ભાજપને કૌભાંડી કહેનારા જવાહર હવે ભાજપમાં

પક્ષાંતર – દિલીપ પટેલ – વિશ્લેષણ

રૂ.2 હજાર કરોડના મગફળી કૌભાંડ ભાજપની રૂપાણી સરકાર કરવાની છે, એવું જવાહર ચાવડાએ 20મી જાન્યુઆરી 2018માં કહ્યું હતું. તેના થોડા દિવસમાં જ આગ લાગી હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે જુનાગઢ કલેક્ટરને લેખિતમાં આપ્યું હતું કે, ભાજપ સરકાર કરોડો રૂપિયાનું મગફળી કૌભાંડ કર્યું છે અને તેના પુરવાનો નાશ કરી દેવામાં આવશે. આવું એકદમ સ્પષ્ટ કહી દીધા બાદ. તેમની વાત સાચી પડી હતી. તેમણે ભાજપની રૂપાણી સરકારના કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. હવે તેઓ રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તેઓ હાલના જે ધારાસભ્યો છે તેમાં સૌથી વધું સંપત્તિ ધરાવનારા ત્રીજા નંબરના ધારાસભ્ય છે. તેમની પાસે રૂ.103.67 કરોડની સંપત્તિ છે. જવાહર ચાવડા વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા હતા.

કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાવા મોટી ઓફર કરવામાં આવી છે. જો આમ થાય તો જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તે હવે તમેના માટે જીતવી મુશ્કેલ છે. અગાઉ કુંબરજી બાવળીયા અને આશા પટેલને પણ ભાજપના અમિત શાહે પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મહેસાણા લોકસભા બેઠક જીતી શકે તે માટે મોટા પાયે સત્તાની શોદાબાજી ભાજપે હાથ ધરી છે. બે દિવસમાં જ અમિત શાહ અને જીતેન્દ્ર વાઘાણીએ એવી શોદાબાજી કરી કે જવાહર ભાજપમાં જઈ રહ્યાં છે.

ભાજપ આવું કેમ કરે છે ?

ગુજરાતના રાજકારણમાં આવું વ્યાપક પક્ષાંતર અગાઉ ક્યારેય થયું ન હતું. ભાજપ જ્યાં હારે તેમ છે અને જે નેતા તેમની જ્ઞાતિ પર પક્કડ છે તે જ્ઞાતિના મત ખેંચીને લોકસભાની બેઠકો જીતવા માં છે. જ્યાં ભાજપ હારે તેમ છે ત્યાં આવું પક્ષાંતર થઈ રહ્યું છે. તે માટે રાજકીય સોદાબાજી થઈ છે. રાજ્યસભામાં 14 ધારાસભ્યોને ભાજપમાં પક્ષાંતર કરાવવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના દંડક પોતે પક્ષાંતર કરી ગયા હતા. રાજ્યસભા અને વિધાનસભામાં ચૂંટણી જીતવા આ રીતે ધારાસભ્યોને રૂ.7 કરોડથી લઈને રૂ.16 કરોડ સુધી પૈસા આપવામાં આવ્યા હતા. ગુજરતમાં લોકસભાની 11 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ હારી જાય તેમ છે. 4 બેઠક પર કોંગ્રેસ ટક્કર આપી રહી છે. તેથી આવી બેઠકો જીતવા માટે ભાજપ પક્ષાંતર કરાવી રહ્યો છે. હવે કાયદો બનાવવાની જરૂર છે કે જ્યાં રાજીનામાથી બેઠક ખાલી થાય ત્યાં તે ધારાસભ્ય ચૂંટણી લડી ન શકે અને ચૂંટણી પંચનું સંપૂર્ણ ખર્ચ તે ચૂકવી આપે.

કોઈ કારણ જણાવ્યું નથી

સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામાનું કોઈ તેમને કારણ આપ્યું નથી. જો કે રાજીનામું આપવા માટે કોઈ કારણ આપવું જરૂરી હોતું નથી કે મારે તેમને પૂછવાનું પણ જરૂરી હોતું નથી. તેમને મને બપોરે 1.10 વાગ્યે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેમણે કોઈના દબાણ હેઠળ કે લાલચ હેઠળ રાજીનામું આપવાનું કહ્યું હતું કે કેમ તે અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું નથી. જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું હતું. રાજકીય કારકિર્દી

 

ભાજપ સામે સૂત્રો પોકાર્યા ના બીજા જ દિવસે ભાજપમાં

જવાહર ચાવડા હજુ 7 માર્ચ 2019માં તો  ભાજપના વિરોધમાં સૂત્રો પોકારતા હતા. બીજા દિવસે એટલે કે 8 માર્ચ 2019માં તો તેઓ રાજીનામું આપીને પક્ષાંતર કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. તે સસ્પેન્શનના વિરોધમાં ભગવાન બારડ સહિતના આહિર આગેવાનોએ રેલી કાઢી હતી. રાજ્ય સરકાર અને વિધાનસભાના સ્પીકર ત્રિવેદીનો સામે વિરોધ કર્યો હતો. રેલીમાં જવાહર ચાવડા પણ ભાજપના સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સામે સૂત્રો પાકારતા જોવા મળ્યા હતા. તેઓ કહેતા હતા કે ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી.

4 વખત ધારાસભ્ય બનેલા જવાહર કોણ છે

જવાહર ચાવડાના પિતાનું પણ રાજકારણમાં મોટું નામ. છે. જવાહર ચાવડા આહીર સમાજના આગેવાન છે અને જૂનાગઢ લોકસભા બેઠક પર આહીર સમાજના મત પણ વધુ છે. ત્યારે હવે જવાહર ચાવડા જૂનાગઢથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી પણ શક્યતા છે. સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તુ કપાઇ શકે તેમ છે. જવાહર ચાવડા પ્રથમ વખત કોંગ્રેસની ટિકિટ પરથી 1990, 2007, 2012 અને 2017માં તેઓ માણાવદર બેઠક પરથી સતત 4 વખતથી ચૂંટાતા આવ્યા છે. બી.કોમ. થયેલા ચાવડાનો જન્મ 20 જુલાઇ, 1964ના રોજ ધોરાજી તાલુકાના ભડજડીયા ગામમાં થયો હતો. તેમણે મીતાબેન સાથે લગ્ન કર્યા છે. તેમને એક દીકરો અને દીકરી છે.

માણાવદરમાર્કેટીંગ યાર્ડમાં 9 વખત પ્રમુખ

માણાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (રાજીવ ગાંધી માર્કેટીંગ યાર્ડ)માં સતત 9 વખત તેઓ પ્રમુખ બન્યા છે. 1977માં યાર્ડ બન્યું અને 1988થી કાર્યરત થયા બાદ પ્રમુખ તરીકે જવાહર ચાવડા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

જવાહરના વિવાદો શું

તેમણે ભાજપ સામે અનેક વિવાદી આરોપો મૂક્યા હતા. આવા ગંભીર આરોપો છતાં તેમને ભાજપ લેવા તૈયાર થયો છે અને જવાહર ભાજપમાં જવા તૈયાર છે.

ભાજપા પ્રધાન મોડા પડતાં તેમણે ઉદઘાટન કરી નાંખ્યું

જવાહર ચાવડાએ 28 ફેબ્રુઆરી 2014માં બાટવા- સરડીયા સુધીનાં 32 કિમીના રોડને પહોળો કરવાનું કામ માર્ગ-મકાન વિભાગ દ્વારા ખાતમુર્હ્તૂ કાર્યક્રમમાં ભાજપ સરકારના મંત્રી બાબુ બોખીરીયા 2 કલાક મોડા પડતા બોખીરીયા વતી પોતે ખાતમુહૂર્ત કરી નાંખ્યું હતું. જેના કારણે બાબુભાઇ બોખીરીયા રોષે ભરાયા હતા. આ અગાઉ પણ ચાવડા આવા વિવાદમાં ફસાઇ ચુકયા છે.

ભાજપ કૌભાંડી છે એવું નિવેદન કર્યું હતું

રાજકોટના શાપર વેરાવળના મગફળીના ગોડાઉનમાં આગ લાગતા મગફળી બળીને ખાખ થઈ ગઈ ત્યારે તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેકટર કચેરી દેખાવો કરાયા હતા. જવાહર ચાવડાએ ત્યારે કહ્યું હતું કે, કૌભાંડી સરકાર નહી ચલેગી, ભાજપ સરકાર હાય હાયના સૂત્રો પણ પોકાર્યા હતા.

મુખ્ય પ્રધાન રૂપાણી સામે ભ્રષ્ટાચારના આરોપ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને 5 એપ્રિલ 2018માં જવાહરે પત્ર લખી બદલીઓમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ કરી હતી. અંગે છે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી બદલી ન કરી શકે છતાં જે. કે. ઠેસીયાએ એકી સાથે 139 તલાટીની બદલી કરી નાંખી છે. જેમાં 102 તલાટીઓની બદલીમાં નાણાં લેવાયા હોવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે. નવા DDO મૂકવા અંગે મુખ્યમંત્રીએ પોસ્ટિંગ કર્યું અને તેના બીજા જ દિવસે બદલી કરવામાં આવી છે. આમ બદલી કરવામાં ફરી એક વખત ભ્રષ્ટાચાર માથું ઊંચકી રહ્યો છે. બદલીના ભાવ હવે જાહેરમાં બોલાઈ રહ્યાં છે.

ભાજપ ખેડૂતો પર અત્યાચાર કરે છે

ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે જવાહરે 2016માં નિવેદન કર્યું હતું કે, ભાજપે ખેડૂતો સાથે લુચ્ચી ચાલ ચાલી છે. ભાજપની સરકાર ખેડૂતો પર અત્યાચાર કરી રહી છે. વાંધા અરજીઓ કચરાપેટીમાં પધરાવીને મેંદરડાનાં 24 ગામડાનો વિસ્તાર ગ્રીનને બદલે બ્લેક ગામડાં કરી દેશે. કાળા કાયદો ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો.

ભાજપનું સોફ્ટવેર કૌભાંડ

ભાજપ સરકારે દર્દીઓને દવા આપવા માટે રૂ.171 કરોડનું એક સોફ્ટવેર ખરીદ કર્યું છે તેમાં મોટું કૌભાંડ થયું હોવાનો આરોપ તેમણે 12 એપ્રિલ 2016માં મૂક્યો હતો. સરકારનું સોફટવેર ખરીદવાના કારસ્તાન સામે વિરોધ છે, સફેદ હાથી જેવો ઇ-ઔષધ નામના આ સોફટવેર શરૂ કરીને જ દર્દીને દવા આપવાના ફરમાન બાદ જીલ્લાની કફોડી સ્થિતિ થઇ છે.

મોદી સામે ઉચ્ચરો, પછી માફી માંગી  

ગુજરાત વિધાનસભામાં 22 માર્ચ 2013માં જવાહરે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ઉચ્ચાર કર્યા હતા.  તેથી શરમજનક અને ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ જવું પડ્યું હતું. અધ્યક્ષ વજુભાઇ વાળાએ કોંગ્રેસના સભ્ય ચાવડા પાસેથી માફી મંગાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ભાજપે તેમને ગૃહની બહાર કાઢી મૂકવા માંગણી કરી હતી. જવાહરે એવો કટાક્ષમાં એવો સવાલ કર્યો કે સિંહોની વસ્તી વધારવા માટે મુખ્યમંત્રીનું યોગદાન છે કે કેમ ?  અભદ્ર નિવેદનથી તરત જ અધ્યક્ષ વજુભાઇ વાળા અત્યંત રોષે ભરાયા હતા. ભાજપના તમામ ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. ભાજપના કેટલાંક સભ્યોએ જવાહર ચાવડાની વિરુદ્ધમાં સૂત્રો પણ પોકાર્યાં હતા. સભાગૃહની બહાર કાઢી મૂકવા માંગણી કરી હતી. અધ્યક્ષે જવાહર ચાવડાને તતડાવીને કહ્યું કે જરા ભાષા ઉપર કાબૂ રાખો. સભાગૃહમાં આ પ્રમાણે બોલવું યોગ્ય નથી. જે પદ્ધતિથી બોલ્યા છો તે ક્ષોભનીય નથી. મર્યાદા નહીં રહે. ગેરશિસ્ત માટે કોઈ કાયદો નથી પરંતુ સભાગૃહની ગરિમા જાળવી રાખવા તમે દિલગીરી વ્યક્ત કરો તેવી હું સૂચના આપું છું. દિલગીરી વ્યક્ત કરો છો કે નહીં એવું કડકાઇથી પૂછીને ચેતવણી આપી હતી. ચાવડાએ હું દિલગીરી વ્યક્ત કરું છું એમ કહીને મુખ્યમંત્રી અને સભાગૃહની માફી માંગતા છેવટે સમગ્ર મામલો શાંત પડ્યો હતો.

કૌભાંડનો મુદ્દો ઉઠાવાયો

વિધાનસભા ગૃહમાં 27 ફેબ્રઆરી 2018માં ચાવડાએ કૌભાંડનો મુદ્દો ઉઠાવતાં નીરવ મોદીની કંપની સાથે વાયબ્રન્ટ ગુજરાતમાં થયેલા MOU અંગે પણ પ્રશ્ન પુછાયો હતો. મંત્રી સૌરભ પટેલે જવાબ આપ્યો હતો કે, , નીરવ મોદીએ UPAની સરકારમાં કૌભાંડ આચર્યું હતું. મારા મોઢામાં આંગળા નાંખીને ના બોલાવશો.

સૌરભ પટેલે કૌભાંડ કર્યું હોવાનો આરોપ

ડાયમંડ ગૃપના ડાયરેક્ટર અમિત ભટનાગરે 11 બેન્કો સાથે છેતરપીંડી કરી રૂ. 2654 કરોડના કૌભાંડ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર 3 એપ્રિલ 2018માં લખ્યો હતો. જેમાં તેઓ રાજ્યના મંત્રી સૌરભ પટેલ અને તેમના મળતિયાઓએ વર્ષ 2016માં વડોદરા ખાતે યોજાયેલા સ્વિચ ગ્લોબલ એક્સપો કરી સરકારી રૂ. 50 કરોડ હડપ કરીને કૌભાંડ આચર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. દોષિત સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. જીયુવીએનએલ દ્વારા સ્વિચ એક્સપોના પાર્ટનર તરીકે એફજીઆઇની પસદંગી કરવામાં આવી હતી. જેમાં મંત્રીના સૌરભ પટેલના નજીકના ગણાતા અમિત પટેલ અને અમિત ભટનાગર વગેરે મળતિયાની કંપની હતી. જીયુવીએનએલ દ્વારા એફજીઆઇને રૂ. 20 કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી એડવાન્સ તરીકે આપવાનુ નક્કી કરાયું હતું. ઓરગેનાઇઝીંગ કમિટીના ચેરમેન પદે અમિત ભટનાગરની નિમણૂક કરી હતી. કોઇ પણ જાતના ટેન્ડરીંગ વગરજ સ્વિચ એક્સપોનો કોન્ટ્રાક્ડ આપી દેવામાં આવ્યો હતો. ભટનાગરે એમઓયુ સુધારવા વિશે જણાવ્યું હતું અને મંત્રીએ તાત્કાલીક ઇમેલ કરી એમઓયુમાં ફેરફાર સુચવી દીધા હતા કે એફજીઆઇને રૂ. 10 કરોડ નોન રિફન્ડેબલ ગ્રાન્ટ તરીકે અપાશે અને રૂ.10 કરોડ એડવાન્સ અપાશે, પેમેન્ટ કરતા પહેલા પ્રી ઓડીટ કરવાનો ક્લોઝ પણ દુર કરાયો હતો. સૌરભ પટેલે કહ્યું હતું કે એફજીઆઇએ કોઇ પણ એપ્રુવલ લેવાની જરૂર નથી. આમ મંત્રીએ ભ્રષ્ટાચાર આચરવા માટે છૂટ આપી હતી. એક્સપો પૂર્ણ થયાના 17 મહિના પછીએ એફજીઆઇને લોન પેટે અપાયેલા રૂ.10 કરોડમાંથી રૂ. 6.58 કરોડ પરત ચુકાવાયા નથી. ફ્લાઇટ- હોટલ બુકીંગ કેન્સલેશનના રિફન્ડના ચુકવણાની કોઇ જાતની વિગતો પણ રજૂ કરાઇ નથી. આ એક્સપોમાં જે ઉદ્યોગકારોને કોન્ટ્રાક્ટ આપવામા આવ્યા હતા. તેવા અનેક લોકોને હજી સુધી રૂપિયા ચુકવાયા નથી. રાજ્યના મંત્રી સૌરભ પટેલે પોતાના ખીસ્સા ભરવા માટે મળતિયાઓ સાથે મળી સુનીયોજીત ભ્રષ્ટાચારી કૌભાંડ આચર્યું હતુ?

તેઓ હાર્દિક પટેલને પણ મળ્યા હતા

5 સપ્ટેમ્બર 2018માં જવાહર ચાવડા હાર્દિક પટેલના ઉપવાસ વખતે મળ્યા હતા. ત્યારે તેમણે ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ટીકા કરતાં કહ્યું હતું કે, ન્યાય માટે મથતા લોકોને સંતોષકારક રીતે સાંભળવાની તસ્દી પણ સરકારમાં બેઠેલાઓ લઈ શકયા નથી. ભાજપની આ સરકાર કરતા બ્રિટીશરો પણ સારા હતા.  ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જીલ્લાના દરેક તાલુકાએ જઈ એક દિવસ માટે અન્નજળનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. આઝાદી પછી પણ લોકશાહીમાં લોકોને પોતાનો અવાજ રજુ કરવાની પણ છૂટ નથી. લોકશાહીને જીવંત રાખવા માટે ઉપવાસ આંદોલન કરવાનો છું.  હાર્દિક સામે 144ની કલમ એ લોકશાહીના ખૂન સમાન છે.

(દિલીપ પટેલ, અમદાવાદ)