ગુજરાતમાં ભાજપની સત્તા 28 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે. આવું સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે. વઢવાણના ભાજપ નેતા વનરાજસિંહ જાદવ સામે બળાત્કારની ફરિયાદ એક યુવતીએ આપી છે. ભાજપના નેતા વનરાજસિંહ જાદવે 8 માર્ચ 2019માં એવી ફરિયાદ આપી હતી કે યુવતીએ તેને ફસાવી દીધો છે. મારો વિડિયો ઉતારી લીઘો છે. હનીટ્રેપમાં ફસાવી રૂ.60 લાખ માંગ્યા હતા. આવી ફરિયાદ ભાજપના નેતાએ કરતાં યુવતી સહિત ૩ની ધરપકડ વઢવાણ પોલીસે કરી હતી. પણ તેમાં હવે હની ટ્રેપ નહીં પણ ખરેખર બળાત્કાર થયો હોવાની ફરિયાદ થઈ છે.
યુવતીને અદાલતમાં રજૂ કરવામાં આવતા એવી ફરિયાદ કરી હતી કે, લખતરના ભાજપના નેતાએ મારા પર બળાત્કાર ગુજાર્યો છે. તેથી મારી ફરીયાદ દાખલ કરવામાં આવે. તુરંત તેમની ફરિયાદ લેવામાં આવી હતી.
યુવતીનું કહેવું હતું કે, ભાજપના નેતાને જમીન વાંધા બાબતે મળવાનું થયું હતું. મારે ઘરે તે આવ્યા હતા અને બળાત્કાર કર્યો હતો. અદાલત સમક્ષ ભાજપા નેતા વનરાજસિંહ જાદવ સામે બળાત્કારની ફરીયાદ કરી હતી. બીજા એક આરોપી અશોક રામીએ એવી ફરિયાદ કરી છે કે, પોતાને વઢવાણ પોલીસ દ્વારા ખોટી સંડોવણી કરવમાં આવી છે.
મૂળ બજરંગપુરા ગામના હાલમાં વઢવાણ ખાતે વનરાજસિંહ જાદવએ રતનપર વિસ્તારમાં રહેતી સ્વરૂપ વાન યુવતી રોહિતા રામા સાથે રાખીને વઢવાણના નગરપાલિકાના પૂર્વ સદસ્ય કનુભાઇ માળીનો પુત્ર અશોક કનુભાઇ માળી, રામા અને અનિરૂદ્ધસિંહ ચૌહાણ નામના શખ્સે ભાજપના નેતા વનરાજસિંહ જાદવનો અંગત પળો માણતો ફોટો અને વીડીયો ઉતારી લીધો હતો.
હની સાથે ભાજપના નેતા વનરાજસિંહ સ્વામિનારાયણ મંદિર સાળંગપુર અને અન્ય જગ્યાઓ ઉપર આ યુવતીને લઈ ગયા હતા. નેતાએ યુવતી પોતાને બ્લેકમેઈલ કરે છે એમ કહીને પોલીસમાં ફરિયાદ કરી હતી. પણ હવે તેમાં યુવતીને અદાલતમાં લાવવામાં આવતાં તેણે પોતાના પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ ન્યામૂર્તિ સમક્ષ કરી છે.