ભાજપના સાંસદ મિતેશ પટેલ સામે કેટલાં અને કેવા ગુના નોંધાયેલા છે, હવે તે સંસદમાં બેસશે

ભાજપના 26 સાંસદો ગુજરાતમાં ચૂંટાયા છે તેમાં 4 સામે ગંભીર ગુના નોંધાયેલા છે. જેમાં એક ભાજપના આણંદના સાંસદ મિતેશ પટેલ પ્રથમ વખથ ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે બે ગંભીર ગુના ભારતીય ફોજદારી ધારાની 9 કલમનો ભંગ કર્યો હોય એવા નોંધાયા છે, જ્યારે સામાન્ય ગુનો આચરેલો હોય એવી 8 કલમો તેમની સામે લાગેલી છે. તેમની સામેના સિવિલ અદાલત અને ગુજરાતની વડી અદાલતમાં કેસ ચાલી રહ્યાં છે.

ઉપદ્રવ, અપરાધિક ઘૂસણખોરી, ઇજા પહોંચાડવી, જાહેર શાંતિભંગના ગુના, સંપત્તિના નક્શાને લગતા અપરાધો, ચોરી, લૂંટ અને ધાડ, અપરાધિક ષડયંત્ર, અકુદરતી અપરાધો, ઘરને સળગાવી દેવા આગ લગાવવા અથવા વિસ્ફોટક પદાર્થ દ્વારા મિશચીફને લગતા આરોપો છે.

આણંદ તાલુકાના વાસદ ગામના વતની મિતેશભાઈ પટેલ ઉદ્યોગપતિ છે અને કેટલાક વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે. જો કે નવાઈની વાત તો એ છે કે તેઓએ અત્યાર સુધી વિધાનસભા કે લોકસભાની એકપણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નથી.

જેને લઈ ભાજપ દ્વારા તેઓના નામ પર મહોર વાગતા જ ભાજપ પક્ષની સાથે સાથે કોંગ્રેસ પક્ષનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે. સાથે સાથે હાલના સાંસદ દિલીપભાઈ પટેલનું પત્તુ કપાતા તેમના સમર્થકોમાં પણ આતંરીક નારાજગી વ્યાપી હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.