પાકિસ્તાન સરહદ નજીકના વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ખૂલ્લીને બહાર આવ્યા છે, ત્યારે ભાજપમાં કેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ચોંકાવી દે તેવી બાબતો સામે આવી છે.
લાંચના લેવામાં રાજકીય મહિલાઓ પુરુષો કરતાં આગળ નિકળી ગયા છે. સુરતમાં ત્રણ મહિલા કોર્પોરેટરો પુરુષ કોર્પોરેટરો કરતા ઊંચી લાંચ લેવામાં સમગ્ર ગુજરાતમાં આગળ છે. સુરતમાં લાંચના ગુનામાં પકડાયેલાં ત્રણેય કોર્પોરેટર મહિલા જ છે. થોડા સમય પૂર્વે કોર્પોરેટર વીણા જોશી રૂ. 50 હજારની લાંચ લેતા પકડાયા હતા. થોડા મહિના જેલવાસ ભોગવી તે જેલમુક્ત થઈ ગયા હતા. ત્યાર બાદ કોર્પોરેટર મિના રાઠોડ રૂ. 5 લાખની લાંચ સ્વીકારવાના ગુનામાં પકડાયા હતા. જે પાંચ મહિના જેલવાસ ભોગવ્યા બાદ મુક્ત થયા હતા. ત્યાં આ ત્રીજા મહિલા કોર્પોરેટર નેન્સી લાંચના ગુનામાં પકડાયા છે. અગાઉ તો બે મહિલા સામે પ્રદેશ ભાજપે પગલાં લીધા હતા. પણ હવે ત્રીજી મહિલા રાજકારણી નેન્સી પકડાઈ છે ત્યારે તેમની સામે પ્રદેશનેતાઓ પગલાં ભરવા માટે અચકાઈ રહ્યાં છે. જે રીતે ભાનુશાળીને આજ સુધી પક્ષમાંથી હાંકી કઢાયા નથી તે રીતે નેન્સી પણ લાજપોર જેલમાં હોવા છતાં પ્રદેશના નેતાઓએ પગલાં લીધા નથી. સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ મોકલાવેલો એહેવાલ ગાંધીનગર ખાતે મળી ગયો છે. તે પ્રદેશ કાર્યાલય તેને દબાવીને બેસી ગયું છે. પ્રદેશ ભાજપે હજી સુધી નેન્સીના સસ્પેન્શનના મુદ્દે મૌન ધારણ કરી લીધું હોવાથી પ્રજામાં એવા સંકેતો ગયો છે કે હવે પ્રદેશ નેતાઓ ભાજપના કૌભાંડોને ચલાવી લેવા માંગે છે.
સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 5500 જેટલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. જેમાં અડધાતી વધારે છે. કોંગ્રેસના બહુ ઓછા રાજકારણીઓ લાંચમાં પકડાયા છે પણ ભાજપમાં લાંચ લેતાં પકડાયા હોય એવા રાજકારણીઓ સૌથી વધારે છે. એક પ્રમાણિક કોર્પોરેટરનું કહેવું છે કે, જે ભ્રષ્ટાચાર કરે છે તેવા એક સભ્ય પાંચ વર્ષમાં રૂ.20 કરોડથી વધારે રકમ ભ્રષ્ટાચાર અને બ્લેકમેઈલીંગમાં કમાઈ રહ્યાં છે. આવા પાંચ હજાર પાંચસો લોકો મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાતમાં ચૂંટાયેલા છે. આમ ગુજરાતમાં બે સુમાર ભ્રષ્ટાચાર રાજકારણીઓ કરી રહ્યાં છે. આવો પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડનો ભ્રષ્ટાચાર થતો હોવાનો તેમનો અંદાજ છે. આ ભ્રષ્ટાચાર નહીં અટકે તો ગુજરાતને કોરી ખાશે. તેથી દરેક પક્ષ દ્વારા ભ્રષ્ટ રાજનેતાઓ સામે તુરંત પગલાં લેવા જોઈએ. સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર તથા નગરોમાં મહિલા કોર્પોરેટરોના પતિઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર અને તોડબાજી ચાલી રહી છે. તમામ કાયદાઓ પ્રમાણે કામ કરનારા લોકોને પણ રાજકારણીઓ પરેશાન કરી રહ્યાં છે. તે ભ્રષ્ટાચાર થાય છે તેનો 0.01 ટકા પણ બહાર આવતો નથી. ગુજરાતમાં વહેલી તકે તો આદુષણને દૂર નહીં કરવામાં આવે તો ગુજરાત બરબાદ થઈ જશે. ગુજરાતનું હિત ભ્રષ્ટાચાર કરવામાં સહેજે પણ નથી. ભાજપ હવે કોંગ્રેસથી પણ આગળ નિકળી ગયો છે. ભાજપમાં 2014 સુધી કેન્દ્રીત થયેલો ભ્રષ્ટાચાર થતો હતો હવે વિકેન્દ્રીત થઈ ગયો છે અને સામાન્ય કાર્યકર અને સામાન્ય નેતાના કુટુંબ કબીલા ભ્રષ્ટાચાર કરીને અબજો રૂપિયા પોતાના ગજવામાં સેરવી રહ્યાં છે.
ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરા વતી ભાઈએ લાંચ માગી
લાંચ રૂસ્વત વિરોધી દળ( એસીબી) દ્વારા ભાજપના મહિલા કોર્પોરેટ નેન્સી સુમરાનો ભાઇ પ્રિન્સ ઉર્ફે વીકી મોહન સુમરાને રૂ.55,000ની લાંચ લેતા 22 ઓગસ્ટ 2018ના રોજ પકડી લીધો હતો. મહિલા કોર્પોરેટરના નામે રૂ.75,000ની લાંચ માગી હતી. તેમાંથી રૂ.20,000 અગાઉ મેળવી લીધા બાદ રૂ.55,000ની રકમ લેવા કોર્પોરેટરનો ભાઇ સૈયદપરા વિસ્તારમાં આવ્યો હતો. ત્યારે એસીબીના હાથે ટ્રેપમાં સપડાઇ ગયો હતો. મહિલા કોર્પોરેટરના પિતાની પણ સંડોવણી હોવાથી તેમની સામે ગુનો નોંધીને વોન્ટેડ જાહેર કર્યો છે. એક બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા માટે લાંચ માંગવામા આવી હતી. સ્કુટરની ડેકીમાંથી રૂ.55 હજાર ઝડપી લેવાયા હતા. ACBએ વાયરલ થયેલી ઓડિયો ક્લિપના આધારે કોર્પોરેટરના પિતા સામે તપાસ હાથ ધરી છે.
ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા મોહન સુમરાને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તેઓ અગાઉ મનપાના રોડ સફાઈ કોન્ટ્રાક્ટર હતા. જે દરમ્યાન સફાઈ કોન્ટ્રાક્ટમાં ભોપાળુ પકડાતા તત્કાલીને મ્યુનિસિપલ કમિશન એસ. જગદીશે તેમની સામે પગલા લીધા હતા.
મોહન સુમરાની પત્ની પદ્મા સુમરા અગાઉ મહાનગરપાલિકામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હતા. અને ત્યારે જ પગલા લેવાયા હતા. સુમરા પરિવારે કૌભાંડોની હદ વટાવી હતી. ત્યાં વધુ એક લાંચકાંડનો કિસ્સો આવ્યો સામે છે અને તેની તપાસમાં તપાસમાં ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની સંડોવણીની આશંકા છે.
શહેરના સૈયદપુરામાં આવેલી લેખડીયા શેરીના રાજવીર કોમ્પલેક્ષમાં મોહનભાઇ સુમરા અને પ્રણાલી મંદિરની સામે પ્રિન્સ ઉર્ફે વીકી મોહનભાઇ સુમરા રહે છે.
27 ઓગસ્ટ 2018ના રોજ ભાજપના મહિલા કોર્પોરેટર નેન્સીના પિતા મોહનભાઇ સુમરા એન્ટી કરપ્શન બ્યુરોમાં હાજર થતા તેમની ધરપકડ કરાઈ હતી. મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ ઉપર કોર્પોરેટરનો જે મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે તે નંબરનો જ ઉપયોગ કરી તેના પિતા લાંચની માંગણી કરતા હતા. લાંચ માંગવા નેન્સીબેનના જ મોબાઈલ નંબર ઉપરથી ફોન કર્યા હતા તે ઓડીયો ક્લીપમાં પ્રિન્સ ઉર્ફે વિકીએ પોતાની ઓળખ કોર્પોરેટરના પી.એ. તરીકે આપી હતી. આ બાબતની પણ નેન્સીબેનને જાણ હતી. નેન્સીની જાણ બહાર લાંચ માંગતા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ મોબાઈલ નંબર નેન્સીનો અંગત હતો કે મહાનગરપાલિકાએ ફાળવેલો હતો, તે પોલીસ નક્કી કરી શકી નથી. નેન્સીની પુછપરછ માટે ફોન પર પોલીસ સંપર્ક કરી શકી ન હતી. નેન્સીએ મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
સુરત મહાનગર પાલિકાની ભાજપની કોર્પોરેટર નેન્સી સુમરાની લાંચ કેસમાં એસીબીએ શુક્રવારે ધરપકડ કરી હતી.
નેન્સી સુમરા શુક્રવારે જાતે સ્ટેટમેન્ટ લખાવવા આવ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પાંચ દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કરતા લાજપોર જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. નેન્શીનું નામ એફઆઈઆરમાં ન હતું. આમ છતાં તે ભાગતી ફરતી હતી.. જ્યારે એફઆઇઆર નોંધાઈ ત્યારે નેન્સી વિરુદ્ધ પુરાવા ન હતા. તપાસ દરમિયાન નેન્સી તેના પિતા અને ભાઈ મારફતે લાંચ સ્વીકારતી હોવાનું ફલિત થયું હતું. તેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. નેન્સીના પિતા અને ભાઈ બિલ્ડર પાસે રૂ. ૭૫ હજારની માગણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ સુમરાનું આ મુદ્દે ધ્યાન દોર્યું હતું. ધ્યાન દોર્યા પછી પણ તેણે ન તો તેના પિતા અને ભાઇને કહ્યું કે, મારા નામે લાંચ લેવાનું બંધ કરો કે ન તો બિલ્ડરોને કહ્યું કે, મારા નામે કોઈને એક રૂપિયો પણ આપવાનો નથી. એનો અર્થ એ છે કે લાંચ સંદર્ભે માહિતી હતી. છતાં તેણે આંખ આડા કાન કરી મૂક સંમતિ આપી હતી. હાલ પોલીસને સંતોષકારક જવાબ આપી રહી નથી.
મીના રાઠોડનો 5 લાખની લાંચનો કેસ
સુરત મહાનગરમાં ગેરકાયદે બાંધકામના કિસ્સામાં રૂ.5 લાખની લાંચ માંગીને બ્લેકમેઈક કરી તોડ કરતાં ભાજપના કોર્પોરેટર મીના રાઠોડ પકડાઈ જતાં પરાણે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. ખરેખર તો તેને પદ ભ્રષ્ટ કરી શકાય છે.
જીલ્લા પંચાયતના કારોબારી સભ્ય ખંભાળીયા લાંચ લેતા પકડાયા
બોટાદ જીલ્લા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ સી બી ખભાળીયા અને બીજા એક સભ્ય રૂ.80 હજારની લાંચ લેતા 29 જૂન 2018માં પકડાયા હતા. ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટની ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટે તેમણે રૂ.1.80 લાખની લાંચ માંગી હતી. સી બી ખભાળીયાને વિધાનસભાની 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા. જેને વીજ પ્રધાન સૌરભ પટેલ સાથે સારા સબંધો રહ્યાં છે.
ભાજપ સામે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વેન સમક્ષ નરેન્દ્ર પટેલ તથા વરુણ પટેલના લાંચનો ભાજપની ઓડિયો ટેપ બહાર આવ્યા બાદ આમ આદમી પાર્ટી પક્ષ દ્વારા ભાજપ પક્ષ તથા તેમનાં નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાનની માંગણી ગાંધીનગર ખાતે કરી હતી. પાટીદાર આંદોલનના કન્વીનર વરુણ પટેલ ભાજપ પાસેથી નાણાં લઈને ભાજપ વેચાયા હોવાના આક્ષેપો કરાયા છે. ભાજપમાં ગયા પછી વરુણ પટેલે તેના જુના સાથીદાર અને મહેસાણાના પાસના કન્વીનર નરેન્દ્ર પટેલને રૂ. એક કરોડ આપીને ખરીદવા શોદો કર્યો હતો. જે અંગે અનેક પુરાવા છે તેથી ભાજપ અને ભાજપના નેતાઓ સામે પોલીસ તુરંત પગલાં લે એવી માંગણી કરવામાં આવી હતી. ગાંધીનગર કોર્ટમાં ચાલી રહેલાં નરેન્દ્ર પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘામી દ્વારા લાંચ આપવાના મામલે તેમના વકીલે વધુ ખુલાસા કર્યા હતા. તેમને પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણી સહિત બીજેપી નેતાઓ સામે લાંચ આપવાના આક્ષેપ કર્યા હતા. કોર્ટે આ મામલે વોડાફોન કંપનીને સીડીઆર સાથે હાજર થવા આદેશ કર્યો હતો.
ડી કે પટેલ હોદ્દો પૂરો થવાના બે કલાક પહેલાં લાંચમાં પકડાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના તત્કાલીન ભાજપના પ્રમુખ ડી. કે. પટેલ પોતાનાં હોદ્દાની મુદત પુરી થવાના બે કલાક પહેલાં જ રૂ.1 લાખની લાંચ લેતાં પકડાઈ ગયા હતા. અમરેલી રોડ ઉપર સૂર્યોદય પેટ્રોલ પંપ પાસે મહુવાના અબુબકર ઉમરાણી નામના શખસ પાસે ગાંડા બાવળ કાપવાનાં અપાયેલા કોન્ટ્રાકટ માટે રૂા.1 લાખની લાંચની માંગણી કરી હતી. સાવરકુંડલામાં ભાજપના આ નેતા પકડાતાં લોકોએ ફટાકડાં ફોડી આનંદ માન્યો હતો. પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા.
સરપંચ તળાવની લાંચમાં પકડાયા
12 જાન્યુઆરી 2018માં નવસારીમાં ભાજપની વિચારધારા માનનારા સરપંચ જયેશ હળપતિને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા હતા. જલાલપોરના સુલતાનપુરમાં તળાવના સમારકામ માટે કોન્ટ્રાકટર પાસે રૂ.15000 હજારની માંગણી કરી હતી. જેમાં આખરે તે રૂ.10 હજાર લેતા પકડાઈ ગયા હતા.
ધારાસભ્યએ કરોડોની લાંચ આપી
ધ્રાંગ્રધ્રાના ભાજપના ધારાસભ્ય ધનજીભાઈ પટેલે ટિકિટ મેળવવા માટે કરોડોની લાંચ ભાજપના એક નેતાને આપી હોવાનો આરોપ ભાજપના જ એક જાહેર કાર્યક્રમમાં ભાજપ સરકારના પૂર્વ કૃષિ મંત્રીએ મૂક્યો હતો.
પ્રમુખનો પુત્ર નર્સ પાસેથી લાંચ લેતો પકડાયો
લીમડીના ભાજપના ધારાસભ્ય કિરીટ રાણાનો PA બળદેવ છત્રોલા અને સુરેન્દ્રનગરના લીમડી નગરપાલિકાના ભાજપના પ્રમુખ નાનુબેન ચાવડાનો પુત્ર અને ભાજપનો કાર્યકર ભરત ખાનજી ચાવડા એક નર્સને નોકરી આપવા માટે રૂ.7 લાખની લાંચ અને કૌભાંડ કરતાં 26 માર્ચ 2018માં પકડાઈ ગયો હતો. આવા કામ કરવા માટે તેની સાથે એક આખી ગેંગ પણ પકડાઈ હતી. બસ કંડક્ટર મોહન પરમાર તથા તેમની પત્ની રોમીની પુત્રીને નર્સ તરીકે નોકરી આપવા માટે નાણા લીધા હતા. જેમાં બે લાખ સ્ફાટ નર્સની પરીક્ષ પહેલાં, બે લાખ રૂપિયા પરિણામ સુધારવા, રૂ.10 હજાર ચા પાણીના, રૂ.85 હજાર ઝાલોદમાં નોકરીનો ઓર્ડર રદ કરાવવા માંગ્યા હતા. ઓર્ડર આપ્યા પણ તે નકલી હતા.
ભાજપના નેતાએ ભાજપના નેતા પાસે હપતો માંગ્યો
રાજકોટના જસદણ શહેરના વોર્ડ નં.5ના ભાજપના જ ચૂંટાયેલા સદસ્ય નરેશ ચોહલીયાએ શહેર ભાજપના એક ટોચના નેતા સામે કોન્ટ્રાક્ટર પાસે રૂ.5 લાખની લાંચ માંગી હોવાની એક ઓડિયો ટેપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. તેઓ નરેશનું રાજીનામું અપાવવા કાવા-દાવાઓ કરતાં હોવાનો આરોપ હતો. શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ ભીયાણીએ પાંચ લાખનો હપ્તો જે નેતાએ માગ્યો હોય તેને ખુલ્લા પાડવા પડકાર ફેંક્યો હતો.
ગીર સોમનાથમાં ભાજપના નેતા પકડાયા
20 માર્ચ 2017માં ગીર સોમનાથમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મેરભાઈને લાંચ લેતા ઝડપાયા હતા. મકાન આપવા માટે લાંચ માંગી હતી. સભ્ય ભરત રૂપાલાને સાથે રાખી લાંચ માંગી હતી.
રાધનપુરમાં ભ્રષ્ટાચારનું પૂર
રાધનપુર ભાજપ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. ભાજપના એક રાજ્ય કક્ષાના નેતાએ ભ્રષ્ટાચાર કરીને પોતાની એક ટીવી ચેનલમાં ભાગીદારી કરી છે. અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક કર્મચારીને છુટ્ટો કરવામાં આવ્યો હતો. જેને પગલે તેણે હાઈકોર્ટમાં અરજી કરતા હાઈકોર્ટે નોકરી ઉપર પરત લેવાનો આદેશ કર્યો હતો. જો કે, હાઈકોર્ટનો હુકમ હોવા છતા ભાજપના મહિલા કોર્પોરેટરે કર્મચારી પાસે નોકરીમાં પરત લેવા રૂ.5 હજારની માંગણી કરી હતી. તે ઝડપાઈ ગઈ હતી. આ મહિલા કોર્પોરેટર દ્વારા ફરિયાદી પાસે લાંચ માંગવાની ઓડિયો ક્લીપ સામે આવી હતી.
આવા એક જ વર્ષમાં ભાજપના 28 કિસ્સા બહાર આવ્યા છે. જે પાશેરામાં રૂની પુણી બરાબર છે. ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બની ગયો છે.