અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કરીને જમીન પચાવી પાડી છે. તેઓ આરોપ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કર્યો છે.
અમરેલીમાં 12 હેક્ટર જમીન ગૌચરની આવેલી છે જેમાં સર્વે નં.503 પૈકી 2ની હે.91 આરે. 05 ચો.મી. રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલી જમીન પર 10 પ્લોટ બનેલા છે. જેના ઉપર અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા કે જેઓ ત્યાં પોતાનો બંગલો ધરાવે છે. તેના પુત્ર ધર્મેશ નારણ કાછડીયા અને માયા ધર્મેશ કાછડીયાના નામથી જમીન ખરીદાયેલી છે. જેમાં ગૌચરની જમીન પર દબાણ કરીને વાહન પાર્કિંગ અને વૃક્ષો ઉગાડી દઈને 17-70 ફૂટનું દબાણ કર્યું છે. તે જમીન તેઓના મકાનમાં ગૌચરની દબાવી દીધેલું છે.
18 ફેબ્રુઆરી 2019ના રોજ વગર માપણીએ આ ગૌચરની જમીન અમરેલી જિલ્લા લેઉવા પટેલ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટની ગૌશાળાની ગાયો માટેની જમીનનું દબાણ કરેલું હતું. સાંસદના ઘરની બરાબર બાજુમાં આવેલી ગૌશાળા તોડી પડાતી હોય અને તે તોડી પાડવા માટે માત્ર ટેલીફોનીક સૂચનાથી દબાણ દૂર કરેલું હતું. કાણકે ભાજપના રાજકીય નેતાને ગૌચરની જમીનની ગૌશાળાની ગાયોના છાણ અને ગૌમૂત્રની દુર્ગંધ નડતી હતી. બરાબર તે જમીનની પાસે જ ભાજપના આ નેતાનો બંદલો આવેલો છે અને તેમણે તેના પર દબાણ કર્યું છે. તો તે કેમ અમરેલી કલેક્ટરે તોડી પાડ્યું નથી.
નાથાલાલ સુખડિયાએ કહ્યું હતું કે અમને પણ એક જનતા તરીકે રાજનેતાએ કરેલુ દબાણ માપણી કરી ગેરકાયદેસર દબાણ રજિસ્ટરે લઈ ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવે અને સાંસદ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે.
ગૌશાળા તોડી પડાઈ પણ સાંસદનું દબાણ નહીં
અમરેલીનાં ચકકરગઢ રોડ ઉપર ભાજપના સાંસદ નારણ કાછડીયાનાં નિવાસ સ્થાન પાસે આવેલી ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ગૌશાળા બનાવી દેવામાં આવેલી હતી. આ અંગે વિવાદ સર્જાતા આખરે અમરેલી કલેકટરે અમરેલી નગરપાલિકાના જેસીબીથી ગેરકાયદેસર ઊભી થયેલી ગૌશાળા 20 ફેબ્રુઆરી 2019ના રોજ તોડી પાડવામાં આવી હતી.
ગૌશાળામાં રહેલી ગાયોએ ચોતરફ દોડાદોડી કરવા લાગતાં અને ભાંભરડા નાખવા લાગી હતી. ગૌ પ્રેમી હિન્દુવાદી સરકારના કાને આ ગાયોની લાચારી દેખાતી ન હોય તેમ ગાયોને ગૌશાળાની બહાર હાંકી કાંઢી ગૌશાળા ઘ્વંશ કરી દેવાઈ હતી.
ગૌચરની 8 એકર જમીન અનામત રાખવામાં આવેલી હતી, ત્યારે અમરેલીનાં પટેલ સંકુલનાં સ્થાપકે આ જગ્યા ઉપર ગૌશાળા બનાવી હતી. હાલમાં ગૌશાળા તથા સંકુલનાં પ્રમુખ મનુભાઈ કાકડીયા છે. ગૌશાળાને લઈ છેલ્લા કેટલાંક સમયથી સરકાર અને ગૌશાળાનાં સંચાલકો વચ્ચે વિવાદ ચાલતો હતો. ગૌશાળામાં રહેતાં ગોવાળ પરિવાર તથા અન્ય લોકોનાં ઉપરથી છાંપરૂ હટી જતાં ખુલ્લામાં રહેવા મજબુર બન્યા હતા. જેમાં બાળકોની હાલત પણ કફોડી દેખાય આવતી હતી. તેમને કોઈ વિકલ્પ આપવામાં આવ્યો ન હતો.
આ ઘટનાના એક દિવસ બાદ અહીં અમરેલી ખાતે અમરેલી અને ભાવનગર લોકસભા સીટનું કલસ્ટર સંમેલન યોજાયુ હતું. તેઓએ પણ ગાયોને અને માણસોને વિકલ્પ આપવા સામે કોઈ પ્રબંધ કરવા કહ્યું ન હતું. સાંસદના ઘરની બરાબર બાજુમાં જ આ જમીન આવેલી છે. તેમણે પણ દબાણ કરેલું છે છતાં તે દૂર કરવામાં આવ્યું ન હતું.
વસંત ગજેરાની સંસ્થા પણ ઝપેટમાં
અમરેલી શહેરનાં ચકકરગઢ રોડ ઉપર આવેલ સરકારી ગૌચર સ.નં.334 પૈકીની ર,83,337 ચો.મી. જમીન ઉપર અમરેલીના વતની અને સુરત સ્થિત ઉદ્યોગપતિ વસંત હરી ગજેરાનાં અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત પટેલ સંકુલ નામની શૈક્ષણીક સંસ્થા દ્વારા ગૌશાળાના નામે પાકા બાંધકામ કરી દબાણ કરવામાં આવેલું હતુ. જે ગયા વર્ષે તોડી પાડવામાં આવ્યું હતું.
આ દબાણનાં કારણે ખેડુતોના ખેતરે જવાના રસ્તા પણ બંધ કરી દેવામાં આવેલા હતા. 2.83 લાખ ચો.મી.ગૌચર જમીન ઉપર દબાણ 19 વર્ષથી હતું. જેના પર પટેલ સંકુલના ગૌ-શાળા ટ્રસ્ટ દ્વારા ગૌરક્ષક અને બિમાર ગાયોની સેવા કરવાનાં બહાને દબાણ વાળી જગ્યા ભાડે આપવા 20 એપ્રિલ 2017ના રોજ અમરેલી મામલતદારને લેખિત માંગણી કરવામાં આવી હતી.