ભાજપના પ્રમુખની નિસાન કંપનની કારમાં આગ લાગી, આબાદ બચાવ, કંપની સામે આરોપો

લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગન કાનાણીની નિશાન કંપનીની લકઝરી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્‍માતમાં મગન કાનાણીની સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. આ ઘટના બાદ તેઓએ કાર કંપની સામે સવાલો ઉઠાવ્‍યા હતા. અમરેલી જિલ્‍લાના આસોદર નજીક ઘટના બની હતી. કાર અચાનક જ ઉભી રહી ગઈ હતી. ત્‍યારબાદ તેઓએ કારને સેલ્‍ફ મારી શરૂ કરવાના પ્રયત્‍નો કર્યા હતો. તે દરમિયાન  કારમાં આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ સમય સૂચકતાને કારણે કારમાં સવાર લોકો બહાર નીકળી જતા લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર બળીને ખાખ થઈ ગઈ હતી. નિશાન કંપનીની મોંઘીદાટ કાર લેવા છતાં આવી ઘટના બનતા તાલુકા ભાજપના પ્રમુખે કંપની પર કાયદેસર કાર્યવાહી કરવા સહિતના મુદે આક્ષેપો કર્યા હતા.