ભાજપના સાંસદ પુનમ માડમના પતિની સંપતીમાં જંગી વધારો

જામનગર લોકસભાની બેઠકના ભાજપના સાંસદ પુનમ માડમની સંપતીમાં રૂા.11.95 કરોડનો અને તેમના પતિની સંપતિમાં રૂા.9.92 કરોડનો વધારો થઈને તેઓની કુલ સંપતી રૂ.17.40 કરોડથી વધીને રૂ.39.17 કરોડ થવા પામી છે. 100 ટકાનો વધારો થયો છે.

2014માં પુનમબેને વર્ષ 2012-13ના આવકવેરો રૂ.1.32 કરોડ તેમના પતિ પરમીંદરકુમારનો રૂ.44 લાખ હતી.  2019માં તે વધીને રૂ.1.01 કરોડ અને પતિની રૂ.3.52નું રીર્ટન ભર્યુ છે.

શેર, ભાગીદારી, વિમા-લાઈફ વિમા પોલીસીની પુનમની આવક રૂ.5.18 કરોડ થઈ છે. તેમના પતિના નામે રૂ.6.49 કરોડ થઈ છે. પુનમની મોટર, વાહન અને દાગીના સાંસદના રૂ.2.87 કરોડ થઈ ગયા છે. જે 2014માં રૂ.1.63 કરોડ હતા.

બેંક લોન રૂ.5.57 કરોડ છે. પતિની જવાબદારી રૂ.3 કરોડ છે. સ્થાવર મિલ્કતો રૂ.27 કરોડ છે. પતિની કુલ સ્થાવર મિલ્કતો રૂ.12.30 કરોડ થઈ ગઈ છે.