દ્વારકામાં ભ્રષ્ટાચાર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુ માણેકે ધમકી આપવા અને તેની સાથે કૃષ્ણ નગરી દ્વારકામાં ભ્રષ્ટાચાર અંગે જિલ્લા કલેક્ટર કે પોલીસ વડા દ્વારા કોઈ પગલાં ન ભરાયા પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ કોઈ પગલાં ભર્યા નથી. સુરજકરડી ગામમાં એક ખાત મુહુર્ત કાર્યક્રમમાં પબુ માણેકે હાજરી આપતી હતી ત્યારે જાહેરમાં માહિતી ચળવળકારોને ધમકી આપી હતી. આ ઘટના પછી RTI એક્ટીવીસ્ટ દ્વારા પોતાની જીવની સુરક્ષા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. પબુ માણેક હાર્યા પછી આવી ગુંડાગર્દી જેવી ભાષા વાપરવા પર ઉતરી આવ્યા છે.
પબુ માણેકે 9 જૂલાઈ 2019ના દિવસે કહ્યું હતું કે, “થોડા ઘણા સુવર (આરટીઆઈ એક્ટવિસ્ટ) પેદા થઇ ગયા છે, તેમ ક્યાં નેતાને સજા અપાવવાના છો ? તમને ભગવાન સદબુદ્ધિ આપે. તેને સંદેશો આપજો કે, હવે સુધરી જાઓ નહીં તો મરી ગયા. તમને ભગવાન સદબુદ્ધિ આપે અને નહીં તો તીસરી આંખ ખુલશે અને શિવ શિવ થશે આમાં બે મત નથી. છતાં બધા સુધરી જજો અને વિકાસમાં ધ્યાન દો. ક્યાય પણ વિકાસમાં પાનાવાળી કરો છો. તમારાથી ક્યાંય વિકાસ રોકાવાનો નથી. તમારાથી કઈ નથી થવાનું. તમે ગમે તેટલી ખટપટ કરો, તમે ગમે તેટલી માહિતી માંગો, તમે ગમે તેટલા માથા પછાડો પણ તમારા બાપથી પણ કઈ થવાનું નથી નથી ને નથી. હું બેઠો છું, હું એટલે કહું છું કે, હું સાચું હશેને ત્યાં જ ઊભો રહીશ.” આટલી ખુલ્લી ધમકી છતાં 4 મહિનાથી તેમની સામે કોઈ પગલાં ન ભરી શકાતાં તે સાચા પડ્યા છે અને કાયદો વ્યવસ્થા ખોટો પડી રહ્યાં છે.
હુમલો થાય તેમ છે, હથિયાર આપો
સુરજકરાડીમાં રહેતાં દિનેશ રજનીકાંત પરમાર દ્વારા રાષ્ટ્રપતિ, મુખ્ય પ્રધાન, જિલ્લા પોલીસ વડા, સર્વોચ્ચ અદાલત, ગુજરાતની વડી અદાલત, કેન્દ્રિય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, રાષ્ટ્રિય અનુસૂચિત આયોગ, મુખ્યમંત્રી, ગૃહમંત્રી ગુજરાત રાજ્ય, ડીજીપી, આઈજીપી, માનવ અધિકાર પંચ, આરટીઆઈ ઍક્ટિવિસ્ટ એસો. અને ગુજરાત રાજ્ય અનુસૂચિત આયોગ અમદાવાદ સહિત અનેક સત્તાધિશોને ફરિયાદ કરી હતી. તેમણે પોલીસ રક્ષણની માંગણી કરી હતી.
દિનાશ પરમારે કહ્યું હતું કે, “ઓખા અને દ્વારકા નગરપાલિકામાં સૌથી વધુ આર.ટી.આઈ અરજી કરેલી છે, રેકોર્ડ પરથી ભ્રષ્ટાચાર ધ્યાને આવે તેની પુરાવાઓ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરેલી છે.”
દિનેશભાઈએ મેળવેલા પૂરાવા બાદ ફરિયાદ કરતાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો અને તકેદારી આયોગ દ્વારા તપાસ ચાલે છે. તેમાં દિનેશ પરમારે વધું પૂરાવા માંગતા તેમની હત્યા થઈ શકે છે એવી અરજી આપી હતી. પોલીસ રક્ષણ આપવા માટે જીલ્લા પોલીસવડા સમક્ષ માંગણી કરી હતી. સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ માંગવા માંગણી કરી હતી.
વિડિયો વાયરલ
દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને 12 એપ્રિલ 2019માં વડી અદાલતે લપડાક આપતાં પદ ગૂમાવવાની નોબત આવી પડી હતી. થોડો સમય પૂર્વે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ પબુભાએ એક ગામડામાં એક નાગરીકને ઝાપટ મારવાની વાત કરી હતી. જે તે સમયે પણ પબુભાની ધમકીનો વીડિયો વાઈરલ થયો હતો. વારંવાર વિવાદમાં રહેતા દેવભૂમી દ્વારકા જિલ્લાના બાહુબલી નેતા માણેકનો વધુ એક વીડિયો વાઈરલ થયો હતો.
મેરામણ ગોરીયાએ અદાલતમાં હરાવ્યા
કોંગ્રેસના મેરામણ ગોરિયાએ ગુજરાતની વડી અદાલતમાં અરજી દાખલ કરી કહેવામાં આવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના પબુભા માણેકના ફોર્મમાં ભૂલ હતી. ઉમેદવારી પત્ર ખોટું હોવા છતાં ભાજપની રૂપાણી સરકારના દબાણથી આર.ઓ. અને ડેપ્યુટી કલેક્ટરે માન્ય રાખ્યું હતું. તેની સામે હવે ચૂંટણી પંચે પગલાં ભરવાના રહેશે. તેઓ જીતને દ્વારકાધીશ અને શિવનો પ્રસાદ ગણાવતાં હતા. ચૂંટણીને રદ્દ કરી દીધી હતી.
શું ભૂલ કરી ?
2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73431 મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવાર આહિર મેરામણ મારખીને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી, ત્યારે હવે આ બેઠકની પેટા ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળી શકે છે.
20-11-2017માં ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-1માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. પબુભાનું ડમી ફોર્મ જેમણે ભર્યું હતું તે નિલેશ માણેકે પણ ફોર્મમાં વિધાનસભાનો વિસ્તાર દર્શાવ્યો ન હતો.
મૂળ કોંગ્રેસથી પક્ષપલટો કર્યો
પ્રથમ 3 વખથ પબુભા અપક્ષ તરીકે ચૂંટાયા હતા. પછી કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડ્યાં હતા અને પછી પક્ષપલટો કરીને ભાજપમાં પક્ષાંતર કરીને તેઓ ચૂંટણી લડ્યાં હતા. સતત 7 વખત તેઓ દ્વારકાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
મિલકત
3જા ધોરણ સુધી ભણેલા માણેક ઉદ્યોગ અને શીપીંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા પબુભા આર્થિક રીતે સધ્ધર છે. પબુભા માણેકે પોતાની અને તેમની પત્ની તેમના પત્ની આશા માણેકના નામે રૂ.70.16 કરોડની મિલકતો ધરાવે છે.
બીજા ગુના
કલ્યાણપુર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં 18 જુલાઈ 2017માં મિનિમમ વેજિસ સંદર્ભમાં સીઆરપી કલમ- 204 મુજબ ફરિયાદ થઈ હતી.
પુત્ર સાથે ઠગાઈ
અજાણ્યા શખસે ડીવાયએસપીને 3 લાખની જરૂર હોઇ રૂ.50 હજાર મોકલવા જણાવ્યું અને ધારાસભ્ય પબુભાના પુત્ર ચંદ્રસિંહે મોકલી દીધા હતા. પણ તે ઠગ ટોળકીએ ધારાસભ્યના પૂત્ર સાથે ઠગાઈ કરી હતી.