અમદાવાદ : રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે શહેરમાં કાર્યરત કરવામા આવેલી નવી એસવીપી હોÂસ્પટલમાં ૬૩૨ પેશન્ટ બેડ એ પણ એકની રૂપિયા ૧.૪૩ લાખની કીંમત સાથે ખરીદી કરવાની શુક્રવારના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં વિવાદાસ્પદ દરખાસ્ત રજુ કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં જે પેશન્ટબેડની કીંમત રૂપિયા ૬૮ હજાર મેઈન્ટેન્સ સાથે છે એને ખરીદવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશને મળતીયા કોન્ટ્રાકટરને લાભ ખટાવવા એક બેડની કીંમત રૂપિયા ૧.૪૩ લાખ ઉપરાંત મુકીને મ્યુનિ.તિજારીના દરવાજા ખુલ્લા મુકી દેતા ભારે વિવાદ સર્જાવા પામ્યો છે.આ તરફ મેટના નામે પડતા તમામ ખર્ચ મ્યુનિ.તિજારીમાંથી થતા હોઈ અમદાવાદના લોકોના ટેકસના રૂપિયાની બરબાદી શાસકો કરી રહ્યા હોવાનુ તબીબ મત છે.
આ અંગેની વિગત એવી છે કે,સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ નવી એસવીપી હોÂસ્પટલ માટે ૩૬૨ ફુલી મોટોરાઈઝડ પેશન્ટ બેડ ખરીદવા એક દરખાસ્ત રજુ કરવામાં આવી છે.આ બેડ પૈકી ૬૦ ટકા બેડ જયભવાની એન્ટરપ્રાઈઝ અને ૪૦ ટકા બેડ સ્ટ્રાઈકર પ્રા.લી.પાસેથી ખરીદવા દરખાસ્તમાં મંજુરી માંગવામા આવી છે.એક નંગની કીંમત રૂપિયા ૧,૪૩,૩૭૦(જીએસટી)સાથે મુકવામાં આવી છે.ત્રણ વર્ષ સુધીની વોરંટી આપવામાં આવી છે.ગેરંટી નહીં.આ સાથે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાંથી ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી નાણાંની ચુકવણી કરવામાં આવશે.આ પછી ચારથી લઈને સાતમા વર્ષ સુધી રૂપિયા ૮૪૫૯.૪૨ પૈસા લેખે પાંચ વર્ષ સુધી કુલ રૂપિયા ૪૨,૨૯૭.૧૦ પૈસા મેઈન્ટન્સ ચુકવવાની પણ વાત દરખાસ્તમાં કરવામાં આવી છે.આ સમગ્ર દરખાસ્ત મામલે શહેરના તબીબ ડોકટર ઈકબાલ મન્સુરીનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ,અમદાવાદમાં ઘણા એવા મેડીકલ ડીસ્ટ્રીબ્યુટરો છે.જે ગેરંટી ઉપરાંત મેઈન્ટેન્નસ સાથે માત્ર રૂપિયા ૬૮,૦૦૦ની કીંમતમાં એક પેશન્ટબેડ આપી શકે એમ છે.ત્યારે મ્યુનિસિપલ સત્તાવાળાઓ ડબલ કરતા પણ વધુ રકમ ચુકવવા તૈયાર થાય એ અચરજ પમાડે એવી વાત છે.ખરેખર જા તંત્રે નિર્ણય કરી જ લીધો હોય તો મેઈન્ટેનન્સ અલગથી આપવાની શી જરૂર છે.એ સમજાતુ નથી.કયાંકને કયાંક પોતાના મળતીયાઓને લાભ ખટાવવાનો ઈરાદો જાહેર થાય છે.