ભાજપના મહેન્દ્ર મશરૂને હરાવી કોંગ્રેસના ભીખાભાઈ હીરો બન્યા

18 ડિસેમ્બર 2017માં ગુજરાતમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂને ચૂંટણી જીતવા માટે કોઈપણ પ્રકારના પ્રચારની જરૂર નથી. પણ હવે ભાજપની જૂનાગઢની વર્ષોથી જીતની સીટ આ વખતે ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપના લોકલાડિલા અજય નેતા મહેન્દ્ર મશરૂને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોશીએ ભાર લીડથી પરાજય આપ્યો હતો. ભાજપ તરફથી સતત છ ટર્મથી જીતતા ઉમેદવાર મહેન્દ્ર મશરૂની હાર થઇ હતી. મહેન્દ્ર મશરૂને 68,189 મત તો કોંગ્રેસના ભીખાભાઇ જોશીને 71087 મત મળ્યાં હતા.

આમ ભાજપના સિધ્ધાંતનિષ્ઠ મહેન્દ્ર મશરૂ 6 વખત જીતેલા હતા. જેમને હરાવી ચૂકેલા સિધાંતનિષ્ઠ ભીખાભાઈને રૂ.25 કરોડમાં ખરીદવાની ઓફર થાય તે ગુજરાતના રાજકારણની અધોગતી બતાવે છે. ભાજપના ટોચના નેતાઓ દિલ્હીની મંજૂરીથી કેવા અનૈતિક કામો કરી રહ્યાં છે તેનું ઉદાહરણ ભીખાભાઈને કરાયેલી ઓફર છે.

ભીખાભાઈ 2012માં હારી ગયા હતા

ભીખાભાઈ જોશી એટલા સબળ ઉમેદવાર ન હતા કે મશરૂ હારી જાય. લોકો પરિવર્તનને ઝંખતા હતા. કોંગ્રેસે જે પહેલી યાદી બહાર પાડી તેમાં આ બેઠક ઉપર પાસના કાર્યકર અમિત ઠુમરનું નામ જાહેર કરતા જ તેનો વિરોધ થયો હતો અને ઉમેદવાર બદલાવીને ભીખાભાઇને મૂક્યા હતા. ભીખાભાઇ ૨૦૧૨ની ચૂંટણીમાં હારી ગયા હતા. એ ચૂંટણીમાં મશરૂ ૧૩, ૭૯૬ મતની લીડથી જીત્યા હતા. જ્યારે આ વખતે ભીખાભાઇ ૬૦૮૪ મતની લીડથી જીત્યા હતા.

6 વખત ધારાસભ્ય બનેલા મશરૂને હરાવી હીરો બન્યા

છ-છ વાર મશરૂને જૂનાગઢની બેઠકના ઉમેદવારોએ તક આપી અને તેમની પ્રામાણિકતા, લોકચાહના, ઉઘાડપગા લોકસેવક તરીકેની છાપને લોકોએ મત આપ્યા હતા, પણ તેમની સામે એક ફરિયાદ સતત રહી કે, મશરૂ જૂનાગઢના પ્રશ્નો ઉકેલી શક્યા નહીં. આ મુદ્દાને તેમના વિરુદ્ધ તેમના પરાજ્યમાં મોટો ભાગ ભજવ્યો અને મશરૂ પરાજિત થયા.

વડાપ્રધાનને દુઃખ 
સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટતા ભાજપી મહેન્દ્ર મશરૂની હાર થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દુ:ખ થયું હતું.  મશરૂને ફોન કરી તેમણે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પછી તુરંત મશરૂની હારના કારણોનું વિશ્લેષણ ભાજપે કર્યું હતું. 2019માં મોદીના દુઃખને દૂર કરવા માટે ભીખાભાઈ જોષીને ખરીદવા માટે ભાજપના નેતાઓ રૂ.25 કરોડ લઈને ગયા હતા.