ભાજપની હારની બીકે શંકર ચૌધરીને આદેશ આનંદીબેને આપી બનાસકાંઠાની ઉમેદવારી પરત ખેંચી

બનાસકાંઠા બેઠક ઉપર બનાસડેરીની ચૂંટણીમાં પરાજય બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પરથી ભટોળ પણ આ ચૂંટણીમાં ટીકીટ મેળવવા ‘એડી ચોટીનું જાર’ લગાવ્યું છે. જેમાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા તેમણે ભાજપ અને કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે. કૂલ 31 લોકોએ ભાજપની ટિકિટ માંગી છે. જેમાં હારની બીકે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચી છે.

પી.એન.બી. કાંડમાં રૂ.2 કરોડની લાંચમાં સંડોવણીના કારણે ભાજપના સાંસદ અને પ્રધાન હરી ચૌધરીની ટીકીટ કાપવા માટે ભાજપ તૈયાર છે. કારણ કે ચોર ચોકીદાર જેવી હાલત તેમની થઈ છે.

એશિયા એક નંબરની બનાસ ડેરી બનાવવા જેનું યોગદાન છે એવા પરથી ભટોળે ટિકિટ મેળવવા ભારે વગ વાપરી રહ્યાં છે. શંકર ચૌધરીની ગંદી રાજરમતના કારણે તેઓનો બનાસડેરીમાં પરાજય થયો હતો અને તેમને ભાજપના નેતાએ હાંસિયામાં ધકેલી દીધા હતા.

ડેરીના કારણે તેઓ જીલ્લાના તમામ સમાજના લોકો સાથે નાતો ધરાવે છે. તેમની પ્રતિષ્ઠા કોઈ પક્ષ માટે નહીં વ્યક્તિગત છે. વહીવટી કુશળતા, નિખાલસતા, સાદગી અને દૂરંદેશી હોવાથી તે કોઈ પણ પક્ષમાંથી જીતી શકે તેમ છે.

મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે હમણાં જ અહીં મૂલાકાત લીધી હતી. જેમાં અનેક લોકો સાથે બેઠક કરી હતી તેમાં શંકર ચૌધરી પણ એક હતા. આનંદીબેન પટેલના તેઓ ખાસ છે. દાવેદારી પાછી ખેંચવા માટે તેમને એટલા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે શંકર ચૌધરી વિધાનસભા જીતી શકતા ન હોય ત્યાં લોકસભામાં તેઓ હારે તેમ છે. તેથી તેમને કહેવામાં આવ્યું હતું કે ઉમેદવારી પરત ખેંચે અને માત્ર ડેરી તથા મેડિકલ કોલેજ સંભાળે.