ખાતેથી અન્ય કોઈ છોકરી મારફત આ અરજી છબીલ પટેલે કરાવી હોવાનું ભાનુશાળી માનતા હતા. તેમને આ અંગે ખબર પડી હોય તેમ ભાનુશાળીએ એકાએક જાહેરાત કરી હતી કે, ત્રણ મહિના અગાઉ મેં પોલીસ મથકોમાં અરજી કરી હતી કે કોઈ મારા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું હતું. જેના કારણે મારી વિરુદ્ધ એક ય બીજા પ્રકારની ફરિયાદો થશે. જે છબીલ પટેલ સુધી દોરી જતું નિવેદન હતું. પાછળથી આ બાબત જ તેમની હત્યાનું કારણ બની હતી. જયંતિએ પોતાની વગનો ઉપયોગ કરીને મનીષા સામે અમદાવાદમાં પોલીસ કેસ કરી તેને જેલમાં મોકલી આપી હતી. તે તેની હત્યાના કાવતરામાં સામેલ થઈ હતી.

હું રાજકારણ છોડી દઈશ

છબીલ પટેલે સાબરમતી જેલમાં રહેલી મનીષાનો સંપર્ક કર્યો હતો. જયંતિના ખોટા ધંધા અને કાળા કરતુતોની તમામ માહિતી મેળવી હતી. મનીષાના જામીન થાય તે માટે મદદ કરી હતી. જયંતિનું રાજકારણ પૂરું કરવા માટે છબીલ પટેલ દ્વારા એક યુવતીને તૈયાર કરી દુષ્કર્મનો કેસ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ કરાવ્યો હતો. કેસ થતા જયંતિ ભાનુશાળી છબીલ પટેલના શરણે આવી ગયો હતો. સમાધાનની શરત પ્રમાણે કાયમ માટે રાજકારણ છોડી દેવાની ભાનુશાળીએ ખાતરી આપી હતી. સમાધાન ખરેખર સમાધાન નહોતું. જયંતિ ભાનુશાળી સામેની ફરિયાદ રદ થયા પછી જયંતિ ભાનશાળીએ નવો દાવ ખેલ્યો હતો. છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જેના કારણે છબીલ પટેલને દિવસો સુધી ભાગતા રહેવું પડ્યું હતું. આ ઘટના પછી છબીલ પટેલે નક્કી કર્યું હતું કે તે હવે જયંતિને જીવતો રહેવા દેશે નહીં અને ત્યારે હત્યા કરવાનો મનસૂબો બનાવી લીધો હતો. છબીલ પટેલ અને મનીષા પોતાના દુશ્મનને ખતમ થવા માટે એક થયા હતા.

નલિયા બળાત્કાર કાંડ

કચ્છ જિલ્લાના બહુચર્ચિત એવા નલિયા કાંડમાં પણ જયંતિ ભાનુશાળી સામે પણ છાંટા ઉડ્યા હતા. નલિયા સામુહિક બળાત્કાર કાંડમાં ભાજપની અનેક કાર્યકરો ઉપર બળાત્કાર કરવામાં આવ્યા હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. કૌભાંડની તપાસ શંકર ચૌધરીને સોંપવામાં આવી હતી અને તપાસ પર ફિંડલું વાળી દેવાયું હતું. તેમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલાં હોવાથી પોલીસ પણ તેમાં કંઈ કરવા તૈયાર નથી. પીડીતા આજે પણ ન્યાય માંગી રહી છે. પણ તે સમગ્ર પ્રકરણમાં ભાજપના અનેક નેતાઓ સંડોવાયેલા હોવાતી તેના પર પડદો પાડી દેવામાં આવ્યો છે. આમ જયંતી ભાનુશાળી સામે એક પછી એક વિવાદો ઉભા થઈ રહ્યા હતો.. જેના કારણે છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓ એક યા બીજા કારણોસર સતત વિવાદમાં ઘેરાયેલા રહ્યા છે. આવી ઘટનાઓ અંગે ભાનુશાળી પાસે વિડિયો ક્લિપ હતી. જે ભાનુશાળીની હત્યા સમયે તેનો મોબાઈલ લઈ લેવાની સૂચના છબીલ પટેલે આપી હતી. પણ ભાનુશાળી પાસે જો બે મોબાઈ હતા. હવે આ બન્ને મોબાઈલની સેક્સ વિડિયો ક્યારેય બહાર નહીં આવે. જો તે વિડિયો છબીલ પટેલ પાસે હત્યારાઓ પહોંચાડી હોય તો તે બહાર આવી શકે છે.

21 વર્ષની વિદ્યાર્થિનીએ બળાત્કારની ફરિયાદ કરી

સુરતમાં યોગીચોક વિસ્તારમાં રહેતી ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પક્ષના ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી પર એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. 12 ધોરણ પાસ કરીને આ યુવતી ફેશન ડિઝાઈનીંગનું ભણવા માંગતી હતી તેથી ફેશન ડિઝાઈનીંગનો અભ્યાસ કરાવતી સંસ્થામાં તે પ્રવેશ લેવા માંગતી હતી. તેથી તેના એક સબંધી ભાનુશાળી પાસે આ યુવતિની લઈ ગયો હતો. 2017માં યુવતીની મુલાકાત જયંતિ ભાનુશાળી સાથે થઇ હતી. ગાંધીનગર જવું પડશે તેવું કહીને તેઓ મને એક કાળા રંગની કારમાં બેસાડીને હાઈવે પર લઈ ગયા હતા. પ્રવેશ આપવાની લાલચ આપીને અમદાવાદના એક ખેતરમાં તેના ઉપર બળાત્કાર ભાનુશાળી દ્વારા કરાયો હતો. પછી એ યુવતિના પૂર્વ પતિએ એવું જાહેર કર્યું હતું કે તેની પાછળ છબીલ પટેલ છે. ત્યારે જ છબીલ પટેલ બચાવ પક્ષમાં આવી ગયા હતા.

ગૃહ વિભાગને મેઈલ કર્યો

ગૃહવિભાગ અને પોલીસને મેલ કરીને માહિતી આપી હતી. તેમના ભત્રીજાને બ્લેકમેલ કરાયો હતો. ત્યારે બ્લેકમેલ કરનાર મનિષા નામની છોકરી અને તેની ગેંગ વિરુદ્ધ નરોડામાં ફરિયાદ કરી હતી. આક્ષેપ કરનાર યુવતી આ ગેંગની હોઈ શકે છે અને બદલો લેવા માટે આવી અરજી કરી હોઇ શકે છે. સુરતની ઘટનામાં પોલીસે ભરપુર મદદ કરી હતી. યુવતીને ધમકીઓ આપવામાં આવી હતી. તેથી આ યુવતી ગુમ પણ થઈ ગઈ હતી. મનિષા સાથે છબીલ પટેલ સંપર્કમાં હોવાનું સમાધાન કરાવનાર એક પોલીસ અધિકારીની ઓડિયો ટેપમાં બહાર આવ્યું હતું.

પ્રથમ વખત જાહેરમાં દેખાયા

બળાત્કારના આરોપ બાદ ભૂગર્ભમાં ઊતરી ગયેલાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી પ્રથમ વખત ભૂજ ખાતેના સતાપર ગોવર્ધન પર્વત ખાતે સમારોહમાં જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જયંતિ ભાનુશાળીને VIP હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના કટ્ટર રાજકીય હરીફ છબીલ પટેલ ક્યાંય જોવા મળ્યા ન હતા. ભાનુશાળી કાર્યક્રમમાં હાજર રહીને પૂર્વધારાસભ્ય પંકજ મહેતાની બાજુમાં VIP લેનમાં ગોઠવાઈ ગયા હતા.

ભાજપના નેતા સામે બીજી એક યુવતી બહાર આવી

આ બધાની વચ્ચે જયંતિ ભાનુશાલી સામે કુકર્મની કથાનો એક બીજો કિસ્સો બહાર આવ્યો હતો. નડિયાદની 31 વર્ષની એક વિધવા સાથે પણ જયંતિ ભાનુશાલીના શારીરિક સંબંધો હોવાની વાત યુવતિએ જ જાહેર કરી હતી. એ મહિલા એવું સ્વીકારે છે કે જયંતિ મારી આર્થિક જરૂરિયાત પૂરી કરતો હતો એટલે તેની જરૂરિયાત હું પણ પૂરું કરતી હતી. આ અંગે તેણે એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. જેમાં તે મહિલા પોતાની સ્પષ્ટ ઓળખ આપે છે. તે જયંતી ભાનુશાલી સામે ફરિયાદ કરવા માટે પોલીસ પાસે પણ ગઈ હોવાનું કહ્યું હતું.  પરંતુ નડિયાદ પોલીસે ભાજપના નેતાની સામે ફરિયાદ લેવાનો ઇનકાર કરીને ગભરાવીને કાઢી મૂકી હતી. જયંતીએ પોતાની સાથે વર્ષો સુધી શારીરિક સંબંધો રાખ્યા હોવાનો પણ આરોપ 32 વર્ષની વિધવા યુવતી મૂકી રહી હતી. તેમની પાસે પુરતા પુરાવા છે. જેમાં મોબાઈલ ફોન પર જયંતી ભાનુશાળીના આવેલાં મેસેજ તથા તેના મોબાઈલ પરના સ્ક્રીનશોટ છે. ભાનુશાળી સાથે વાત કરતી હતી તેના ફોન કોલ રેકોર્ડિંગ છે. પોલીસમાં ફરિયાદ નોધાવવા માંગતી હતી. પોલીસે કહ્યું કે આવું કંઇ ન કરાય, માહોલ ખોટો બગડશે. નડિયાદની યુવતીએ એવું કહ્યું હતું કે એક ઇવેન્ટમાં હું ભાનુશાળીને મળી હતી પછી અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. એ મારી આર્થિક જરૂરિયાત પૂરી કરતા હતા અને હું એમની જરૂરિયાત પૂરી કરતી હતી મને ફોન કરીને બોલતા ત્યારે હું જતી હતી પણ પછી ધીમે ધીમે મારું શોષણ શરૂ કર્યું હતું અને પૈસા પણ એ આપતા ન હતા અને ઘરમાં તકલીફ પડે તો પણ કામ ન કરવા દે અને પોતાની જરૂરિયાત સંતોષી લેતા હતા. આ યુવતી પણ છબીલ પટેલના સંપર્કમાં આવી હતી કે કેમ તે પોલીસ માટે હજુ તપાસનો વિષય છે.

યુવતીને ભાજપમાં હોદ્દો આપવાની લાલચ પણ આપી

વાપીની યુવતી કેટલાક વાંધા ઉઠાવતાં તેમને જયંતી ભાનુશાળીએ ભાજપમાં સારો હોદ્દો આપવાની ઓફર આપી હતી. આ યુવતીને રાજકારણમાં આગળ વધવા માટે તે તમામ મદદ કરવા માટે તૈયાર હતો. વાપીમાં રહેતી એક યુવતીએ નખાત્રાણા પોલીસ મથકે 15 એપ્રિલ 2018ના રોજ બળાત્કારની ફરિયાદ નોંધાવવા અરજી આપી હતી. જેના પર પોલીસે કોઈ જ કાર્યવાહી કરી નથી. આ યુવતિએ જયંતી ભાનુશાળી સામે લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. 2008માં ભાજપના આગેવાન જયંતી સાથે આ યુવતીને ઓળખ થઈ હતી. એક વર્ષ પછી જયંતીએ ફોન કરીને યુવતિને કહ્યું હતું કે તે ભાજપમાં તેને સારો હોદ્દો અપાવશે. આમ કહીને એ યુવતિને ભુજ બોલાવી હતી. ભુજ સ્થિત પ્રમુખ સ્વામીનગરમાં આવેલાં તેમના મકાનમાં બોલાવી હતી. જ્યાં જયંતી ભાનુશાળીના માણસો દ્વારા ચા નાસ્તામાં ઘેનયુક્ત પ્રવાહી મેળવી અર્ધ બેભાન કરી દીધી હતી. ત્યાર બાદ બે હાથ પલંગ સાથે બાંધીને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતી ભાનમાં આવતાં જ જયંતીને પેટ પર લાત મારી દૂર ફગાવી દીધો હતો. અમદાવાદ તથા ભુજના ભાગોળે આવેલાં એક રિસોર્ટમાં બોલાવીને અવાર નવાર જયંતી ભાનુશાળીએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના ક્રમ 2015 સુધી ચાલ્યો હતો. યુવતીએ આરોપ મૂક્યો હતો કે, જયંતી પોતે તેના વેપારીઓ અને રાજકારણીઓ પાસે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી વેપારીઓ પાસેથી ભાજપનું ફંડ માંગતો હતો. વેપારીઓ સાથે યુવતીના વીડિયો ઉતારતો હતો. આ વીડિયો ક્લીપના સહારે વેપારીઓને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા મેળવતો હોવાનું આ યુવતીએ અરજીમાં જણાવ્યું હતું. આમ ભાનુશાળીની હત્યાના તાણાવાણા ભાજપના નેતાઓ સુધી પહોંચતા હતા.

જયંતીએ સોદો કર્યો

વાપીની આ યુવતી ફરિયાદ પરત ખેંચી લે તે માટે તથા પોતાની સામે ફરિયાદ ન કરે એ માટે જયંતી ભાનુશાળીએ સમાધાન કરવા માટે તૈયારી કરી હતી. 11 એપ્રિલ 2018માં નરોડા પોલીસમાં જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનિલે કરેલી ફરિયાદ પરત ખેંચવા વચન આપ્યું હતું. અને એક કાગળ પર પીડીતાની સહી કરાવી નખત્રાણા પોલીમાં જયંતીએ મોકલી હતી.

છબીલ પટેલ સામે દિલ્હીમાં બળાત્કારની ફરિયાદ

કચ્છના અબડાસા બેઠકના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરુદ્ધ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીની એક મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. આ મહિલા વિધવા છે અને તેને આરોપ લગાવ્યો હતો કે છબીલ પટેલે તેનું શારીરિક શોષણ કર્યું છે. મહિલાએ આ વિશે એક પત્ર જાહેર કર્યો હતો. જેમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે, મને એક એનજીઓ ખોલી આપવાની લાલચ આપી એક વ્યકિત છબીલ પટેલના ફ્લેટ પર લઇ ગયો હતો. અને મારી સાથે દુષ્કર્મ આચર્યા બાદ મારા બિભત્સ ફોટા પાડવામાં આવ્યાં હતા. જેના કારણે મહિલાને વારંવાર બ્લેકમેઇલ કરવામાં આવતી હતી. આ ફરિયાદ બાદ છબીલ પટેલે નક્કી કર્યું હતું કે હવે તે ભાનુશાળીની હત્યા કરશે. તેમ જ થયું.

અગાઉ પણ છબીલ પટેલ આવ્યા હતા વિવાદમાં

આ પહેલા પણ છલિબ પટેલનું નામ અનેક વખત ચર્ચાના ચકડોળે ચઢેલું હતું. સુરતના ચકચારી જયંતિ ભાનુશાલી બળાત્કાર કેસમાં છબીલ પટેલનું નામ ઉછળ્યું હતું. અગાઉના કેસમાં ફરિયાદીના પૂર્વ પતિએ કહ્યું હતું કે, પીડિતા સાથે તેના લગ્ન 2015ની 29 ડિસેમ્બરે થયા હતા. પણ દોઢ વર્ષના અરસામાં લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું હતું. તું મને પૈસા આપે તો જ હું તારા ઘરે પાછી આવું. આ ઉપરાંત છૂટાછેટા માટે પણ મને ધમકીઓ પણ આપવામાં આવી હતી. લગ્ન બાદ પણ અલગ-અલગ લોકો સાથે શારીરિક સંબંધ ધરાવતી હતી અને અનેક રાજનેતાઓ પણ આ યુવતી સાથે ફસાઈ ચૂક્યા છે. મારી પૂર્વ પત્ની અને છબીલ પટેલ સાથે અને મને ધમકી આપતો હતો.

છબીલ પટેલે આરોપોનો જવાબ આપ્યો

પૂર્વ પતિને આવું જાહેર કરવા માટે ભાનુશાળીએ કહ્યું હોવાનો આરોપ છબીલ પટેલે મૂકીને બંને જણાની નાર્કો ટેસ્ટ કરવાની માગણી કરી હતી. સમગ્ર આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી થયા હોવાનું જણાવ્યું હતું. આમ આ કેસમાં પણ છબીલ પટેલ સંડોવાયેલા હોવાના નિવેદન બહાર આવ્યા હતા. અહીં રાજકીય વેરભાવ દેખાતો હતો. એક બીજાને રાજકીય રીતે ખતમ કરવા આવા કાવતરાઓ કર્યા હતા. છબીલ પટેલે જાહેર કર્યું હતું કે, મારા ઉપર ફરિયાદી મહિલાના પૂર્વ પતિએ જે આક્ષેપો કર્યા છે તે સત્ય થી વેગળા અને ખોટા છે. આ તમામ આક્ષેપો રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવ્યા છે. આ કિસ્સામાં અંદર મારો અને ફરિયાદી મહિલાના પૂર્વ પતિનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ જેથી સમગ્ર ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈને રહે તેવી માંગ પણ કરી હતી. મારે અને આ મહિલાને કોઈપણ પ્રકારનો સંબંધ નથી. જ્યારે આ ઘટનામાં જેની સામે કાર્યવાહી થઈ રહી છે તે જયંતી ભાનુશાળીનો ફોણ બંધ આવે છે, સંતાતા ફરે છે. ઉપરાંત આવી અનેક ફરિયાદો જયંતી ભાનુશાળી સામે આવી રહી છે ત્યારે શક્ય છે કે આવી ફરિયાદોમાં કંઈક સત્ય હોવું જોઈએ. જ્યારે રહી વાત મારા સામે થયેલા આક્ષેપોની તો આ મામલે હું નાર્કો ટેસ્ટ કરાવવા પણ તૈયાર છું. હું જાહેરમાં સામાન્ય માનવીની જેમ ફરી રહ્યો છું. મારો ફોન પણ બંધ નથી.

(દિલીપ પટેલ)