ભાજપની કચેરીમાં અહેમદ પટેલની તસવિર મૂકો – કોંગ્રેસની માંગણી

સાવરકુંડલાનાં કોંગ્રેસના આગેવાન આર.ડી. માલાણી, લાલજીભાઈ મોર, બી. એ. બસીયા, કે. બી. ખુમાણ વિગેરે કોંગ્રેસનાં ખુટલ નેતા અહેમદ પટેલને પત્ર લખીને આકરી ઝાટકણી કાઢી છે. આપના માટે એવી પણ મજાક સાંભળી છે કે ભાજપ – બી.જે.પી. વાળા તેના કાર્યાલયોમાં સ્‍વ. દીનદયાળજી, સ્‍વ. શ્‍યામપ્રસાદજી વિ.ની તસવીરો મુકે છે ખરેખર ત્‍યાં અહમદભાઈની પ્રથમ મુકવી જોઈએ. બી.જે.પી. આજે જે કાઈ છે તે તેના કારણે છે. જો અહેમદ પટેલ ન હોત તો ભાજપ સત્તા પર ન હોત.

પત્રમાં જણાવેલ છે કે, આગામી 2019 લોકસભાની ચુંટણી માટે અમરેલી લોકસભા બેઠકની ટીકીટ માટે પક્ષમાંથી કોણ-કોણ દાવેદારો છે તે બધાની સતાવાર માહીતી તો નથી. પણ એક જ પરિવાર માંથી (1) વિરજીભાઈ ઠુંમર (ર) જેનીબેન ઠુંમરની દાવેદારો હોવાનું સંભળાય છે. અન્‍ય જે હોય તે પણ જો આ બે માંથી કોઈ પણ ને ટીકીટ આપશો તો આપના એકાઉન્‍ટમાં એક ઔર પાપ કે અન્‍યાયી કૃત્‍યનો ઉમેરો થશે. સાથે અમરેલી જીલ્‍લામાં પરિવાર વાદ અને આયાતીકરણ ને પોષવા અને પ્રોટેકટ કરવાનું પણ આપના લેવલેથી જ થાય છે. કાર્યકરોની આ માન્‍યતા સાચી પુરવાર થશે. આ ખાનદાનની ટીકીટ બાબતે જે કાઈ નિર્ણય કરો પણ નીચેની વિગતો અવલોકન કે નોંધમાં લેવા ઘ્‍યાને મુકું છું.

(1) કૃષિ અને ગ્રા. વિ. બેન્‍ક (જમીન વિકાસ બેન્‍ક) ની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર. (વાલજીભાઈ ખોખરીયાનો હક્ક થતો હોવા છતા) પછી ખોખરીયા ભાજપમાં જાય તો કોના કારણે ?

(ર) બગસરા એ.પી.એમ.સી.ની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર

(3) કુંકાવાવ તાલુકા ખ.વે.સંઘની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનનેવિશેષાધીકાર

(4) લોકસભા અમરેલીની દરેક ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર

(પ) વિધાનસભા ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર

(6) જી.પં.ની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાનને વિશેષાધીકાર. સાસરે રહેતી પુત્રી હોય તો પણ. આ તો કેવી પ્રણાલીકા?

(7) પ્રમુખ જીલ્‍લા પંચાયતની ચુંટણી લડવાનો પણ આજ ખાનદાન ને વિશેષાધીકાર. છતાં કાર્યકરોને કોઈ ખુલાસો નહી કે ર01પ માં સાસરે રહેતી પુત્રીને પ્રમુખ બનાવતી વખતે પાર્ટી સમક્ષ ભવિષ્‍યમાં લોકસભા-ધારાસભાની કોઈ ટીકીટ નહી માંગવાનું કમિટમેન્‍ટ આપેલ. તેનું શું ? આનું ઉલ્‍લંઘન કરી ર017માં ધારાસભાની ટીકીટ આપી. હવે લોકસભાની પણ આપવાની ? છતા જીલ્‍લામાંથી કે પ્રદેશમાંથી કોઈ બોલતુ નથી. અંકુશ નહી આ સામે બધાનું મૌન. શું આ ભા.રા.કોંગ્રેસ છે.

એટલે શું પાર્ટીમાં અ વર્ગનાં કાર્યકરો વાળા ખાનદાન અને બ વર્ગનાં કાર્યકરો આવા ગુપ્‍ત ભેદભાવ પાડેલા છે. શું પાર્ટી એવું માની ને ચાલે છે ? કે અમરેલીમાં 199પ પછી પાર્ટી આજે જે સ્‍થિતિએ પહોંચી છે. તેમાં જીલ્‍લાના હજારો પરિવારોનું કોઈ યોગદાન જ નથી. માત્ર આ બે પરિવારોનું જ યોગદાન છે ? જો તેવું માનવામાં આવતુ હોય તો પાર્ટી ખાસ નોંધ લે કે આ બે પરિવારોની કોઈ એવી સેવા, લોકપ્રીયતાકે આવડત નથી કે જેના કારણે ર01પ અને ર017ના રિઝલ્‍ટો આવ્‍યા. બે જ ફેકટર એક ખેડૂત ફેકટર (કારણ ખેડૂતોની બહુમતી વસ્‍તી અને વર્ચસ્‍વ વાળો જીલ્‍લો છે. ખેડુતોના ઘણા લાંબા ગાળાના પેન્‍ડીંગ પ્રશ્‍નોના કારણે સરકાર સામે ખેડુતોમાં રોષ અને અસંતોષ) અને બીજ પાસ આંદોલન. બાકી આ લોકોને લાવ્‍યા પછીથી ર01પ સુધીની તમામ ચુંટણીમાં નિષ્‍ફળતા મળી છે. અને આ લોકો આવ્‍યા અગાઉ 1990 સુધી જિલ્‍લામં પક્ષ ને તમામ ચુંટણીઓમાં સફળતા મળતી. એજ એનો પુરાવો છે. ખેર પાર્ટીએ સમગ્ર જિલ્‍લાની સફળતા બદલની ક્રેડી બે ખાનદાનના એકાઉન્‍ટમાં જમા કરવાને બદલે અનેક પરિવારો કાર્યકરોના એકાઉન્‍ટ પણ રાખવા જોઈએ. સાથે 199પ પછી આ બન્‍નેના કારણે જિલ્‍લામાંથી કેટલા લોકો ભાજપમાં જતા રહૃાા છે? કેટલા લોકોને અસંતોષ અને નુકશાન થયું છે? તેનું પણ કઈક નિરીક્ષણ થવુ જોઈએ. આ મારી લાગણી કે માંગણી નથી પણ એવરેજ કાર્યકરની છે પણ આવુ બધુ કરીએ તો પાર્ટીમાં ટીકીટો, સંગઠનમાં હોદા ન મળે, રાજકીય નુકશાન થાય તેવા ભયથી કોઈ પાર્ટી સમક્ષ જાહેરમાં આવતા નથી, પણ ઈન્‍ડોર રીતે બધા આવુ બોલે છે.

આમ છતાં આ ખાનદાનમાં ટીકીટ મળશે તો પરિવારવાદની નીતી સામે અસહકાર અને જાગૃતિ કરવાની જુંબેશ અહીના કાર્યકરો કરશે. ઉપરાંત સામેનાઉમેદવારને પ્રચાર માટે (1) ભભપહેલા (2009) મમ્‍મી ને હરાવ્‍યા, પછી (2014) પપ્‍પાને હરાવ્‍યા અને આ વખતે પુત્રીને પણ હરાવો એટલે આખુ ફેમીલી આવી જાય. સાથે હેટ્રીક મળે.ભભ આ અને આવા અન્‍ય મુદાઓ (કે જેનો અહી ઉલ્‍લેખ કરી શકાય તેવા નથી.) પ્રચાર માટે મળશે. આ બધી હકીકતો બાજુએ મુકીને ટીકીટ મળશે તો તેની પાછળ માત્ર તમારી મરજી અને સપોર્ટ હશે તોજ મળશે. કેમ કે જનરલ માન્‍યતા છે કે આને દરેક વખતે તમે ટીકીટ અપાવો છો. ઠુમ્‍મરે સ્‍વયં અનેક વખત વિવિધ ચુંટણીની ટીકીટ બાબતે વાતવાતમાં બોલેલ છે કે, ભભટીકીટ તો હું લઈ આવીશ, એહમદભાઈ પટેલ પાસેથી કેમ ફાઈનલ કરાવવું એની મારી પાસે ખાસ ફાવટ છે.ભભ આમ એકજ ખાનદાન ને દરેક ચુંટણીની ટીકીટ આપવાની પઘ્‍ધતી આ વખતે ચાલુ રહેશે તો આવી ભેદભાવ વાળી અને પરિવારવાદને ઉત્તેજન કરનારી પઘ્‍ધતી સામે તમામ વ્‍યુહથી જુબેશ કરવામાં આવશે. એટલુ જ નહી સાથે-સાથે આપે દિલ્‍લીમાં રાજકીય વર્ચસ્‍વ જમાવ્‍યા પછી અમલમાં મુકેલ કુટનીતીના એજન્‍ડાનો પણ તમામ વ્‍યુહથી પર્દાફાશ કરવાની જુંબેશ કરવામાં આવશે. જેમાં આ એજન્‍ડાનો ભોગ બનેલા ગુજરાતના દરેક જિલ્‍લા અને મહાનગર વિસ્‍તારના રીયલ કોંગ્રેસમેન્‍સ પાસેથી માહીતી એકઠી કરે એક શ્‍વેતપત્ર પ્રસિઘ્‍ધ કરવામં આવશે. (જે પૈકી ઘણાં નીરાશાઅને થાકીને નિવૃત થઈ ગયા છે, યાતો ભાજપમાં જતા રહૃાા છે. યાતો આપણી વચ્‍ચે રહેલા નથી.) જેમાં (1) ઘણાં અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવુ કહે છે કે.. તમે દિલ્‍લીમાં રાજકીય વર્ચસ્‍વ જમાવીને તેનો હથીયાર તરીકે ઉપયોગ કરી, દિલ્‍લી બેઠાબેઠા ગુજરાત કોંગ્રેસની અસલ કેડર ખતમ કરી નાખી તમારી પોતાની કેડર ઉભી કરી દીધેલ છે. તેના કારણે પક્ષના સબળ, ગ્રાસરૂટ લેવલના કાર્યકરો, આગેવાનોનો આખો એક વર્ગ નિવૃત યા તો નામશેષ થઈ ગયેલ છે. પરિણામરૂપે ગુજરાતમાં છેલ્‍લા વર્ષો દરમ્‍યાન ભાજપના મુળ ઉંડા અને મજબુત બની શકયા છે.

(ર) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવું કહે છે કે.. જયારથી આપને જી.પી.સી.સી.ના પ્રમુખ બનાવ્‍યા (લગભગ 1987) ત્‍યાર પછીથી ગુજરાતમાં કોંગ્રેસ જમીનદોસ્‍ત થવાનું કાઉન્‍ડટાઉન શરૂ થયેલ છે. એ પછી એક પણ વિધાનસભા / લોકસભા ચુંટણી કોંગ્રેસ જીતી નથી.

(3) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સનું આપના માટે એવું તારણ છે કે.. જી.પી.સી.સી.ના આપ એવા એક પ્રમુખ છો કે જેના કારણે આઝાદી પછીની ચુંટણીઓમાં સૌથી પુઅર રીઝલ્‍ટ મળવાની સિઘ્‍ધી આપના નામે નોંધાયેલા છે. આપના તમામ પુરોગામી પ્રમુખોના નેતૃત્‍વમાં કોંગ્રેસ પાર્ટીને (1952 થી 1985 સુધી) લોકસભા, વિધાનસભાનીદરેક ચુંટણીઓમાં સફળતાઓ મળેલ છે. આપને જી.પી.સી.સી. પ્રમુખ થયા પછી આવેલ લોકસભાની 1989 નીચુંટણીમાં માત્ર બે સીટ મળેલ. (1984ની ચુંટણીમાં ર4 સીટો મળેલ તેમાંથી બે થઈ ગયેલ) ઈવન 1977 કટોકટી વિરોધી જુવાળમાં પણ પાર્ટીને ગુજરાતમાંથી 10 સીટ મળી હતી. અને ધારાસભાની ચુંટણીમાં માત્ર 3ર સીટ મળેલ. (જે આગલી ચુંટણી 1985માં 149 હતી.)

(4) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવુ કહે છે કે.. 1990 થી આપ પોતેજ રાજયસભાની ચુંટણી લડો છો. કુદરત રૂઠેલી જ રહે એવી આ ભેદભાવ વાળી અને પક્ષપાતી અનીતી છે. ગુજરાતના લાખો કાર્યકરોના લોહી-પરસેવાથી વિધાનસભામાં જે 60 આસપાસ સીટો આવે છે તે પણ આપ ખાય જાવ છો. જે હજારો કાર્યકરોનો લોહી પરસેવો ખાવા સમાન છે. જેમાં આપનો કોઈ હક્ક નથી. તળપદી ભાષામાં કહીએ તો અણ હક્કનું ખાવ છો. (સામે પક્ષે ભાજપ રાજયસભામાં આનદીબેન હોય કે વિજયાઈ હોય બે ટર્મ પછીનો રીપીટ અને નાના અને પાયાના અનેક કાર્યકરોને રાજયસભામાં મોકલે છે.) બીજી તરફ પક્ષ શાસીત નગર, તાલુકા અને જીલ્‍લા પંચાયતો કે જેમાં પાયાના નાના કાર્યકરો હોય છે. તેના ચેરમેનો, પ્રમુખો, ઉપપ્રમુખો માટે અઢી વર્ષ પછી ભનો-રીપીટભ ક્રાઈટ એરીયા તમે જ બનાવો છો. જી.પી.સી.સી. ભનો રીપીટભ ક્રાઈટએરીયા બનાવે તે આવકાર્ય અને ઉતમ છે. પણ તેમા સૌ સમાનનો માપદંડ હોવો જોઈએ. રાજયસભા માટે આપને તથા આપની પસંદગીના, લોકસભા અને ધારાસભા લડવા માટે અલગ માપદંડ. (ગે તેટલી ચુંટણીઓ લડી શકે) આતો કાળા-ગોરાના ભેદભાવથી પણ ક્રૂર છે. પણ તમને કોઈ કહેતા નથી. લોકો માને છે કે આવી નીતી હોય ત્‍યાં કુદરત મહેરબાન શું કામ થાય? અમુક લોકો તો એવુ કહે છે કે, એહમદભાઈ આવા કેટલા પાપના પોટલા બાંધીને..થશે.

(પ) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવુ કહે છે કે.. આપની આ નીતીના કારણે જ અમુક લોકો દરેક વિધાનસભાની ચુંટણી લડે છે. પછી તે હો કે જીતે (તેના નામ આપવા વિવાદાસ્‍પદ છે.) 1990થી આજસુધીના વિધાનસભા ચુંટણીના ઉમેદવારોનું ડેટા અવલોકન કરે છે તે બધુ જાણે છે. જેમાં આ સાતમાંથી પાંચ, છ કે સાતેસાત ચુંટણી લડેલા લોકો છે અને આ બધુ જ પાપ કહો, પક્ષપાત કહો, કાળા-ગોરા ની નીતી કહો, કે આપની ગુડબુકમાં હોવાની લાયકાત કહો વિ.વિ.માં રહેલું છે.

(6) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવું કહે છે કે.. જે વ્‍યકિત પોતાના જીલ્‍લામાં (હોમગ્રાઉન્‍ડમાં 1984 પછી) અઠયાવીસ-અઠયાવીસ વર્ષોથી લોકસભાની સીટ કે વિધાનસભાની સીટો પર પાર્ટીનું વર્ચસ્‍વ લાવીશકતા નથી. દિલ્‍હીમાં એજ વ્‍યકિત સમક્ષ પોતાના રાજયમાં સ્‍વબળથી બહુમતી લાવેલા એ સી.એમ. થવા માટે વેઈટીંગમાં બેસવુ પડે છે. તેવી જ રીતે સી.એલ.પી. લીડર કે પ્રદેશ પ્રમુખ થવા માટે પણ આ વ્‍યકિત સમક્ષ વેઈટીંગમં બેસવુ પડે છે કે જે પોતે અઠયાવીસ-અઠયાવીસ વર્ષોથી હોમગ્રાઉન્‍ડમાં નિષ્‍ફળ છે. આવી નીતી સામે કુદરત શું કામ હાફીજ થાય?

(7) અભ્‍યાસુ અને અનુભવી કોંગ્રેસમેન્‍સ આપના માટે એવુ કહે છે કે.. પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે ચુંટણીથી વિધીસર વિજેતા થયેલ એક યુવાનને આપના ઉતેજનથી આપની આ કેડરે લાંબા સમય સુધી યુવક કોંગ્રેસ પ્રમુખનો ચાર્જ લેવા ન દીધો. છેવટે થાકીને એ યુવાને કોંગ્રેસ છોડી આજે ભાજપમાં માનભર્યા સ્‍થાને છે. આવી અનેક પ્રતિભાઓ, કારકિર્દીઓ, સજજનોને રાજકીય રીતે મચડી નાખવાના અનેક કર્મો આપના હાથે થયા છે. (જેમા ટીકીટો કાપવી, મહત્‍વના હોદા પરથી રાતોરાત સ્‍ટેપડાઉન કરવા વિ.કુટનીતીનો ભોગ બનેલા અપવીતી વાળા અનેક ગુજરાતમાં છે.) એટલે આપે જ આત્‍માને પુછવાનું કે ભભકેટલા બધા પાપના પોટલા સાથે આ જગતમાંથી.. થશો.ભભ

આ સિવાય 1990 પછીના ગુજરાત કોંગ્રેસના ઈતિહાસની આવી અનેકવીધ માહીતી ગુજરાતના ખુણે-ખુણે વસતા અનેક સજજન કાર્યકરો, સજજન સીનીયરો, વિ. પાસે પડેલી છે, ગાથા સાંભળેલી છે જે બધી ખાસ આયોજન જેટલી પ્રાપ્‍ત થશે એટલી એકત્રીત કરી ગુજરાતમાં પક્ષના હીતમાં એક શ્‍વેતપત્ર(બુકલેટ)ના રૂપમાં પ્રસિઘ્‍ધ કરવામાં આવશે. જેમાંથી સજજન, સંસ્‍કારી ભાવી કારકિર્દીઓ પાઠ શીખશે અને ગુજરાતમાંથી દિલ્‍લીમાં ફરી કોઈ આવો આગેવાન ન નીપજે તે માટે ઉપયોગી થશે.