ભાજપના નેતા દારુ પિતા પકડાયા પણ પક્ષમાંથી સસ્પેન્ડ ન કરાયા

અમરેલી જિલ્લાના વડીયા કુંકાવાવ  ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા દારુની મહેફિલમાંથી પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં તેમની સામે પક્ષ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. દરોડામાં ભાજપ ATVT મહામંત્રી પણ પકડાયા હતા.

રેલ્‍વે કર્મચારીના પુત્રના લગ્ન હતા ત્યારે આ પાર્ટી જામી હતી. કુંકાવાવ ભાજપના મહામંત્રીની આ હરકતને પગલે ભાજપના સ્થાનિક સંગઠન અને નેતાઓને નીચાજાણું થયું હતું. ભાજપના જ એક નેતાએ આ પાર્ટીની વાત ફોડી હતી. બાતમીના આધારે જેતલસર રલેવે સ્ટાફ ક્વાર્ટરમાં અને વડીયામાં રેડ પાડી હતી. પોલીસના દરોડા દરમ્યાન ભાજપના મહામંત્રી ગોપાલ અટારા, બેંક મેનેજર રીકેશ હસમુખ સોલંકી પકડાયા હતા. ભાજપના પ્રદેશ આગેવાનો અને સ્થાનિક નેતાઓને આજની ઘટનાને લઇ નીચાજાણું થયું હતું. તેમ છતાં તેમની સામે પક્ષમાંથી દૂર કરવાના પગલાં લેવાયા નથી. ભાજપમાં પણ હવે કોંગ્રેસ જેવું કલ્ચર આવી ગયું હોવાનું તેના પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.

આ અંગે ગાંધીનગર ખાતેની ભાજપની કચેરીએ તમામ વિગતો પક્ષના વિરોધીઓએ મોકલી આપી છે. ફરિયાદ અને ફોટોની નકલ મોકલવામાં આવી છે. તેમ છતાં દારુ પિધેલા નેતાઓ સામે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. પોલીસ પર પણ ફરિયાદ ન લેવાનું દબાણ થયું હતું. તેમ છતાં પોલીસે ફરિયાદ લીધી પણ ગાંધીનગરથી પોતાના નેતાઓ સામે કોઈ આદેશ કરાયા નથી.

આ અગાઉ પણ દારૂની મહેફિલ માણતા કે દારુનો ધંધો કરતાં પકડાયા હોય એવા 24 જેટલાં ભાજપના નેતાઓ કે કાર્યકરો પકડાયા છે જેમાં બે કિસ્સામાં જ પગલાં લેવામા આવ્યા છે.  સૂત્રો કહે છે કે, રાજ્યના નેતાઓ હવે દારૂને સહેજ રીતે સ્વિકારી રહ્યાં છે. તેઓ મોટા ભાગે પગલાં ભરતાં નથી. પણ ખરેખર તો આ ગંભીર ગુનો છે. સરકારે કડક કાયદો પણ બનાવ્યો છે. હવે દારુ પિનારને જાહેરમાં સેવા કરવા કે જાહેરમાં રસ્તા સાફ કરવાની સજા પણ થાય છે.