પુત્ર રણછોડ ભાઇ વી આહિરને પણ તેઓ રાજકારણમાં લાવવા માંગતાં હતા. હવે પોતાના રાજકારણ પર પૂર્ણ વિરામ મૂકાયું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ક્યારે તેમનું રાજીનામું લઈ લે છે તે જોવાનું છે. વાસણ આહિરનું સેક્સ કાંડ બહાર આવતાં ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પર દબાણ વધી રહ્યું છે કે, વાસણ આહિરનું તુરંત રાજીનામું લઈ લેવામાં આવે. કારણ કે જે ઓડિયો ટેપ બહાર પાડી છે તે ભાજપના જ એક નેતા હોવાનું માનવામાં આવે છે. એટલે મુખ્ય પ્રધાન તેમનું રાજીનામું તુરંત લઈ લે એવું માનવામાં આવી રહ્યું છે. જોકે ભાજપની અગાઉની નરેન્દ્ર મોદીની સરકારમાં પણ પ્રધાનોના કૌભાંડ બહાર આવ્યા ત્યારે તેમની રાજીનામાં લેવાના બદલે તેમને છાવરવામાં આવ્યા હતા. છેલ્લે મોદીના પ્રધાન હરી ચૌધરીનું રૂ.2 કરોડનું લાંચ લેવાનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે પણ તેમનું રાજીનામું લીધું ન હતું. હત્યા કેસમાં અમિત શાહની ધરપકડ થઈ ત્યારે તેમનું રાજીનામું લેવાયું ન હતું.
નલિયાકાંડના કારણે ચર્ચામાં આવેલા કચ્છમાં ફરી એક વાર રાજકારણીઓની કામલીલાને ઉજાગર કરતો કિસ્સો પ્રકાશમાંતો આવ્યો પણ પણ વાણસ આહિરનું રાજીનામું ન લેવું એવી સલાહ અમિત શાહે પોતાના કહ્યાંગરા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આપી હોવાનું માનવામાં આવે છે. ગુજરાતની ભાજપ સરકારના રાજ્યકક્ષાના પ્રવાસન પ્રધાનવાસણ આહિરની ઉપપત્ની હોવાની દાવો કરતી એક ભાજપની સ્થાનિક હોદ્દેદાર અને નેતી ખુદ પ્રધાન અને તેની પ્રેમિકા એવી ભાજપની સ્થાનિક મહિલા હોદ્દેદાર અને નેતીની ઓડિયો ટેપ કે જે ફોન પર વાતચિતની છે એવી 10 ટેપ બહાર આવી છે.
આ ઓડિયો ટેપ ગુજરાતના દરેક લોકો સુધી પહોંચી ગઈ છે. ભાજપના 61 વર્ષના પીઢ નેતાએ આ બન્ને મહિલાઓ સાથે કામલીલા કરવામાં કંઇ બાકી રાખ્યું નથી. વાસણ આહીર ભાજપની હોદ્દાદારને તો જાહેરમાં પોતાની બેટી ગણાવતાં હતા. પણ ખાનગીમાં તે નેતી સાથે શારીરિક અનૈતિક સંબંધો બાંધ્યા હતા.